MLA વિક્રમ માડમને લવ જેહાદ અંગે ટિપ્પણી કરવી ભારે પડી, વીડિયો વાયરલ થતા માફી માગી

MLA વિક્રમ માડમને લવ જેહાદ અંગે ટિપ્પણી કરવી ભારે પડી, વીડિયો વાયરલ થતા માફી માગી
વિક્રમ માડમની ફાઇલ તસવીર

સોશિયલ મીડિયામાં વીડિયો નિવેદન આપી અને કહ્યું કે 'આહિર સમાજ કે અન્ય સમાજની લાગણી દુભાઈ હોય તો દિલગીરી વ્યક્ત કરું છું'

  • Share this:
    દ્વારકા : દ્વારકા વિસ્તારના ગામમાં લવ જેહાદ (Love jihad) મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમનો (MLA Vikram Madam) ભાષણનો વીડિયો (Viral Video) વાઇરલ થયો છે. મુસ્લિમ સમાજના મત વિસ્તારમાં વિક્રમ માડમને લવ જેહાદ વિશે ટિપ્પણી આપવી ભારે પડી છે. એક તરફ ગુજરાતમાં લવ જેહાદનો મુદ્દો ચારે તરફ વિવાદમાં છે ત્યાં વિક્રમ માડમના પ્રચારના ભાષણનો વિડીયો બન્યું ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સોશિયલ મીડિયામાં ચારે તરફ વીડિયોમાં વિક્રમ માડમના શબ્દોએ નવો વિવાદ જગાવ્યો છે. સમગ્ર વાઈરલ વીડિયો ભાણવડ તાલુકાના ઢેબર ગામનો મુસ્લિમ વિસ્તારમાં સભાનો હોવાની ચર્ચા છે.

    સભાને સંબોધતા લવ જેહાદ મુદ્દે ભાષણ આપતા સોસીયલ મીડિયામાં વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. વિક્રમ માડમનો આ વીડિયો વાઇરલ થતા વિવાદ થયો અને બાદમાં તેમણે માફી માગી હતી.



    આ પણ વાંચો :  વડોદરા : વડોદરાનાં સાંસદ મતદાન બુથમાં પ્રવેશતા વિવાદ, video સોશિયલ મીડિયામાં viral

    વિક્રમ માડમે કહ્યું 'ગરીબનો છોકરો વિધર્મી સાથે લગ્ન કરે એટલે વિરોધ કરવાનો સૈફ અલી ખાને (Saif ali khan) કરિના કપૂર (Kareena Kapoor) સાથે લગ્ન ક્યા જાઓને વિરોધ કરોને, લવ જેહાદનો કાયદો છે એ શાના માટે છે. ગરીબનો છોકરો પ્રેમ લગ્ન કરે તો વાંધો લેવાનો.'



    માડમે પોતાના સમાજ વિશે વિવાદિત નિવેદ આપતા કહ્યું હતું કે 'અહીંયા નાગડા ગામ છે,મુસ્લિમનું ગામ છે. મારી આહિરની છોકરીએ જ મુસ્લિમ સાથે લગ્ન કર્યા છે. શું ફક્ત આહિરીની દીકરીએ મુસ્લિમ સાથે લગ્ન કર્યા એટલે વિરોધ કરવાનો. છોકરીને ક્યા લગ્ન કરવા છોકરી નક્કી કરશે' વિક્રમ માડમના આ વીડિયો બાદ સમગ્ર આહિર સમાજ નારાજ થયો હતો અને તેમને ફોન પર માફી માગવા દબાણ કરવામાં આવ્યું હતું.'



    સોશિયસ મીડિયામાં વીડિયો મૂકી માફી માગી

    આ વીડિયો વાઇરલ થયા બાદ વિક્રમ માડમે વીડિયો મૂકીને દિલગીરી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું સમાજનથી મહાન કોઈ હોઇ ન શકે. મેં તો એક પ્રશ્નનો જવાબ આપ્યો હતો. આહિર સમાજ હોય કે હિંદુ સમાજની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું. દેશના કાયદા વિશે જાણકારી આપવામાં આવી હતી એટલે મેં કોઈની લાગણી દુભાવી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું'

    આ પણ વાંચો :  રાજકોટ : કૉંગ્રેસની મહિલા કાર્યકરના ઘરમાંથી ઝડપાયો આલિશાન 'બાર,' ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી

    ઉલ્લેખનીય છે કે પ્રથમ વીડિયો વાયરલ થયા બાદ વિક્રમ માડમને ફોન પર વિવિધ વિસ્તારના પોતાના સમાજના અગ્રણીઓ ફોન કરીને દબાણ કરતા હોવાની માહિતી સામે આવી છે. વિક્રમ માડમને આ સામાજિક દબાણ દ્વારા માફી માગવી જોઈએ તેવું કહેવામાં આવ્યું હતું.જોકે, અંતે તેમણે દિલગીરી વ્યક્ત કરી છે.
    Published by:Jay Mishra
    First published:February 21, 2021, 13:11 pm

    ટૉપ ન્યૂઝ