ઓખાઃ ચાર યુવકોએ જાહેરમાં દલિત યુવકને માર્યો ઢોર માર, વીડિયો વાયરલ

 • Share this:
  દેવભૂમિ દ્વારકાના સુરજકરાડીમાં દલિત યુવાનને સરાજાહેર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ યુવાનને અગાઉની ફરિયાદનો ખાર રાખી જાહેરમાં લમધાર્યો હતો. આ યુવાનને હાલ જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે.

  મળતી માહિતી પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા પંથકના સુરજકરાડીમાં દલિત યુવાનને કેટલાક શખ્સોએ માર મારવાની વીડિયો કલીપ સોશિયલ મીડિયામાં વાયરલ થતા દલિત સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે. આ ઘટના બાદ દલિત સમાજ લાલધૂમ છે. તાત્કાલિક આ કૃત્ય આચરનારને ઝડપવા માંગણી કરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટનાનો ભોગ બનનાર દલિત યુવાન સુરજકરાડીનો દેવશી ધાનાભાઇ રોશિયા હોવાનું સામે આવ્યું છે.દેવસીભાઈની માતાએ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી.જેનો ખાર રાખી આ હુમલો કરાયાનું દેવસીભાઈએ જણાવ્યું છે.

  સુરજકરાડીમાં દલિત યુવાન સુરજકરાડીનો દેવશી ધાનાભાઇ રોશિયા પર માથાભારે શખ્સોએ હુમલો કરતા હુમલામાં દેવશી નામના દલિત યુવાનને પગમાં ફ્રેકચર સહિતની ઈજાઓ થઈ છે. જેના પગલે આ દલિત યુવાનને જામનગરની જી.જી.હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયો છે. જ્યાં પોલીસે દલિત યુવાનનું નિવેદન લઈ સિકન્દર પીરખાન પઠાણ, સલમાન પીરખાન પઠાણ અને હાજાભા પાલાભા સુભણીયા સામે આઈ.પી.સી. કલમ-૩૨૩,૩૨૪,૩૨૫,૧૧૪ અને એટ્રોસિટી મુજબનો ગુન્હો નોંધી તપાસ આદરી છે. સોશિયલ મીડિયામાં આ ઘટનાને પગલે દલિત સમાજમાં પણ આ મુદ્દો ઉછળશે.અને દલિતો પર થતા અત્યાચાર સામે આ વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.
  Published by:Ankit Patel
  First published: