સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા અનેક ગામોને એલર્ટ કરાયા

News18 Gujarati
Updated: September 29, 2019, 8:04 PM IST
સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા અનેક ગામોને એલર્ટ કરાયા
મંદિરના પટાંગણ સુધી પાણી ભરાયા

ભારે વરસાદના પગલે ગીર સોમનાથ જિલ્લાના ગીરના જંગલ અને તાલાળામાં વરસાદને લઇને હિરમ ડેમના પાંચ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ ચોમાસું (Monsoon) પોતાના અંતિમ તબક્કામાં છે છતાં પણ વરસાદે (Rain) પોતાનું જોર ચાલું રાખ્યું છે. રાજ્યભરમાં નવરાત્રીનો (Navratri)પ્રારંભ થયો છે પરંતુ વરાસદ બંધ થવાનું નામ નથી લઇ રહ્યો છે. રાજ્યમાં ઠેકઠેકાણે ભારે વરાસદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જાનગર અને જૂનાગઢ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે.

દેવભૂમિ દ્વારકાના ભાનવડમાં છેલ્લા બે કલાકમાં બે ઇંચ અને સવારે છથી સાંજના છ સુધી આશરે આઠ ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે કલ્યાનપુરમાં છ ઇંચ, ખંભાલિયામાં છ ઇંચ, લોધિકામાં સવા ચાર ઇંચ વરસાર ખાબક્યો હતો. જેના પગલે સમગ્ર પંથકમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદના પગલે ત્રણ જિલ્લાઓમાં જ્યાં વધારે વરસાદ પડી રડ્યો છે ત્યાં આવતી કાલે શાળાઓ બંધ રાખવાની તંત્ર દ્વારા ફરજ પડી છે.

ભારે વરસાદની તસવીર


સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે આવેલા આંકડા પ્રમાણે સૌરાષ્ટ્રના જામકંડોરામાં 104 MM, માણાવદરમાં 97 MM, ટંકારામાં 97 MM, જોડિયા 94 MM વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જામનગરમાં 92 MM, લાલપુરમાં 84 MM, કેસોદમાં 76 MM, વિસાવદર, મલિયામાં 64 MM અને વંથલી 59 MM વરસાદ નોંધાયો હતો. જ્યારે કચ્છના ગાંધીધામમાં 95 MM, અંજારમાં 85 MM અને મુન્દ્રામાં 67 MM વરસાદ પડ્યો હતો.

ભારે વરસાદની તસવીર


ભારે વરસાદના પગલે ગીર સોમનાથ જિલ્લાના ગીરના જંગલ અને તાલાળામાં વરસાદને લઇને હિરમ ડેમના પાંચ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અનેક ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વેણું ડેમના 12 દરવાજા 8 ફૂટ ખોલવામાં આવ્યા છે. સીદસર મંદિર પાસે વેણુ નદીનું પાણી પહોંચી ગયા છે. ઇતિહાસમાં પહેલીવાર સીદસર મંદિરના પટાંગણ સુધી પાણી પહોંચ્યું છે. જામજોધપુર અને ઉપલેટા તાલુકાના અનેક ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. વરજાગજારીયા, નાગવદર, લીલાખા, ઇસરા, ગણોદ, મજેઠી અને ટાઢા ગામને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશ સક્રિય, આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નવરાત્રીના પ્રારંભે ચોમાસું જામ્યું હોય તેવો મેઘાવી માહોલ છવાયો છે. છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદના કારણે રાજ્યમાં ઠેકઠેકાણે નવરાત્રીના આયોજનો ધોવાઈ ગયા છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં પ્રથમ બે નોરતાં દરમિયાન ગરબાના આયોજન રદ થયા છે તેવામાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

કચ્છ ઉપર વેલ માર્ક લો પ્રેશર એરિયા બન્યુ છે.અને પૂર્વ ઉતર પૂર્વ તરફ આગળ વધીને 24 કલાકમાં ડિપ્રેશનમા પરિવર્તિત થશે.જોકે આ સિસ્ટમ સક્રિય હોવાના કારણે આગામી 3 દિવસભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.સાથે સાથે દરિયામા પવનની ગતી તેજ બનવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી ત્યારે પાટણ, રાજકોટ, પોરબંદર, મોરબી, દ્વારકા, બનાસકાંઠા, મહેસાણા, જામનગર, જુનાગઢ, કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડશે.
First published: September 29, 2019
વધુ વાંચો
अगली ख़बर