Home /News /kutchh-saurastra /Gujarat election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી ખંભાળિયા બેઠક, જાણો રાજકીય ચિતાર

Gujarat election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી ખંભાળિયા બેઠક, જાણો રાજકીય ચિતાર

ખંભાળિયા બેઠક પર લગભગ 7 ટકા વસ્તી SC અને ST સમુદાયની છે. ખંભાળિયામાં જાતિ અને ધર્મના આધારે મુખ્ય સમુદાયો આહીર, જાડેજા, મુસ્લિમ, ચારણ, રબારી, ભરવાડ અને મહેર છે.

khambhaliya assembly constituency: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી ભાજપના કાળુભાઈ નારણભાઈ ચાવલા અને કોંગ્રેસના વિક્રમભાઈ અરજણભાઈ માડમ મેદાનમાં હતા. આ બેઠક પર ભાજપના વિક્રમ ભાઈ અરજણ ભાઈ માડમનો વિજય થયો. તેમણે 79172 મત મેળવી કાળુભાઈ નારણભાઈ ચાવલાને હરાવ્યા હતા.

વધુ જુઓ ...
Gujarat Assembly Election 2022:  ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓની જ વાર છે. ચૂંટણી પંચ ગમે ત્યારે રાજ્યમાં ઇલેક્શનની જાહેરાત કરી શકે છે. આમ તો દરેક પક્ષ માટે જીતવા માટે રાજ્યની દરેક બેઠકનું મહત્વ અલગ અલગ હોય છે. ત્યારે તમામ પક્ષો અને કાર્યકર્તાઓએ તૈયારી શરુ કરી દીધી છે. ગુજરાતમાં આગામી ચૂંટણી માટેનો શતરંજનો ખેલ આમનેસામને ખેલાવાનો બાકી છે, પરંતુ મહોરા બરાબર રીતે મંડાઈ રહ્યા લાગે છે. ગુજરાતમાં અત્યાર સુધી બે પક્ષનો ચૂંટણી જંગ રહેતો હતો.

આ વખતે આમ દમી પાર્ટીએ ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી મારી દીધી છે જેના કારણે આ વર્ષે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવા જી રહ્યો છે. ભાજપ માટે કેટલીક સીટો જીતવી સાવ સરળ માનવામાં આવે છે તો બીજી તફ કેટલીક સીટો જીતવા માટે ભાજપે એડીચોટીનુ જોર લગાવવુ પડશે. આવી જ ચર્ચા અંતર્ગત આજે આપણે વાત કરવા જઈ રહ્યાં છીએ ખંભાળિયા વિધાનસભા બેઠક વિશે. આજના આ વિશેષ આર્ટિકલમાં આપણે આ વિધાનસભા બેઠકના (Khambhaliya assembly seat) વિવિધ પાસાઓ વિશે ચર્ચા કરીશું.

ખંભાળિયા વિધાનસભા બેઠક (khambhaliya assembly constituency)

ખંભાળિયા કે ખંભાલિયા અથવા જામ ખંભાળિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના તાલુકા ખંભાળિયા તાલુકામાં આવેલું નગર છે જે જિલ્લા તેમજ તાલુકાનું મુખ્યમથક છે. આ સાથે જ ખંભાળિયા બેઠક ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભા બેઠકો પૈકી 81 નંબરની બેઠક છે. આ બેઠક પરના મતવિસ્તારમાં કુલ 264459 મતદારો છે, જેમાંથી 137179 પુરૂષ, 127275 મહિલા અને 5 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ખંભાળિયા મતવિસ્તારમાં 59.89% મતદાન નોંધાયું હતું.

આ પણ વાંચો: જામજોધપુર બેઠક કબ્જે કરવા તમામ પક્ષોની તડામાર તૈયારીઓ, જુઓ આ બેઠક પરના સમીકરણ

ખંભાળિયા વિધાનસભા બેઠકમાં આવતા ગામ

  • ખંભાળિયા તાલુકો

  • ભાણવડ તાલુકાના સિવાયના તમામ ગામો - માનપર, જોગરા, ચોખંડા, ભાંગોલ, ભોરિયા, કાબરકા, શેઢાળ, બોડકી, ફોટડી, ધારાગર, કૃષ્ણગઢ, વણવડ, કાટકોલા


ખંભાળિયા બેઠકનો ઈતિહાસ

ખંભાળિયા પર સૌપ્રથમ વાઢેલોનું શાસન હતું અને જામ રાવલે તેમની પાસેથી કબ્જે કર્યું હતું. જ્યારે નવાનગર મુઘલોના શાસન હેઠળ હતું ત્યારે ખંભાળિયા નવાનગર રજવાડાનું મુખ્યમથક હતું. જૂનું શહેર કિલ્લેબંધી ધરાવતું હતું. તે આશરે ૩૫૦ વર્ષ પહેલાં કિલ્લેબંધ કરાયું હતું.

નગર દરવાજો, પોર દરવાજો, જોધપુર દરવાજો, સલાયા દરવાજો અને દ્વારકા દરવાજો - એમ પાંચ દરવાજા નગરના કોટમાં આવેલા હતા. ખંભાળિયા જામનગરથી દ્વારકા જતા રાજ્ય ધોરીમાર્ગ 6 પર આશરે 56 કિ.મી.ના અંતરે આવેલું છે. પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા અહિંથી લગભગ 79 કિ.મી. જેટલું દૂર છે.

રામનાથ મહાદેવ મંદિર, ખામનાથ મહાદેવ મંદિર, આશાપુરી માતા, કલ્યાણરાયજી અને જડેશ્વર મહાદેવના મંદિરો અહીં આવેલા છે. અન્ય ધાર્મિક સ્થળોમાં મહાપ્રભુની બેઠક અને અજમેર પીર દરગાહનો સમાવેશ થાય છે.

જાતિગત સમીકરણ

ખંભાળિયા બેઠક પર લગભગ 7 ટકા વસ્તી SC અને ST સમુદાયની છે. ખંભાળિયામાં જાતિ અને ધર્મના આધારે મુખ્ય સમુદાયો આહીર, જાડેજા, મુસ્લિમ, ચારણ, રબારી, ભરવાડ અને મહેર છે. આ જાતિના મતદારોનો પ્રભાવ અહીં વધુ જોવા મળે છે.

હાર-જીતના સમીકરણ
વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
2017માડમ વિક્રમભાઈINC
2014આહિર મેરામણINC
2012પૂનમબેન માડમBJP
2007કંઝારિયા મેધજીBJP
2002ચાવડા કરુભાઈBJP
1998ચાવડા કરુભાઈBJP
1995ધોરિયા જસાભાઈBJP
1990વરોટરિયા રણમલINC
1985માડમ હેમંતભાઈIND
1980માડમ હેમંતભાઈIND
1975માડમ હેમંથભાઈIND
1972માડમ હેમંથભાઈIND
1967ડી વી બારાઈSWA
1962નાકુમ હરિલાલINC

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી ભાજપના કાળુભાઈ નારણભાઈ ચાવલા અને કોંગ્રેસના વિક્રમભાઈ અરજણભાઈ માડમ મેદાનમાં હતા. આ બેઠક પર ભાજપના વિક્રમ ભાઈ અરજણ ભાઈ માડમનો વિજય થયો. તેમણે 79172 મત મેળવી કાળુભાઈ નારણભાઈ ચાવલાને હરાવ્યા હતા. કાળુભાઈ નારણભાઈ ચાવલાને 68313 મત મળ્યા હતા.

હાલ આ બેઠક કોંગ્રેસનો કબજો છે. 2014ની વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસના આહિર મેરામણ આ બેઠક પરથી જીત્યા હતા. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી જીતેલા ભાજપના પૂનમ માડમ લોકસભામાં ગયા બાદ અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. જણાવી દઈએ કે પૂનમ ખંભાળિયા પ્રદેશમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમને 79087 મત મળ્યા હતા.

