Home /News /kutchh-saurastra /Krishna Janmashtami 2022: જગત મંદિર દ્વારકાના શિખર ઉપર કેમ 52 ગજની જ ધજા ચઢાવવામાં આવે છે?
Krishna Janmashtami 2022: જગત મંદિર દ્વારકાના શિખર ઉપર કેમ 52 ગજની જ ધજા ચઢાવવામાં આવે છે?
ધ્વજાજી માટે 40 મીટર કપડાની જરૂરિયાત હોય છે
Dwarka Special: ધ્વજાજી માટેનું રંગબેરંગી કપડું ધ્વજાજી ચડાવવા વાળાની ઈચ્છા પર આધાર રાખવામાં આવતું હોય છે. ધ્વજાજીના મધ્ય ભાગમાં ભગવાન દ્વારકાધીશના રાજચિન્હ ચંદ્ર અને સૂર્યને સ્થાન આપવામાં આવે છે.
દ્વારકા : આજે શ્રાવણ વદ આઠમ (Shravan vad Aatham) એટલે કે, જન્માષ્ટમીનો (Janmashtami 2022) પાવન અને પવિત્ર તહેવાર. આજે જ્યારે રાજકોટ સહિત સમગ્ર વિશ્વભરમાં જ્યારે ભગવાન શ્રીકૃષ્ણના (Shree Krushna) જન્મની રાહ જોવાઈ રહી છે. ત્યારે જગત મંદિર દ્વારિકામાં રોજ દિવસમાં પાંચ વખત ધજાજી બદલાવવામાં આવે છે. સામાન્ય રીતે દ્વારકા જતા તેમજ જગત મંદિર દ્વારકાનો ફોટો જોનાર વ્યક્તિ ધ્વજાજીમાં સૂર્ય તેમજ ચંદ્રનું પ્રતીક જોતા હશે. તો સાથે જ એવું પણ કહેવાય છે કે, જગત મંદિર દ્વારિકામાં 52 ગજની ધ્વજા ચડાવવામાં આવે છે. ત્યારે શા માટે બાવન ગજની ધ્વજાનું મહત્વ છે. તેમજ સૂર્ય અને ચંદ્રનું પ્રતિક રાખવાનું કારણ પણ શું છે તે વિશે જાણવું જરૂરી છે.
ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં દ્વારિકાના ગુગડી બ્રાહ્મણ કપિલભાઇ વાયડાએ જણાવ્યું હતું કે, જગત મંદિર દ્વારકાના શિખર ઉપર દિવસમાં પાંચ વખત ધ્વજાજી ચઢાવવામાં આવે છે. ધ્વજાજી માટે લોકો અગાઉથી જ બુકિંગ કરાવી લેતા હોય છે. તેમજ જ્યારે જે તે પરિવારનો વારો આવે ત્યારે હર્ષો ઉલ્લાસ સાથે ભગવાનના શિખર ઉપર ધ્વજાજી ચઢાવતા હોય છે. જગત મંદિર દ્વારકાના શિખર ઉપર જે 52 ગજની ધજા ચઢાવવામાં આવે છે તેના માટે 40 મીટર કપડાની જરૂરિયાત હોય છે.
ધ્વજાજી માટેનું રંગબેરંગી કપડું ધ્વજાજી ચડાવવા વાળાની ઈચ્છા પર આધાર રાખવામાં આવતું હોય છે. ધ્વજાજીના મધ્ય ભાગમાં ભગવાન દ્વારકાધીશના રાજચિન્હ ચંદ્ર અને સૂર્યને સ્થાન આપવામાં આવે છે. થોડા વર્ષો અગાઉ સફેદ રંગની ધજા ચડાવવામાં આવતી હતી. જેના કારણે ગુજરાતના કાઠીયાવાડી લોકો ભગવાન દ્વારિકાધીશ ને પ્રેમથી ધોરી ધજા વાળા કહીને બોલાવતા હતા.
ધ્વજાજી માટે 40 મીટર કપડાની જરૂરિયાત હોય છે. તેમજ જે 52 ગજની ધ્વજા ચડાવવાનું જે મહત્વ છે તેમાં 52 એટલે કે 4 દિશા 9 ગ્રહ 12 રાશિ તેમજ 27 નક્ષત્ર આમ કુલ મળીને 52 અવકાશીય શક્તિઓ તેમજ પ્રતિકાત્મક ઉપસ્થિતી માનીને 52 ગજની ધ્વજા ચઢાવવામાં આવે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર