Home /News /kutchh-saurastra /Krishna Janmotsav: આજની રાત્રીનું હોય છે ખાસ મહત્ત્વ, જાણો જગત મંદિર દ્વારકાનો સંપૂર્ણ કાર્યક્રમ

Krishna Janmotsav: આજની રાત્રીનું હોય છે ખાસ મહત્ત્વ, જાણો જગત મંદિર દ્વારકાનો સંપૂર્ણ કાર્યક્રમ

ભગવાનના જન્મોત્સવ બાદ રાત્રીના અઢી વાગ્યા સુધી ભક્તો માટે મંદિર ના દરવાજા ખુલા રહેશે.

Krishna Janmashtami 2022 in Dwarka: ભગવાનના જન્મોત્સવ બાદ રાત્રીના અઢી વાગ્યા સુધી ભક્તો માટે મંદિર ના દરવાજા ખુલા રહેશે. ત્યારબાદ નવમીના દિવસે સવારે મંગળા આરતી અને ત્યારબાદ 10 વાગ્યા સુધી ભક્તો ભગવાનના દર્શન કરી શકશે.

રાજકોટ: આજે શ્રાવણ વદ અષ્ટમી (Shravan vad ashtami 2022) એટલે કે, જન્માષ્ટમીનો (Janmashtami) પવિત્ર અને પાવન દિવસ. આજે જ્યારે જગત મંદિર દ્વારકા (Dwarka) સહિત વિશ્વભરમાં કૃષ્ણ જન્મોત્સવની (Krishna Janmotsav) ઉજવણી થઈ રહી છે. ત્યારે જગત મંદિર દ્વારિકામાં આજરોજ ક્યા પ્રકારનું પૂજન તેમજ ઉત્સવનો ક્રમ રહેશે તે પણ જાણવું જરૂરી છે.

વર્ષમાં બે વખત ભગવાનને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવે છે


ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જગત મંદિર દ્વારકાના પુજારી પરિવારના હેમલભાઈ પ્રવિણચંદ્ર ઠાકરે જણાવ્યું છે કે, વર્ષમાં બે વખત ભગવાનને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવે છે. જયેષ્ઠાભિષેક વખતે ભગવાનને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવે છે. જ્યારે કે, બીજી વખતે કૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત શ્રાવણ વદ અષ્ટમીના દિવસે ભગવાનને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવે છે. આમ, વર્ષમાં બે વખત ભક્તજનો ભગવાનના શ્રી અંગના દર્શન કરી શકે છે.

કૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત વહેલી સવારે મંગળા આરતી થશે. ત્યારબાદ 8 વાગ્યા બાદ ભગવાનને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવશે. ત્યારબાદ નિત્યક્રમ મુજબ 10:30 વાગ્યા બાદ શૃંગાર આરતી 12 વાગ્યે રાજભોગ ભગવાનને ધરાવવામાં આવશે. તેમજ મંદિરના નિત્યક્રમ મુજબ બપોરે 1 થી 4:00 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. પાંચ વાગ્યે ઉથાપનના દર્શન તેમજ સાંજે 7:30 વાગ્યે સંધ્યા આરતી કરવામાં આવશે. નિત્યક્રમ મુજબ 8:30 વાગ્યે શયન તેમજ ત્યારબાદ બંધ પડે ભગવાનને સ્નાન તેમજ શૃંગાર કરવામાં આવશે. રાત્રિના બાર વાગ્યે ઉત્સવ આરતી તેમજ પૂજારી પરિવાર દ્વારા નંદોત્સવનો ભાવ પ્રગટ કરવામાં આવશે.

19 ઓગસ્ટે જ ઉજવાશે જન્માષ્ટમી, જાણો શું કહે છે પંચાંગ

દુમાલા મુકુટ


ભગવાનના જન્મોત્સવ બાદ રાત્રીના અઢી વાગ્યા સુધી ભક્તો માટે મંદિર ના દરવાજા ખુલા રહેશે. ત્યારબાદ નવમીના દિવસે સવારે મંગળા આરતી અને ત્યારબાદ 10 વાગ્યા સુધી ભક્તો ભગવાનના દર્શન કરી શકશે. દસ વાગ્યા બાદ ભગવાનના દર્શન બંધ થશે ને ત્યારબાદ નવમીના દિવસે સાંજે પાંચ વાગ્ય સ્નાન બાદ ભક્તો પોતાના ભગવાન દ્વારિકાધીશના દર્શન કરી શકશે. કૃષ્ણ જન્મોત્સવ વખતે ભગવાને જે વસ્ત્ર ધારણ કર્યા હોય છે એ જ વસ્ત્રોમાં ભક્તો ભગવાન દ્વારિકાધીશના સવારે 10:00 વાગ્યા સુધી દર્શન કરી શકશે. જન્માષ્ટમીના કારણે જગત મંદિર દ્વારિકા ખાતે મોટી માત્રામાં જ્યારે લોકો ઉમટી પડતા હોય છે. ત્યારે દ્વારકાના કેટલાક રહેવાસીઓ રાત્રિના દર્શન ન કરીને શાંતિપૂર્વક બીજે દિવસે એટલે કે નવમીના દિવસે ભગવાનના દર્શન કરતા હોય છે.

કાર્યક્રમનો સમય

ચાર રાત્રિનું મહત્વ હિન્દુ ધર્મમાં ખૂબ બતાવવામાં આવ્યું છે


ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં દ્વારિકાના ગૂગડી બ્રાહ્મણ કપિલભાઈ વાયડાએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મમાં ચાર રાત્રીનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. એક મોહરાત્રી, બીજી મહાશિવરાત્રી, ત્રીજી કાળ રાત્રી એટલે કે કાળી ચૌદસ અને ચોથી શરદપૂર્ણિમા. આ ચારેય રાત્રિનું મહત્વ હિન્દુ સનાતન ધર્મમાં ખૂબ જ બતાવવામાં આવ્યું છે. મોહરાત્રી એટલે કે જન્માષ્ટમી જ્યારે જગતનો નાથ જગત આખાને ઘેલું લગાડવા માટે પૃથ્વી પર મનુષ્ય રૂપે અવતાર ધારણ કરે છે.

નકશી વાળો મોર મુકુટ


કૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત ભગવાનને જે શૃંગાર કરવામાં આવશે તેમાં ભગવાનને કેસરી રંગના ચાકદાર વસ્ત્રો, મોરપંખનો ઘેરાવ ધરાવનાર કુલેહ મુગટ. જે મુગટમાં સૂર્ય અને ચંદ્ર બંનેના પ્રતીક જોવા મળે છે. કૂલેહ મુગટને લઈ એક ભાવના પણ કરવામાં આવે છે કે મુગટ જે દિશામાં ઝૂકેલો હોય છે તેની વિરુદ્ધ દિશામાં વૃષભાનુ નંદની રાધા રાની વિરાજમાન હોઈ છે. તો સાથોસાથ ભગવાનના જે રાજ્ય ચિન્હો છે તેવા સૂર્ય અને ચંદ્ર વાળી પીછવાઈ ભગવાનને ધરાવવામાં આવે છે. કૃષ્ણ જન્મોત્સવ રામ જન્મોત્સવ સહિતના તહેવારો ઉપર ભગવાનને કેસરી વસ્ત્રો પહેરાવવામાં આવે છે. જ્યારે કે એક માત્ર દિવાળીના તહેવાર અંતર્ગત ભગવાનને લાલ વસ્ત્રો પહેરાવવામાં આવે છે.

શિર પેચ મુકુટ


આપણે ત્યાં જે પ્રમાણે તિથિ અને વારની પરંપરા ચાલી આવી રહી છે. તે મુજબ જ ભગવાનને તિથિ અને વાર મુજબ જે તે રંગના વસ્ત્રો પહેરાવવામાં આવે છે.

ભગવાનને અલગ અલગ પ્રકારના મુકુટ ધરાવવામાં આવે છે


ભગવાન દ્વારિકાધીશને દુમાલા મુકુટ ( જેમાં મોર પંખની સાથોસાથ ચંદ્રમાં અને બાસુરી હોય છે), ટીપારા મુકુટ ( જેમાં ત્રણ જુદી જુદી પ્રકારની કલગી હોય છે ), મોર મુકુટ (જેમાં મોર બનેલો હોય છે), ષટ્ગોપ મુકુટ ( ટોપાની સાથે નાની મોટી સુવર્ણની માલા હોય છે) શિર પેચ મુકુટ, નકશી વાળો મોર મુકુટ, ટીપારા મુકુટ કલગી સાથે, મોર મુકુટ કલગી સાથે
Published by:Kaushal Pancholi
First published:

Tags: Dwarka, ગુજરાત, જન્માષ્ટમી, દ્વારકા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन