Home /News /kutchh-saurastra /Dwarka News: આપણા દ્વારકામાં યોજાઇ અનોખી શઢવાળી હોડી સ્પર્ધા, જાણો કોણ પ્રથમ આવ્યું!

Dwarka News: આપણા દ્વારકામાં યોજાઇ અનોખી શઢવાળી હોડી સ્પર્ધા, જાણો કોણ પ્રથમ આવ્યું!

દ્વારકામાં યોજાઇ હોડી સ્પર્ધા

દ્વારકા જિલ્લામાં આનોખી સ્પર્ધા યોજાઈ હતી. બેટ દ્વારકાના દરિયામાં યોજાયેલી હોડી સ્પર્ધામા 53 જેટલી શઢવાળી હોડીઓએ ભાગ લીધો હતો.

  Kishor chudasama, jamnagar: દ્વારકા જિલ્લામાં આનોખી સ્પર્ધા યોજાઈ હતી. બેટ દ્વારકાના દરિયામાં યોજાયેલી હોડી સ્પર્ધામા 53 જેટલી શઢવાળી હોડીઓએ ભાગ લીધો હતો.સામાજિક રાજકીય આગેવાનોની હાજરીમાં યોજાયેલ આ સ્પર્ધા વિજેતા ખલાસીઓનું ઇનામ વિતરણ કરી બહુમાન પણ કરવામાં આવ્યું હતું.

  ૫૩ જેટલી હોડી સ્પર્ધામાં જોડાઇ

  નિયામક યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા સંચાલિત હરિઓમ આશ્રમ નડિયાદ પ્રેરિત ૪૨મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા યોજાઈ હતી.સમુદ્ર હોડી સ્પર્ધામાં ૫૩ જેટલી હોડી સ્પર્ધામાં જોડાઇ હતી. જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા અને દરિયામાં દોટ મુકતી હોડીઓને લઈને સોમાંચક દ્રશ્યો સર્જાયા હતા.  ઉલ્લેખનીય છે કે સાગરકાંઠાના યુવાનોની સાહસિક પ્રવૃત્તિઓ માટે પ્રતિવર્ષ મહાજન સ્મારક સમૂદ્ર હોડી સ્પર્ધા યોજાય છે. જેના ભાગરૂપે આ આયોજન કરાયું હતું. સવારે ૭ થી ૪ દરમિયાન ઓખા બંદરેથી આ સ્પર્ધા યોજાઈ હતી. ત્યારબાદ ૪ વાગ્યે દામજી જેટી ઓખામાં ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

  હુસેની જીગર નામની હોડીએ મેળવ્યો પહેલો નંબર

  જેમાં પ્રથમ નંબરે હોડી નંબર 36 હુસેની જીગર નામની હોડીના ખલાસી સુલતાન સલીમનો નંબર આવ્યો હતો જ્યારે બીજા નંબરે ચાવડા મંગા ઉમરની હોડી સયીદે હુસેનનો નંબર આવ્યો હતો. એજ રીત ત્રીજા સ્થાન પર બંદરી અયુબ અભૂની દરિયા દોલત હોડીનો નંબર આવ્યો હતો.
  First published:

  Tags: Local 18, ગુજરાત

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો