Home /News /kutchh-saurastra /બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન : ગેરકાયદેસર દબાણો પર ફર્યુ તંત્રનું બુલડોઝર, ઉચ્ચ અધિકારીઓ સહિત વિશાળ પોલીસ કાફલો તૈનાત

બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન : ગેરકાયદેસર દબાણો પર ફર્યુ તંત્રનું બુલડોઝર, ઉચ્ચ અધિકારીઓ સહિત વિશાળ પોલીસ કાફલો તૈનાત

ગેરકાયદેસર દબાણોને ડામી દેવા માટે મેગા ડિમોલીશન

Mega demolition : બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણોને ડામી દેવા માટે મેગા ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એસપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ મેગા ઓપરેશનમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

    દ્વારકા : યાત્રાધામ બેટ દ્વારકામાં હાલ મેગા ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે માટે એક હજારથી વધુ પોલીસકર્મીઓને બેટ દ્વારકામાં તૈનાત કરવામાં આવ્યા છે. વિશાળ પોલીસ કાફલા સાથે બેટદ્વારકામાં ધાર્મિક સ્થળોની આસપાસ આવેલી દુકાનો તથા અન્ય બાંધકામોને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગ રૂપે દરિયા બાલાપર વિસ્તારમાં જેસીબીની મદદથી દબાણો દૂર કરાયા છે.

    આ પણ વાંચો : દ્વારકાને તહેવારો પર મોટી ભેટ, હવે ઓખાથી દિલ્હી જવું બનશે સરળ, જુઓ સંપૂર્ણ સમયપત્રક

    ગેરકાયદેસર દબાણોને ડામી દેવા માટે મેગા ડિમોલીશનની કાર્યવાહી


    સરકારી જમીનો ઉપર ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને ડામી દેવા માટે મેગા ડિમોલીશનની કાર્યવાહી વહેલી સવારથી જ હાથ ધરવામાં આવી હતી. બેટ દ્વારકાના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. બેટ દ્વારકામાં એસપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મેગા ઓપરેશનમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.



    આ પણ વાંચો : દ્વારકા: ઝઘડામાં બે સાળાએ કુહાડીના ઘા મારી કરી બનેવીની હત્યા, મહિલા પણ ઇજાગ્રસ્ત

    એક હજાર પોલીસનો વિશાળ કાફલો ખડકી દેવામાં આવ્યો


    કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુસર દ્વારકા જિલ્લાના એસપી નિતેશ પાંડેય તથા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં તંત્ર દ્વારા ડિમોલીશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક હજાર પોલીસનો વિશાળ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ડ્રોનની મદદથી તમામ વિસ્તારો પર નજર રખાઈ રહી છે. ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી માટે પોલીસ તંત્ર દ્વારા બે ટીમો બનાવવામાં આવી છે. આ ઉપરાંત ડીમોલિશન દરમિયાન શાંતિ વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પણ ખાસ ટીમ બનાવવામાં આવી છે. આ મેગા ઓપરેશન દ્વારા બેટ દ્વારકામાં ધર્મના નામે કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરાશે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Bulldozer Demolition Drive, Devbhoomi Dwarka, Devbhumi dwarka News, Dwarka

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन