Home /News /kutchh-saurastra /દેવભૂમિ દ્વારકાઃ સુરજકરાડી ખાતે લાલાભા માણેકની કરપીણ હત્યા, ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો

દેવભૂમિ દ્વારકાઃ સુરજકરાડી ખાતે લાલાભા માણેકની કરપીણ હત્યા, ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો

મૃતકની તસવીર

લાલાભા માણેક ચાની હોટલ ખાતે ચા પીતો હતો ત્યારે ભીમાભા અમરસંગ જગતિયા, ભુપતભા આધાભા માણેક, વિજય કાળુભા સુમણી નામના  શખ્સો તિક્ષણ હથિયારો સાથે ધસી આવ્યા હતા. અને લાલાભા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.

    મુકુંદ મોકરિયા,  દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા (Devbhumi dwarka) જિલ્લાના ઓખામંડળમાં સુરજકરાડી (surajkaradi) ખાતે સાંજના સમયે એક રીક્ષા ચાલક યુવાન સામે બોલાચાલીનો ખાર રાખી ત્રણ શખ્સો દ્વારા હથિયારો વડે (Attack) જીવલેણ હુમલો કરી હત્યા નીપજાવવાના બનાવે ભારે ચકચાર મચાવી છે.

    આ હત્યા પ્રકરણની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા તાલુકાના મીઠાપુર વિસ્તારમાં રહેતા રીક્ષા ડ્રાઇવિંગ કરતા લાલાભા આલાભા માણેક નામના આશરે 35 વર્ષીય યુવાનને થોડા સમય પૂર્વે તેઓના ઘરની દિવાલ પાસે બેસવા બાબતે આ વિસ્તારમાં રહેતા કેટલાક શખ્સો સાથે બોલાચાલી થઇ હતી.

    જે બાબતે તારીખ-26-5- 2021 ના બુધવારે સાંજના સમયે લાલાભા માણેક સુરજકરાડી વિસ્તારમાં આવેલી એક ચાની હોટલ ખાતે ચા પીતો હતો ત્યારે આ સ્થળે સુરજકરાડીના રહીશ પપ્પુભા ઉર્ફે રાહુલ ઉર્ફે સુનિલ ઉર્ફે ભીમાભા અમરસંગ જગતિયા હમુસર ગામના રહીશ ભુપતભા આધાભા માણેક અને ગોરીંજા ગામના રહીશ વિજય કાળુભા સુમણી નામના  શખ્સો તિક્ષણ હથિયારો સાથે ધસી આવ્યા હતા.

    આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ યુવકની હત્યા કેસમાં નયન, ઉમંગ, મુકેશ રબારી સહિત 14 લોકોને આજીવન કેદની સજા, શું હતી આખી ઘટના?

    આ પણ વાંચોઃ-સુરતઃ પોતાના વિદાય સમારંભમાં 100થી વધુ લોકોને ભેગા કરવું PIને ભારે પડ્યું, પોલીસ કમિશ્નરે કર્યા સસ્પેન્ડ

    આ પણ વાંચોઃ-ગોધરાઃ પતિની ધોલાઈનો live video, કાલોલ બસ સ્ટેન્ડ પર પત્ની અને સાસુએ લફરાબાજ પતિન ધોઈ નાંખ્યો

    આ પણ વાંચોઃ-દાહોદઃ 'તું બીજે લગ્ન કરી લે.. મરવું હોય તો મારી જા', પરિણીત યુવકે લગ્નની ના પાડતા યુવતીએ કરી આત્મહત્યા

    જીવલેણ હથિયારો સાથે ધસી આવેલા ત્રણેય આરોપીઓ જૂની બાબતનો ખાર રાખી લાલાભા માણેકની પાછળ ઘાતક હુમલો કર્યો હતો આરોપીઓ દ્વારા લાલાભાના માથાના ભાગે ગાલના ભાગે તથા કાન નીચે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ગંભીર રીતે લોહી લુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ  પડી ગયા હતા.  આ જીવલેણ હુમલા થી ગંભીર રીતે ઇજા ઓ ના કારણે તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું હત્યા.
    " isDesktop="true" id="1100292" >



    નિપજાવી આરોપીઓ હથિયારો સાથે ફરાર થઈ ગયા હતા બનાવને પગલે ડીવાયએસપી હીરેન્દ્ર ચૌધરી તથા સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા આ પ્રકારના અનુસંધાને મીઠાપુર પોલીસ મૃતકના મોટાભાઈને દેવુભા આલા ભા માણેકની ફરિયાદ પરથી ત્રણેય શખસો સામે આઇ.પી. સી. કલમ 302,114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Crime news, Devbhumi dwarka, Murder case, ગુજરાત