આ પણ વાંચો: Gujarat Election: આ બેઠક પર 1985થી ભાજપને હરાવી શક્યો નથી કોઇ પક્ષ, જાણો રાજકીય દાવપેચ અને સમીકરણો

આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઉતાર્યો હતો. AAPએ હિન્દુ મતદારોને ખેંચવા માટે કેતનભાઈ સવજીભાઈ પરમારને મેદાનમાં ઉતાર્યા હતો. જોકે, આ સીટ પર ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહેતી હોય છે.

વિકાસના કાર્યો કરવાનો કરવામાં આવ્યો દાવો

પંથકના વિકાસનો ચિતાર આપતા પૂનમ માડમે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 800 કરોડથી વદુના ખર્ચે બેટ દ્વારકાનો સિગ્નેચર બ્રિજ, દ્વારકાના જગતમંદિરને પ્રવાસન સ્થળમાં સમાવેશ કરતા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. આ સાથે જ રૂ. 1100 કરોડના ખર્ચે નેશનલ હાઈવે તૈયાર કરવામાં આવ્યો છે. દ્વારકા નજીકના શિવરાજપુર બીચનો કરોડો રૂપિયાનો ખર્ચ કરી વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ હોસ્પિટલ, રેલવે સ્ટેશન, છેવાડા સુધી ઈલેક્ટ્રિસીટી, ડબલ રેલવે ટ્રેકનો વિકાસ પણ કરવામાં આવી રહ્યો છે.

પક્ષાંતર અને પક્ષપલટો

દેવભૂમિ દ્વારકા જિલ્લાનુ રાજકારણ હંમેશા પેચીદુ રહ્યું છે. નવા અસ્તિત્વમાં આવેલા આ જિલ્લાની પ્રથમ કહી શકાય તેવી સ્વતંત્ર જિલ્લા પંચાયતની સત્તા કબજે કરવા ભાજપ કોંગ્રેસ વચ્ચે કાવા દાવા ખેલાતા પણ જોવા મળ્યા છે. એક પણ પક્ષને બહુમતિ ન મળતા આખરે ભાજપએ ભંગાણ પાડી પ્રથમ અઢી વર્ષ શાસન કર્યું હતું.

જો કે ફરિયાદ બાદ વિકાસ કમિશનર દ્વારા મહિલા સદસ્યનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. જેને લઇને ફરીથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ રજૂઆત બાદ વિકાસ કમિશ્ર્નર દ્વારા તત્કાલિન પ્રમુખ રેખાબેન ગોરીયાને સભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા. આ નિર્ણયને લઇને વધુ એક વખત દ્વારકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

માર્કેટિંગ યાર્ડ ખેડૂતો માટે માથાનો દુખાવો

દ્વારકા જિલ્લાના સૌથી મોટા ખંભાળિયા તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં દરરોજ તાલુકાના અંદાજે 10 હજારથી વધુ ખેડૂતો ખેત પેદાશોનું ખરીદ વેચાણ કરવા આવે છે. આ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા આ આટલા મોટા યાર્ડમાં માત્ર એક જ વજન કાંટો છે. જેના કારણે દૂર દૂરથી વહેલી સવારથી આવેલા ખેડૂતોને સાંજ સુધી ભૂખ્યા તરસ્યા તડકામાં બેસી રહેવુ પડે છે.

આ યાર્ડમાં ખેડૂતો માટે બેસવાની કે પીવાના પાણી માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. એટલું જ નહીં આ વજન કાંટા પણ બેસનાર કર્મચારી કોઈપણ જાતના હોદા વગર અહીં બેસી મનફાવે તે રીતે ખેડૂતો પર રોફ જમાવતા હોય છે.

ખેડૂતોને પોતાના પાકનો પોષણક્ષમ ભાવ મળતો નથી. અને તેવામાં પણ યાર્ડના સત્તાધિશો અને કર્મચારીઓ ખેડૂતો સાથે મનફાવે તેમ ઉદ્ધત વ્યવહાર કરતા ખેડૂતોમાં રોષ ફાટી નિકળ્યો છે. ત્યારે ખેડૂતોની સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠી છે.

વિધાનસભા બેઠકોની ચૂંટણી અંગેની રસપ્રદ વિગતો જાણો

વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  |
First published:

Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Khambhaliya