devbhoomi dwarka crime news: દેવભૂમિ દ્વારકા જિલ્લાના આથમણા બારા ગામમાં એક માતાએ સાત દિવસની પુત્રી સાથે કૂવામાં (woman jump into well) ઝંપલાવ્યું હતું.
મુકુંદ મોકરિયા, દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતમાં (Gujarati) પરિણીતાઓ કોઈના કોઈ કારણોસર આત્મહત્યા (Gujarat suicide case) કરીને પોતાની જિંદગી ટૂંકાવતા હોવાની અનેક ઘટનાઓ છાસવારે બનતી રહે છે. આવી જ એક કરુણ ઘટના દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi dwarka) બની હતી. અહી દેવભૂમિ દ્વારકા જિલ્લાના આથમણા બારા ગામમાં એક માતાએ સાત દિવસની પુત્રી સાથે કૂવામાં (woman jump into well) ઝંપલાવ્યું હતું. ઘટના અંગે પોલીસને (police) જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે દેવભૂમિ દ્વારકાના (Devbhoomi dwarka) આથમણા બારા ગામમાં જાડેજા પરિવાર રહે છે. તેમના ઘરે આશરે સાત દિવસ પહેલા પુત્રીનો જન્મ થયો હતો. જોકે, પરિણીતા પ્રફુલાબા જાડેજા નામની મહિલાએ આજે કોઈ અગમ્ય કારણોસર કૂવામાં ઝંપલાવ્યું હતું. અને મોતને વ્હાલું કર્યું હતું.
જોકે, માતાએ પુત્રી સાથે કૂવામાં કૂદવાની જાણ થતાં લોકોએ પોલીસને જાણ કરી હતી. અને ઘટનાના જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી. અને માતા-પુત્રીના મૃતદેહને બહાર કાઢ્યા હતા.
પોલીસે માતા-પુત્રીના મૃતદેહોને પી.એમ. અર્થે ખંભાળિયા સરકારી હોસ્પિટલ ખસેડ્યા બાદ પેનલ પીએમ માટે જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળાં પણ એકઠાં થયા હતા. માતાની પુત્રી સાથેની આત્મહત્યાના કારણ અંગે કોઈ જાણકારી મળી નથી.
રાજકોટમાં આધેડે ગોળી મારી કરી આત્મહત્યા ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પણ એક આધેડે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક વિસ્તારના શિવ સાગર એપાર્ટમેન્ટમાં 51 વર્ષીય પરેશભાઈ જોશી નામના પ્રોઢે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવીને લાશનો કબ્જો લઈને આગળની કાર્યવાહી હાથધરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર