Home /News /kutchh-saurastra /દ્વારકાનું Eco friendly police station, બિનઉપયોગી વસ્તુઓમાં ઉગાડ્યા અનેક છોડ, પક્ષીઓ માટે બનાવ્યા માળા

દ્વારકાનું Eco friendly police station, બિનઉપયોગી વસ્તુઓમાં ઉગાડ્યા અનેક છોડ, પક્ષીઓ માટે બનાવ્યા માળા

Dwarka news: વાહનોના વેસ્ટેજ ટાયરોમાં માટી ભરી શરૂઆત કરી અને ત્યાર બાદનો વેસ્ટ ટાયરો, તૂટેલા પાઇપ, તૂટેલા બિન ઉપયોગી બેરલ તમામનો ઉપયોગ કરી અહીં અનેક વૃક્ષો ઉગાડ્યા અને તમામ ઉછરી પણ ગયા.

Dwarka news: વાહનોના વેસ્ટેજ ટાયરોમાં માટી ભરી શરૂઆત કરી અને ત્યાર બાદનો વેસ્ટ ટાયરો, તૂટેલા પાઇપ, તૂટેલા બિન ઉપયોગી બેરલ તમામનો ઉપયોગ કરી અહીં અનેક વૃક્ષો ઉગાડ્યા અને તમામ ઉછરી પણ ગયા.

    મુકુંદ મોકરિયા, દેવભૂમિ દ્વારકા:  Dwarka news: પોલીસ સ્ટેશનની વાત આવે ત્યારે આપણી સામે એક ડરમાંણું ચિત્ર જ દેખાતું હોઈ છે. પરંતુ તે વાતથી તદ્દન વિપરીત ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનની વાત આજે આપણે કરવા જઈ રહ્યા છે.  આ વાત તમામ પોલીસ સ્ટેશનથી અલગ જ છે. આપણે ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન (Eco friendly police station), દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટરમાં આર.પી.આઇની કચેરીની વાત કરીશું.

    પોલીસ ઇન્સ્પેક્ટર આશા વદર પર્યાવરણ પ્રેમી છે

    ખંભાળીયા આર.પી.આઇ.પોલીસ કચેરીનું કામ જોઈએ તો, જિલ્લાના તમામ પોલિસ સ્ટાફને વેપન પુરા પાડવાનું કે જરૂરી તમામ વસ્તુઓ બેરીકેટ, કાર્ટીઝ, વાહનોના હથિયારો સહિતની તમામ વસ્તુઓ અહીંથી સપ્લાય થતી હોય છે. અહીં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર આશા વદર પર્યાવરણ પ્રેમી છે. તેમને વિચાર આવ્યો કે, કચેરીની બહાર વૃક્ષ વાવવાનો, પરંતુ પથરાળ જમીન હોઈ તે શક્ય ન હતું એટલે તેમણે વાહનોના વેસ્ટેજ ટાયરોમાં માટી ભરી શરૂઆત કરી અને ત્યાર બાદનો વેસ્ટ ટાયરો, તૂટેલા પાઇપ, તૂટેલા બિન ઉપયોગી બેરલ તમામનો ઉપયોગ કરી અહીં અનેક વૃક્ષો ઉગાડ્યા અને તમામ ઉછરી પણ ગયા.

    પક્ષીઓ માટે માળા પણ બનાવ્યા

    ત્યારે તેમને વિચાર આવ્યો કે, પક્ષી વગરના વૃક્ષો શું કામના એટલે તેમણે વેપનના ખાલી બોક્સ તેમજ બિન ઉપયોગી લાકડાનો ઉપયોગ કરી 100 જેટલા માળાઓ એક દીવાલ પર લગાવ્યા. જ્યાં હાલ 300થી વધુ પક્ષીઓ વસવાટ કરે છે એટલું જ નહીં બેસવા માટેની ખુરશી પણ વેસ્ટ ટાયરમાંથી બની છે. તો કોફી ટેબલ પણ અહીં વેસ્ટ ટાયર માંથી જ બનાવેલ છે.



    જેના કારણે, સમગ્ર આર.પી.આઇ.પોલીસ કચેરીનું વાતાવરણ ખુબજ શુદ્ધ અને પક્ષીઓના કલકલાટ સાથે આહલાદક લાગે છે. આટલું ખુબજ સરસ પોલીસ સ્ટેશન બનાવવા માટે કોઈ કારીગરને બોલાવવામાં નથી આવ્યા આ તમામ કામગીરી દ્વારકા પોલીસના જવાનો એ કરી છે. એટલે જ કહી શકાય કે, એક એવું પોલીસ સ્ટેશન છે જે તમામ પોલીસ સ્ટેશનથી અલગ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Dwarka, Eco Friendly, Gujarat police, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन