Home /News /kutchh-saurastra /Gujarat election 2022: પત્રકારમાંથી રાજકારણી બનેલા ઈસુદાન ગઢવી બની શકશે ગુજરાતના કેજરીવાલ?

Gujarat election 2022: પત્રકારમાંથી રાજકારણી બનેલા ઈસુદાન ગઢવી બની શકશે ગુજરાતના કેજરીવાલ?

Isudan Gadhavi journey from journalist to politics : ઈસુદાન ગઢવી ગુજરાતની પ્રજા માટે કોઈ નવું નામ નથી. પત્રકારિતાના ક્ષેત્રે તેમણે ગુજરાતની જનતામાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે અને હવે તેમણે રાજકારણમાં ડગલુ માંડ્યું છે.

Isudan Gadhavi journey from journalist to politics : ઈસુદાન ગઢવી ગુજરાતની પ્રજા માટે કોઈ નવું નામ નથી. પત્રકારિતાના ક્ષેત્રે તેમણે ગુજરાતની જનતામાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે અને હવે તેમણે રાજકારણમાં ડગલુ માંડ્યું છે.

ગુજરાત વિધાનસભા 2022ની (Gujarat Assembly election 2022) ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ખેમાઓમાં હલચલ વધી રહી છે અને એકબાદ એક દરેક પાર્ટી તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લગતી કોઈને કોઈ ખબર સામે આવી રહી છે. આ વખતે અરવિંદ કેજરીવાલની (Aarvind Kejriwarl) આમ આદમી પાર્ટી પણ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જંપલાવવા જઈ રહી છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં થયેલી કારમી હાર બાદ પોતાની ભૂલોથી બોધ પાઠ લઈ પાર્ટી ફરી એકવાર નવી શરૂઆત કરવા તૈયાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ત્યારે દરેક પક્ષને પોતાનો પગ જમાવવા જે રીતે એક મજબૂત અને જાણીતા ચહેરાની જરૂર પડતી હોય છે અને ગુજરાતમાં આ મજબૂત અને નવોદિત રાજકારણી તરીકે જાણીતા પત્રકાર અને ન્યૂઝ એન્કર ઈસુદાન ગઢવીનુ નામ આગળ મૂકવામાં આવ્યું છે. ડિસેમ્બર 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સખત લડાઈ લડવા માટે આપ અને તેના કાર્યકર્તાઓ સખત મહેનત કરી રહ્યા છે.

વરિષ્ઠ પત્રકારમાંથી AAP નેતા બનેલા ઇસુદાન ગઢવી (Isudan Garhvi) જેઓ તેમની VTVની મહામંથન ચર્ચા દ્વારા ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ લોકપ્રિય બન્યા હતા, હવે તેમના ખભે ગુજરાતમાં AAPને લોકપ્રિય બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. આજના આર્ટિકલમાં પત્રકારિતામાંથી રાજકારણમાં નવોદિત ચહેરા ઈસુદાન ગઢવી વિશે કેટલીક જાણકારી આપીશું.

કોણ છે ઈસુદાન ગઢવી

ઈસુદાન ગઢવી (Who is Isudan Garhvi) ગુજરાતની પ્રજા માટે કોઈ નવું નામ નથી. પત્રકારિતાના ક્ષેત્રે તેમણે ગુજરાતની જનતામાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે અને હવે તેમણે રાજકારણમાં ડગલુ માંડ્યું છે. ઈસુદાન ગઢવીનો જન્મ 10 જાન્યુઆરી, 1982ના દિવસે જામખંભાળીયાના પિપળીયા ખાતે થયો હતો. તેમના પિતાનું નામ ખેરાજભાઈ ગઢવી છે. તેમનો જન્મ એક સામાન્ય ચારણ પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે. 40 વર્ષીય ઈસુદાન ગઢવીએ વર્ષ 2005માં ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમમાં માસ્ટર્સનો અભ્યાસ કર્યો છે. તેમની અંદાજિત માસિક આવક રૂ. 1 લાખની આસપાસ છે.

Gujarat election 2022: પ્રદીપસિંહ વાઘેલાની 2022ની વિધાનસભા ચૂંટણીમાં કેવી રહેશે ભૂમિકા? જાણો


પત્રકારથી રાજકારણ સુધીની ઈસુદાનની સફર (Isudan's journey from journalist to politics)

વર્ષ 2005માં ગુજરાત યૂનિવર્સિટીમાંથી માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમમાં અભ્યાસ કર્યા બાદ ઈસુદાન ગઢવીએ પોતાની કારકીર્દીની શરૂઆત દૂરદર્શનના યોજના કાર્યક્રમથી કરી હતી. આ બાદ તે વર્ષ 2007માં એક ખાનગી ન્યૂઝ ચેનલમાં રિપોર્ટર તરીકે કાર્યરત હતા. ઈસુદાન ઈટીવી ગુજરાતીમાં ફરજ બજાવતા હતા, ત્યારે 150 કરોડના કૌભાંડ અને ડાંગ તથા કપરાડા તાલુકામાં ગેરકાયદેસર વૃક્ષ કપાતાં હોવાનો એક રિપોર્ટ પ્રસિધ્ધ કર્યો હતો, જે બાદ ગુજરાત સરકાર એક્શનમાં આવી હતી. તેમના આ અહેવાલના પડધા ખૂબ આગળ સુધી પડ્યા અને તે ઘટનાએ ઈશુદાન ગઢવીને નીડર પત્રકાર તરીકેની ઓળખ આપી.

લગભગ 8 વર્ષ સુધી કાર્યરત રહ્યા બાદ વર્ષ 2015માં ખાનગી ચેનલના ચેનલ હેડ તરીકેનો પદભાર સંભાળ્યો અને ગુજરાતના સૌથી યુવા ચેનલહેડ બન્યા. આ બાદ તેમની ખ્યાતિની સફર પણ શરૂ થઈ. ચેનલહેડ તરીકે કાર્યભારની સાથે તેમણે પ્રાઈમટાઈમ અને લોકપ્રિય શો મહામંથનમાં એન્કરિંગની પણ શરૂઆત કરી. જ્યાં તેમણે સરકારના આગેવાનોને જનતાની પરેશાની અને મુશ્કેલીઓને લગતા તીખા સવાલો પૂછ્યા અને પ્રજા માટે ન્યાયની માંગણી કરી અને તેમની માટે અવાજ ઉઠાવ્યો. આ જ એ સમય હતો કે જ્યારે તેમને લોકો વચ્ચે ઓળખ મળી અને તેમની લોકપ્રિયતા વધતી ગઈ.

વર્ષ 2021 સુધી તેઓ ચેનલ હેડ અને એન્કર તરીકે કાર્યરત કર્યા બાદ તેમણે પત્રકારિતાને અલવિદા કહ્યું.  લગભગ 5 વર્ષના સમયગાળા દરમ્યાન ખાનગી ચેનલના એડિટર પદે ફરજ નિભાવનાર ઇસુદાન ગઢવીએ પોતાના પ્રાઇમ ટાઇમ કાર્યક્રમ મહામંથનથી ગુજરાતની જનતાના દિલ જીતી લીધા હતા.

ઈસુદાને પોતાના જીવનના 16 વર્ષ પત્રકારત્વ સાથે જોડાઈને પસાર કર્યા. જો કે વર્ષ 2021માં તેમણે ઓચિંતી જાહેરાત કરી કે હવે તેઓ પત્રકારત્વની પોતાની 16 વર્ષની કારકિર્દી છોડીને હવે નવા લક્ષ્યાંકો તરફ આગેકુચ કરવા જઈ રહ્યા છે. આ જાહેરાત કરતી વખતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી કે તેઓ રાજકારણમાં ડગલુ માંડવા જઈ રહ્યાં છે.

પત્રકાર તરીકે કારકીર્દી છોડ્યાના જાહેરાત બાદ 14 જૂન, 2021ના રોજ ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટી સાથે જોડાણ કર્યું. આ સાથે જ અરવિંદ કેજરીવાલે ટ્વિટર દ્વારા પણ તેમને પાર્ટીમાં આવકાર્યા હતા. આ સાથે જ કેજરીવાલે કહ્યું હતું કે ઈસુદાન ગુજરાતના કેજરીવાલ છે.

પત્રકારિતા છોડવાન અંગે કારણ આપતા ઈસુદાને જણાવ્યું હતું કે, વર્ષોથી હું લોકોના પ્રશ્નો ઉઠાવું છું, પરંતુ ઘણી વખત તેમના પ્રશ્નોનો ઉકેલ ન આવ્યો હોય એવું બન્યું છે. મેં નક્કી કર્યું કે સમાજસેવા કરવી અને એ માટે રાજકારણમાં જોડાઈ જવાનો નિર્ણય લીધો છે. લોકોના પ્રશ્નો માટે હું બેવડી મહેનત કરીશ. પહેલાં પણ મારો હેતુ સમાજસેવાનો હતો, આજે પણ છે અને આગળ પણ રહેશે. રાજકારણ હોય અથવા પત્રકારત્વ, આપણો હેતુ સમાજસેવાનો હોવો જોઈએ.

ઇસુદાન પણ નથી વિવાદોથી દૂર (Isudan Garhvi and the Controversy)

કહેવામાં આવે છે કે રાજકારણ સાથે જોડાયેલો કોઈ વ્યક્તિ જ્યાં સુધી યેનકેન પ્રકારે વિવાદોમાં ન સપડાય, ત્યાં સુધી તે સાચો રાજકારણી ન ગણી શકાય. આવું જ કંઈક નવા નવેલા રાજકારણી ઈસુદાન ગઢવી સાથે પણ બન્યું. ઈસુદાન ગઢવી જ્યારે કાર્યકર્તાઓ સાથે ભાજપ કાર્યાલય કમલમ ખાતે પેપર લીક મામલે હંગામો કરવા પહોંચ્યા તે વખતે પરિસ્થિતી વણસી ગઈ હતી.

Gujarat election 2022: ધારદાર વાક પ્રહાર માટે જાણીતા છે ગુલાબસિંહ યાદવ, AAP તરફથી સંભાળશે ગુજરાતમાં ચૂંટણીનો મોરચો


આ બાદ એક મહિલા કાર્યકર્તા દ્વારા તેમના પર દારૂના નશામાં હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. આ મહિલા કાર્યકર્તાએ આક્ષેપ કર્યો હતો કે ઈસુદાન દારૂના નશામાં તેમની છેડતી કરી રહ્યા હતા. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા ઈસુદાન ગઢવીનો લીકર ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેના પરિણામ પોઝિટિવ આવ્યા હતા. આ રિપોર્ટ બાદ ઈસુદાન ગઢવી ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પોલીસે સવા ચાર વાગ્યે તેમની ધરપકડ કરી હતી. જોકે, તેમને પોલીસ સ્ટેશનમાં જ જામીન મળી ગયા હતા.

આ અંગે પત્રકાર પરિષદ યોજી ઈસુદાને જણાવ્યું હતું કે ભાજપ દ્વારા તેમને અને તેમની પાર્ટીના કાર્યકર્તાઓને ફસાવવામાં આવી રહ્યા છે. તેમણે પોઝિટિવ રિપોર્ટનો સ્વિકાર કરવાનો ઈન્કાર કરતા કહ્યું કે મેં ક્યારેય દારૂ પીધો નથી. ભાજપ અમારી સામે નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણવા નીચે આપેલી બેઠકોના નામ ઉપર કરો ક્લિક

| મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  કપડવંજ | ઠાસરા | કોડીનાર  | લાઠી  | સાવરકુંડલા |  ગારિયાધાર  | મહુવા |  પાલિતાણા | ઓલપાડ | ઉમરગામ|ચોર્યાસી|  વાઘોડિયા | ભાવનગર ગ્રામ્ય | પાદરા | કરજણ | છોટાઉદેપુર | સંખેડા | ડભોઈ | નાંદોદ | ભાવનગર પૂર્વ | જંબુસર | રાવપુુરા | વાઘરા |સાવલી દેવગઢબારિયા | ઝાલોદ |હાલોલ | બાલાસિનોર | વાંસદા નિઝર | ગણદેવી | ધરમપુર | વ્યારા પારડી | લીમખેડા | સંતરામપુરા |  મહુવા એસટી | માંગરોળ એસટી | જલાલપોર | રાજુલા | ગરબાડા | વરાછા | વટવા કામરેજ | ધંધૂકા | ભુજ | ગોધરા | પાવી | જેતપુર | વડોદરા  | કાલોલ | દેદિયાપાડા  | અંકલેશ્વર | ડાંગ| 
First published:

Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Isudan Gadhvi