Home /News /kutchh-saurastra /કોંગ્રેસની રેલીમાં આવનારા લોકોને 2 લિટર પેટ્રોલ ભરાવી આપ્યું; જગદીશ ઠાકોર થયા ભાવુક

કોંગ્રેસની રેલીમાં આવનારા લોકોને 2 લિટર પેટ્રોલ ભરાવી આપ્યું; જગદીશ ઠાકોર થયા ભાવુક

બાઇક રેલીમાં આવનાર તમામ લોકોને 2 લિટર પેટ્રોલ ભરવી આપતા કોંગ્રેસ કાર્યકરનો વીડિયો સામે આવ્યો છે.

Gujarat assembly election 2022: બનાસકાંઠાના ઇકબાલ ગઢમાં જગદીશ ઠાકોરે જણાવ્યું કે, આ ચૂંટણી સમગ્ર ગુજરાતીઓ માટે મહત્વની છે. ભાજપ મોંઘવારી અને ખેડૂતોની વાત કરતી નથી. જીએસટીનો કાયદો બનાવી નાના વેપારીને ખતમ કરી નાખ્યા છે.

  દ્વારકા: ખંભાળિયા કોંગ્રેસની બાઈક રેલીમાં પૈસા આપી ભીડ ભેગી કરવાનો પ્રયાસ થયો છે. બાઇક રેલીમાં આવનાર તમામ લોકોને 2 લિટર પેટ્રોલ ભરવી આપતા કોંગ્રેસ કાર્યકરનો વીડિયો સામે આવ્યો છે. આજે શકિતસિંહ ગોહિલની સભા છે, જેના ભાગરૂપે બાઈક રેલી કરી શક્તિ પ્રદર્શન કરવા માંગતા ખંભાળિયાના કોંગી ઉમેદવાર વિક્રમ માડમના કાર્યકર પૈસા આપતાં કેમેરામાં કેદ થયા છે. કોંગી કાર્યકરને પત્રકાર દ્વારા આ બાબતે પૂછતા મોઢું નીચું કરી જવાબ આપ્યો નહોતો.

  પ્રતાપ દૂધાતની મસમોટી બાઈક રેલી

  વિધાનસભાની ચૂંટણીને હવે 2 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે કોગ્રેંસ ઉમેદવાર પ્રતાપ દૂધાતએ મસમોટી બાઈક રેલી યોજી હતી. લીલીયાથી સાવરકુંડલા કોંગ્રેસની બાઈક રેલી પહોંચી હતી. શહેરમાં કોંગ્રેસની બાઇક રેલીને કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો, તો ઈમરજન્સી 108 ટ્રાફિકજામ વચ્ચે અટવાઈ હતી. રેલીના કારણે પીપાવાવ અંબાજી નેશનલ હાઇવે ચક્કાજામ થયો હતો.

  આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા ભારે માર્જિનથી જીતશે'

  બનાસકાંઠાના ઇકબાલ ગઢમાં જગદીશ ઠાકોરે શું કહ્યું?

  બીજી બાજુ, બનાસકાંઠાના ઇકબાલ ગઢમાં જગદીશ ઠાકોરે જણાવ્યું કે, આ ચૂંટણી સમગ્ર ગુજરાતીઓ માટે મહત્વની છે. ભાજપ મોંઘવારી અને ખેડૂતોની વાત કરતી નથી. જીએસટીનો કાયદો બનાવી નાના વેપારીને ખતમ કરી નાખ્યા છે. બનાસકાંઠામાં મત લેવા આવતા સાહેબો ધાક ધમકીઓ આપે છે. ગાંધીનગર, દહેગામ જિલ્લા કોંગ્રેસ સમિતિની પ્રમુખને બોલાવીને પોલીસ ઇસ્પેક્ટર ધમકી આપે છે. ગાંધીનગર છોડી દો, આવા અધિકારીઓ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાના છીએ. ચૂંટણીમાં સામેવાળા કેદીઓને જેલમાં મળવા જાય છે. ભાજપ ખૂંખાર કેદીઓને પરેલ અપાવે છે, ચૂંટણી જીતવા માટે ધાક ધમકી આપવા માટે.

  જગદીશ ઠાકોર ભાવુક થયા

  દેશનું ભાજપ ગુજરાતમાં ઉતરી પડ્યું છે. મોદી અને અમિત શાહ વિધાનસભા દીઠ સભાઓ કરે છે. દેશના આધિવાસીઓ દેશના મૂળ માલિક છે, બક્ષીપંચવાળા દેશના મૂળ માલિક છે. આધિવાસીઓના ગામ ખાલી કરાવી ઉદ્યોગપતિઓને આપે છે. ગામડાના ગૌચરને ખાલી કરાવી ઉદ્યોગપતિને આપી રહ્યા છે. કોંગ્રેસ લલકારે છે જેની માએ શેર સુંઠ ખાધી હોય તે આવી જાય. 100 ટકા મતદાન કરવા જગદીશ ઠાકોરે લોકો પાસે ભરોસો માગ્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપવાળાએ સેર સુંઠ ખાધી હોય તો કોંગ્રેસના વોટ ખરીદીને બતાવે. 125 સીટ સાથે કોંગ્રેસની સરકાર બને છે. સાથે જ જગદીશ ઠાકોર ભાવુક થયા હતા. તેમણે કહ્યુ કે, બનાસકાંઠાના ચાંગાથી અમદાવાદમાં જઈ ઊંટ લારીની લોન લીધી અને દીકરાને ભણાવ્યો. દીકરો કોંગ્રેસમાં જોડાયો અને આજે કોંગ્રેસનો પ્રદેશ પ્રમુખ બન્યો છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Congress Gujarat, Gujarat Assembly Election 2022

  विज्ञापन
  विज्ञापन