કોંગ્રેસના નેતાએ ખંભાળિયા બેઠક પર ભાજપની ટિકિટ માટે કરી દાવેદારી
કોંગ્રેસના નેતાએ ખંભાળિયા બેઠક પર ભાજપની ટિકિટ માટે કરી દાવેદારી
Gujarat assembly election 2022: કોંગ્રેસના નેતાએ ખંભાળિયા બેઠક પર ભાજપની ટિકિટ માટે કરી દાવેદારી. કોંગ્રેસમાંથી રાજીનામું ન આપ્યું હોવા છતાં માગી ટિકિટ.
દ્વારકા: ભાજપ દ્વારા રાજ્યની તમામ બેઠકો પર સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે દ્વારકા જિલ્લામાં રાજકીય ભૂકંપ સમાન સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના નેતાએ ખંભાળિયા બેઠક પર ભાજપની ટિકિટ માટે દાવેદારી કરી છે. કોંગ્રેસમાંથી રાજીનામું ન આપ્યું હોવા છતાં ટિકિટ માગી છે.
કોંગ્રેસમાં રાજીનામું નહીં છતાં ભાજપની ટિકિટ માટે દાવો
કોંગ્રેસ નેતાની ભાજપની ટિકિટ માટે દાવેદારી સામે આવી છે. દ્વારકાની ખંભાળિયા બેઠક પર રોચક વાત જોવા મળી છે. ખંભાળિયામાં ભાજપની સેન્સની પ્રક્રિયા હતી, ત્યારે કોંગ્રેસ નેતા મેરગ કાના ચાવડાની ભાજપમાં દાવેદારી સામે આવી છે. મેરગના ભાઈ ભિમસી કાના ચાવડાએ પણ દાવેદારી કરી છે. કોંગ્રેસમાં રાજીનામું નહીં છતાં ભાજપની ટિકિટ માટે દાવો કર્યો છે. ચાવડા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય રહી ચુક્યા છે. તેઓ ભાટિયા APMCના ચેરમેન રહી ચૂક્યા છે.
અહીં કોંગ્રેસના બાહુબલી મેરગ કાના ચાવડાએ છેલ્લી ઘડીએ ભાજપમાં દાવેદારી નોંધાવી છે. જિલ્લા પંચાયતમાં અગાઉ સહકાર અને સિંચાઈ વિભાગમાં માજી ચેરમેન રહેલા અને ભાટિયા APMCમાં અગાઉ માજી ચેરમેન પણ રહી ચૂક્યા છે. મેરગ ચાવડા અને તેમના ભાઈ ભીમસીં કાના ચાવડાએ ભાજપમાંથી દાવેદારી નોંધાવતા રાજકારણ ગરમાયું છે. દ્વારકા જિલ્લામાં રાજકીય ભૂકંપ જોવા મળી રહ્યો છે. મેરગ ચાવડાએ દાવેદારી નોંધાવતા રાજકીય સમીકરણો વિખેરાયા છે. ખંભાળિયા 81 બેઠક માટે મેરગ ચાવડાએ દાવેદારી નોંધાવતા રાજકારણ ગરમાયું છે.
ખંભાળિયા 81 વિધાનસભામાં ભાજપના દાવેદારો લિસ્ટ
આહીર સમાજ
મુરુભાઈ બેરા
ભરતભાઈ ચાવડા
પ્રભાત કાળુભાઇ ચાવડા
રામસિભાઈ ગોરીયા
પરબતભાઈ ભાદરકા
મસરીભાઈ નંદાણીયા
પ્રતાપભાઈ પિંડારિયા
જગાભાઈ ચાવડા
મેરામણભાઈ ભાટુ
કેશુભાઈ માડમ
સુમાત ચાવડા
હમીરભાઈ છૂછર
ભીમશી ખોડભાયા
ભીમશીભાઈ કાનાભાઈ ચાવડા
મેરગ કાના ચાવડા
સતવારા સમાજ
હરિભાઈ નકુમ
જે કે કણઝારિયા
ગઢવી સમાજ
મયુર રામભાઈ ગઢવી
પી એમ ગઢવી
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર