Home /News /kutchh-saurastra /કોંગ્રેસ ચિંતન શિબિરઃ પહેલા દિવસે શું થયું અને કોણે શું નિવેદન આપ્યું અહીં જાણો સપૂર્ણ વિગત
કોંગ્રેસ ચિંતન શિબિરઃ પહેલા દિવસે શું થયું અને કોણે શું નિવેદન આપ્યું અહીં જાણો સપૂર્ણ વિગત
દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિરનો પ્રારંભ
Congress Chintan shibir news: શિબિરના પ્રથમ દિવસે ગૃપ મિટીંગ કરી 9 મુદ્દાઓ પર ચર્ચા કરી (congress leader and workers) નેતાઓ અને કાર્યકર્તા પાસેથી અભિપ્રાય માંગવાનાં આવ્યા હતા.
દ્વારકાઃ દ્વારકા ખાતે ત્રિ દિવસીય કોંગ્રેસની ચિંતિન શિબિરનું (Congress chintan shibir) આયોજન કરાયું હતું. શિબિરના પ્રથમ દિવસે દ્વારકાધીશના દર્શન (Dwarkadhish darshan) કરી શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. શિબિરના પ્રથમ દિવસે ગૃપ મિટીંગ કરી 9 મુદ્દાઓ પર ચર્ચા કરી (congress leader and workers) નેતાઓ અને કાર્યકર્તા પાસેથી અભિપ્રાય માંગવાનાં આવ્યા હતા. અહીં અપાયેલા અભિપ્રાય બાદ એક વિઝન ડોક્યુમેન્ટ (Vision Document) તૈયાર કરાશે. વિધાનસભા ફ્લોરથી લઇ રસ્તાઓ સુધી એક સરખા મુદ્દે આંદોલન થશે
રઘુ શર્માનું ચિંતન શિબિરમાં સંબોધન કોંગ્રેસના પ્રદેશ સંગઠન પ્રભારી ડો. રઘુ શર્માનું દ્વારકા ચિંતન શિબિરમાં સંબોધન કરતા કહ્યું હતું કે અહીં બેઠા તેમાથી જ એક 2022 ચૂંટણીના પરિણામ બાદ મુખ્યમંત્રી અને મંત્રી હશે. સાંપ્રદાયિક તાકતો સામે લડવું હોય તો માત્ર કોંગ્રેસ છે અન્ય કોઈ એવી પાર્ટી નથી. દેશના વડાપ્રધાન નેહરુએ જે 12 વર્ષ અંગ્રેજો સામેની લડાઈમાં જેલમાં ગયા એમના વિષે જેમ તેમ બોલીને ભારતીય જનતા પાર્ટી પાપ કરી રહી છે, સાંપ્રદાયિક વિચારો સાથે ભાજપ પાર્ટીનો ઉદય થયો છે. ભારતમાં દરેક ભાષા અને જાતિના લોકો વસે છે.. પ્રધાનમંત્રી પદ પર રહીને ઇન્દિરા ગાંધી શાહિદ થયા છે.
કોંગ્રેસ પ્રભાર ડો. રઘુ શર્મા
અહીંયા ચર્ચામાં આવનારા 18 જેટલા મુદ્દાઓ પાર્ટીનું વિઝન નક્કી કરશે. ભાજપ ઇવેન્ટ મેનેજમેન્ટ કરતી પાર્ટી છે, જગદીશ ઠાકોર પ્રમુખ બન્યા ત્યારે પણ કોઈને જોડ્યા હતા. જેટલા લોકોને લઈ જવા હોય એમને લઈ જાવો, કોંગ્રેસ મુક્ત ભારતની વાત પીએમ મોદી કરતા હતા, આજે સ્થિતિ કઇક અલગ છે.
પ્રદેશ પ્રમુક જગદીશ ઠાકરોનું કાર્યકર્તાઓને સંબોધન ચિંતન શિબિરમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું કાર્યકર્તાને સંબોધન કરતા કહ્યું હતુ કે જેમની સામે લડાઈ લડવાની છે તે સાચા માણસો નથી, કાવતરા ખોર છે. ભાજપનો સામનો કરવાની તાકાત દ્વારકાધીશ આપે તેવી પ્રાર્થના કરી છે. સત્ય-અસત્ય, ધર્મ-અધર્મ ની લડાઈમાં સંખ્યા મહત્વની નથી. મહાભારત અને રામાયણમાં જ જોઈલો, કંસ-કૃષ્ણ નું યુદ્ધ જોઈલો. તમામમાં સંખ્યા નહિ પણ વિચાર અને વિચારધારા મહત્વની છે.
દ્વારકારમાં ચિંતન શિબિર
1885 પછી કેટલાય તડકા અને છાયડા કોંગ્રેસમાં આવ્યા છે. મીડિયામાં આવતી નાની-મોટી વાતો ને અવગણો. નિરાશા અને માયુશી કોંગ્રેસના વિચારમાં ના હોય.. દ્વારકા ની ભૂમિ પરથી નક્કી કરો કે અંગ્રેજો સામે આપણે ઝુક્યા નથી તો ભાજપ શુ ચીજ છે !!કોંગ્રેસ 5-10 લોકોથી ચાલતી પાર્ટી નથી, કરોડો કાર્યકર્તાઓથી બનેલી પાર્ટી છે, દુનિયાની કોઈપણ તાકાત રૂપિયાથી કે દબાણથી ખરીદી કે દબાવી નહિ શકે.
દ્વારકા ડીકલેરેશનમાં છેલ્લા દિવસે કોંગ્રેસ પાર્ટી અલગ અલગ મુદ્દાઓ સાથે એક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરશે.. વિઝન ડોક્યુમેન્ટમાં ગુજરાતની સાંપ્રત પરિસ્થિતિને લઈને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ એકમત થઈને નિર્ણય લેશે.
રાઉન્ડ ટેબલ ઉપર ચર્ચા કરતા નેતાઓ
મેદાની સ્તર પર પાર્ટી ક્યા મુદ્દાઓ આધારિત રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે, અને વિધાનસભા તેમજ જનતાની વચ્ચે જશે.. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશની ધરતી ઉપર સત્યાગ્રહ છાવણીના ડોમમાં કોંગ્રેસીઓ એક નવી જ કોંગ્રેસ પાર્ટી 2022 માં ધરાતલ ઉપર ચૂંટણી મંડાણ કરશે.. પરિવર્તનનું પહેલું પગથિયુંની તર્જને ધ્યાને લઈને પાર્ટીના શીર્ષસ્થ નેતાઓ 2022 અને 2024 નો મુસદ્દો તૈયાર કરી રહ્યા છે. સામાન્ય જન માનસને અસર કરતાં મુદ્દાઓ જેમાં સૌપ્રથમ મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, શહેરી સમસ્યાઓ, ખેડૂતોની સ્થિતિ, અર્થવ્યવસ્થા, આરોગ્ય સેવા, કોરોના ગેર વહીવટ, કાયદો અને વ્યવસ્થા, બેફામ ભ્રષ્ટાચારને કેન્દ્ર સ્થાને રાખવામાં આવશે.. આટલું જ નહીં સત્યાગ્રહ છાવણીના આ ડોમમાં તૈયાર થનારો એકમત કોંગ્રેસ પાર્ટીનો આવનારી વિધાનસભા ચૂંટણીનો મેનિફેસ્ટો હશે.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર