Home /News /kutchh-saurastra /દેવભૂમિ દ્વારકાઃ દાદાગીરીનો live video,ખંભાળિયામાં છરી બતાવી યુવકને ઢોર માર મારી લૂંટ, હકો અને કૈલો ઝડપાયા

દેવભૂમિ દ્વારકાઃ દાદાગીરીનો live video,ખંભાળિયામાં છરી બતાવી યુવકને ઢોર માર મારી લૂંટ, હકો અને કૈલો ઝડપાયા

પકડાયેલા આરોપીઓ અને ઘટના સ્થળની તસવીર

devbhumi dwarka crime news: ખંભાળિયાના નગરપાલિકાના ઉપપ્રમુખના (Municipality of Khambhaliya Vice President son) પુત્રને ભરબપોરે જાહેર માર્ગ ઉપર અટકાવીને બે માથાભારે લોકો દ્વારા બેફામ મારીમારી અને છરીની અણીએ (beaten with loot) સોનાની કિંમતી ચેનની લૂંટ ચલાવી હતી.

વધુ જુઓ ...
મુકુંદ મોકરિયા, દેવભૂમિ દ્વારકાઃ ગુજરાતમાં (Gujarat news) દાદાગીરી અને મારા મારી સાથે લૂંટની (beaten and loots) અનેક ઘટનાઓ છાસવારે બનતી રહે છે. ત્યારે આવી જ એક ઘટના દેવભૂમિ દ્વારકાના (devbhumi dwarka) ખંભાળિયામાં (khambhaliya) બની હતી. અહીં ભરબપોરે જાહેર માર્ગ ઉપર અટકાવીને બે માથાભારે લોકો દ્વારા બેફામ મારીમારી અને છરીની અણીએ (loot with kinfe) સોનાની કિંમતી ચેનની લૂંટ ચલાવી હતી. આ અંગે પોલીસ ફરિયાદ (police complaint) નોંધાતા પોલીસે આરોપીઓની અટકાય તકરીને આગળની કાર્યવાહી હાથધવામાં આવી હતી.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે દેવભૂમ દ્વારકાના ખંભાળિયાની રામનાથ રહેતા તથા અહીંના જોધપુર ગેઈટ ચોકમાં દુકાન ધરાવતા અને નગરપાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરાના 21 વર્ષીય પુત્ર રાહુલ રમેશભાઈ રાયચુરા શનિવારે બપોરે તેમના એક્ટિવા લઈને અહીંના નવા નાકા વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા.

ત્યારે આ સ્થળે રહેલા અકબર ઉર્ફ હકો અલીભાઈ બ્લોચ અને બાવાજી કૈલાસનાથ ઉર્ફે કૈલો ખીમનાથ કંઠરાય નામના બે શખ્સોએ રાહુલને અટકાવી અને કહ્યુ કે, અમારે તારી સાથે ઝગડો કરવો છે. જોકે, રાહુલે કહ્યુ કે- હું વેપારીનો પુત્ર છું અને ઝગડો કરવો મારું કામ નથી.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પત્નીના લફરાંથી કંટાળી પતિ છરી લઈને તૂટી પડ્યો, છરી તૂટી ત્યાં સુધી મારતો રહ્યો ઘા, છતાં ન ધરાયો તો સાફા વડે ટૂંપો આપ્યો

જેથી ઉશ્કેરાયેલા આ બંને શખ્સોએ કોઈપણ જાતના કારણ વગર રાહુલને બેફામ અપશબ્દો બોલી અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યાં હતા. આરોપી શખ્સોએ રાહુલને પછાડ્યો હતો. તેમજ બે શખ્સો પૈકી અકબર નામના શખ્સે પોતાની પાસે રહેલી છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પકડાયેલા આરોપીઓની તસવીર


અને રાહુલે ગળામાં પહેરેલો આશરે રૂપિયા એક લાખની કિંમતનો સવા ત્રણ તોલાનો ચેન ઝુંટવી લીધો હતો. આ બબાલ સર્જાતા આસપાસના દુકાનદારો અને રહીશો એકત્ર થઇ ગયા હતા અને રાહુલને છોડાવ્યો હતો.બાદમાં આરોપી શખ્સો સોનાનો ચેન લઈને આ સ્થળેથી નાસી ગયા હતા. આ બનાવ આ અંગે ખંભાળિયા પોલીસે બંને શખ્સો સામે આઇપીસી કલમ 379 (બી), 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-ગોંડલઃ પ્રેમ લગ્નના ત્રણ માસમાં પરિણીતાનો આપઘાત, રાજી ખુશીથી સાસરે વળાવેલી પુત્રીનું મરેલું મોં જોઈ માતાનો કલ્પાંત

વેપારી પુત્રને કોઈપણ પ્રકારના કારણ વગર અટકાવી અને જાહેરમાં સોનાનો ચેન ઝુંટવી લેવાના આ બનાવના શહેરભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. જે સંદર્ભે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી, રિમાન્ડ સહિતની ધોરણસર કાર્યવાહી કરી છે.
First published:

Tags: Crime news, Devbhumi dwarka, Gujarati News News, Latest viral video

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો