Gujarat Assembly Election Result 2022: ગુજરાત વિધાનસભાની એક સીટ એવી છે કે ત્યાં છેલ્લી સાત ટર્મથી એક જ વ્યક્તિનો દબદબો રહ્યો છે અને તેમણે આ વખતે પણ જીત મેળવીને આઠમીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામ જાહેર થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતની એક વિધાનસભા બેઠક એવી છે. જ્યાં છેલ્લા 7 ટર્મથી એક વ્યક્તિનો ગજબનો દબદબો રહ્યો છે અને તે આ વખતે પણ યથાવત્ રહ્યો છે. હું વાત કરું છું દ્વારકા વિધાનસભા બેઠકની કે જ્યાં પબુભા માણેકનો પાવર યથાવત્ રહ્યો છે. પબુભા માણેક આ વખતે પણ જંગી બહુમતી સાથે જીતી ગયા છે. મહત્ત્વનું છે કે, પબુભા માણેકના નામથી જ લોકો મત આપે છે. તેમને કોઈ પાર્ટી કે લેબલની જરૂર નથી. તેઓ ભૂતકાળમાં અપક્ષમાંથી પણ ચૂંટણી જીતી ચૂક્યા છે. પબુભા માણેક વર્ષ 1990માં પહેલીવાર દ્વારકા સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. બસ ત્યારથી આ સીલસીલો અત્યાર સુધી ચાલતો આવ્યો છે.
આવો પબુભા માણેકની રાજકીય સફર પર એક નજર કરીએ.
પબુભા માણેકની રાજકીય સફર
વર્ષ 1990થી 2002 સુધી પબુભા માણેક અપક્ષ તરીકે જીત્યા હતા અને ત્યારબાદ વર્ષ 2002ની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો હતો અને તે ટર્મમાં પણ ચૂંટણી જીતી ગયા હતા. ત્યારબાદ વર્ષ 2007માં તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો હતો અને ભાજપમાં જોડાયા હતા. ત્યારથી તેઓ ત્રણ ટર્મ સુધી ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. આમ, સતત 30 કરતાં વધુ વર્ષથી આ સીટ પર પબુભા માણેકનું એકહથ્થુ શાસન ચાલતું આવ્યું હતુ અને વધુ એકવાર તેઓ વિજયી બન્યા છે.
મોરારિબાપુ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો
ભગવાન કૃષ્ણ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા કથાકાર મોરારિબાપુ પર ભડક્યા હતા અને તેમના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ત્યાં હાજર પૂનમ માડમ સહિતના અન્ય નેતાઓએ તેમને રોક્યા હતા અને તેમને બચાવ્યા હતા.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર