Home /News /kutchh-saurastra /Dwarka Toll Plaza: ખંભાળિયા ટોલનાકાએ મહિલા પર ટોળું તૂટી પડ્યું, જુઓ CCTV

Dwarka Toll Plaza: ખંભાળિયા ટોલનાકાએ મહિલા પર ટોળું તૂટી પડ્યું, જુઓ CCTV

X
જામખંભાળિયામાં

જામખંભાળિયામાં ટોલ ભરવા મુદ્દે થયેલી બબાલમાં ત્રણ ઘાયલ

મથક ખંભાળિયા નજીક આવેલા ટોલનાકા પર માથાકુટ થઇ હતી. જેમાં મહિલા કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો.દસ જેટલા લોકો મહિલા કર્મચારી ઉપર તુટી પડ્યા હતાં. આ ઘટનાનાં સીસીટીવી સામે આવ્યાં છે.

Kishor chudasama, Jamnagar: રાજ્યમાં આવેલા ટોલનાકા જાણે બબાલનું ઘર બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. ટોલનાકા પર અવારનવાર મારામારીની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી સ્થિતિ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીક આવેલા ટોલનાકા પર માથાકૂટ થઇ હતી. જેમાં મહિલા કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો.આ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

10 થી વધુ લોકોએ કર્યો હુમલો

ખંભાળિયા ટોલનાકા પર ટેમ્પો વાહનમાં 10 થી વધુ લોકો આવ્યા હતા. આ દરમિયાન કોઈ કારણસર ટોલનાકા પાસે મહિલા કર્મચારી સાથે માથાકૂટ થઈ હતી. આ માથાકૂટ મારામારી સુધી પહોંચી ગઈ હતી.

વાહનમાંથી ઉતરેલા 10 જેટલા કર્મચારીઓએ બબાલ કરી અને મહિલા પર લાકડી વડે માર માર્યો હતો. જેને બચાવવા ટોલનાકાના અન્ય કર્મચારીઓ વચ્ચે પડતા ત્રણ જેટલા કર્મીઓને પણ ઇજા થવા પામી હતી.



ટોલનાકા પર લોકોના ટોળેટોળા એકઠા થયા

ટોલનાકા પર સર્જાયેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં 10 થી વધારે લોકોના ટોળાએ મહિલા પર લાકડી વડે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ટોલનાકા પર એકઠા થયા હતા.
First published:

Tags: Dwarka, Fight video viral, Jamnagar News, Local 18, Toll plaza

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો