દ્વારકા : ગુજરાતમાં (Gujarat Travel) અનેક એવી સુંદર જગ્યાઓ છે જેની આસપાસના લોકોને જ ખબર હોય છે. આજે આપણે આવી જ એક સુંદર જગ્યાની વાત કરીશું. આશરે પાંચ હજાર વર્ષ પહેલાં, અરબી સમુદ્રમાં એક શિવલિંગ (shivling in Gujarat ) પ્રગટ થયું હતું. આજે તે શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર (Bhadkeshwar Mahadev mandir) તરીકે જાણીતું છે. જૂન / જુલાઇ મહિનામાં મહાસાગર પોતે શિવલિંગને અભિષેક કરતા હોય તેવો નજારો જોવા મળે છે. વર્ષના કેટલાક સમય માટે આ મંદિર સમુદ્રનો ભાગ બની જાય છે. આ જગ્યાનો સુંદર નજારો ગુજરાત માહિતી ખાતા દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયો ધણો જ અહ્લાદક છે.
દ્વારકાના મુખ્ય મંદિરથી લગભગ બે કિ.મિ. ના અંતરે દરિયામાં એક મંદિર આવેલું છે. દ્વારકાના પશ્ચિમ તરફ અરબી સમુદ્ર પર એક ટેકરી પર સ્થિત, ભડકેશ્વર મહાદેવ મંદિર ગીતા મંદિર અને રુક્ષ્મણી મંદિરની નજીક છે. ભડકેશ્વર મહાદેવ મંદિરની અલૌકિક સુંદરતાનું વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે તેમ છે. ભડકેશ્વર મંદિરની વિશેષતા છે કે, ખારા સમુદ્ર વચ્ચે આવેલું હોવા છતાં પણ ભગવાનના લિંગનું તેજ હજુ પણ અકબંધ છે. વર્ષોથી આ લિંગમાં કોઈ ફેરફાર થયો નથી. સમુદ્રની ખારાશ શિવલિંગને કોઈ અસર કરી શક્યું નથી.
लगभग पांच हजार साल पहले अरब सागर में एक शिवलिंग प्रकट हुआ था जिसे आज हम श्री भदकेश्वर महादेव मंदिर के नाम से जानते हैं।जून/जुलाई के महीने में स्वयं समुद्र देव ही शिवलिंग का जलाभिषेक करके खुद को कृतार्थ करते हैं व महादेव का आशीर्वाद प्राप्त करते हैं। हर हर महादेव #GloriousGujaratpic.twitter.com/SUpODh5InO
ભક્તોનું માનીએ તો, ભડકેશ્વર મહાદેવના દર્શન માત્રથી જ તમામ દુઃખ દૂર થઈ જાય છે. દૂર-દૂરથી આવતા ભક્તો ભગવાનના દર્શન કરી શાંતિની અનૂભૂતિ કરે છે. આ કારણે ભડકેશ્વર મંદિર સમુદ્રની વચ્ચે આવેલું હોવાથી તેમજ મંદિરની સામે આવેલા વિશાલ પટાંગણમાં પાલિકા દ્વારા મીની ચોપાટી જેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી સાંજના સમયે અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે. આ શિવાલય સમુદ્રના જળથી ઘેરાયેલું હોવાથી શિવલીંગના દર્શનાર્થે જવું મુશ્કેલ છે. કારણ કે દરરોજ સમુદ્રમાં થતા ભરતી-ઓટના નિયમ અનુસાર યોગ્ય સમયે આ શિવાલયમાં દર્શન માટે જઇ શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર