Home /News /kutchh-saurastra /Dwarka News: ગામડિયા શણગાર સાથે વરરાજાએ બળદગાડામાં આખા ગામની પરિક્રમા કરી, જુઓ વીડિયો

Dwarka News: ગામડિયા શણગાર સાથે વરરાજાએ બળદગાડામાં આખા ગામની પરિક્રમા કરી, જુઓ વીડિયો

X
કાનપર

કાનપર શેરડી ગામે અનોખા લગ્ન યોજાયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામે લગ્ન પ્રસંગમાં આપણી જૂની અને ઉજળી સંસ્કૃતિની ઝાંખી થઈ હતી.

    Kishor chudasama, Jamnagar:  દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામે લગ્ન પ્રસંગમાં આપણી જૂની અને ઉજળી સંસ્કૃતિની ઝાંખી થઈ હતી. જોગલ પરિવારના આંગગે શુભ લગ્નના ઢોલ ઢબુકયા હતા. આ દરમિયાન લગ્ન પ્રસંગમાં મોંઘીડાટ કાર નહિ પરંતુ બળદગાડાને જૂની સંસ્કૃતિ મુજબ શણગારી ગામની પરિક્રમાં કરવામાં આવી હતી. આ દરમિયાન માતાઓ દ્વારા વર્ષો જુના લગ્નગીત પણ ગાવામાં આવ્યા હતા.

    જોગલ પરિવારના આંગણે યોજાયા હતા લગ્ન

    કાનપર શેરડી ગામના નારણભાઈ દેશૂરભાઈ જોગલના પુત્ર હિતેશભાઈનો લગ્નોત્સવ ઉજવાયો હતો. આ પરિવારે સંસ્કૃતિને સવાઇ કરી હતી. જેમા પરંપરાવત સંસ્કૃતિના દર્શન થયા હતા. હાથી, ઘોડા, કે કારને બદલે ખેડૂતોને વ્હાલા એવા બળદગાડામા વરરાજાએ આખા ગામની પરિક્રમા કરી હતી. એક, બે નહિ પરંતુ દશેક બળદગાડા સાથે નીકળેલ ફુલેકમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.



    આ તકે એક બાજુ ધોરીળા(બળદ)ના ઘૂઘરાના રણકાર અને બીજી બાજુ વડીલ માતાઓના સંસ્કૃતિસભર અને ખાનદાનીના લગ્નગીતથી લગ્નોત્સવ યાદગાર બન્યો હતો. જેને નિહાળવા પણ લોકો ઉમટી પડ્યા હતા.


    કલ્યાણપુર પંથકમાં વિસરાયેલી સંસ્કૃતિના દર્શન

    ઉલ્લેખનીય છે કે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં અવારનવાર વિસરાયેલી સંસ્કૃતિના દર્શન થતા હોય છે ત્યારે આજે ફરી અનોખો અને અદ્દભૂત લગ્નોત્સવ યોજાતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા.
    First published:

    Tags: Dwarka, Local 18, Wedding

    विज्ञापन