Home /News /kutchh-saurastra /ગોધરાના ચારણની અનોખી ભક્તિ, દ્વારકાધીશને રિઝવવા ઉલટા પગે 850 કિમી ચાલીને જગતમંદિર પહોંચશે

ગોધરાના ચારણની અનોખી ભક્તિ, દ્વારકાધીશને રિઝવવા ઉલટા પગે 850 કિમી ચાલીને જગતમંદિર પહોંચશે

ઉલટા પગે ચાલતા દ્વારકા જતા વાલાભાઈ ગઢવી

લોકો અલગ-અલગ રીતે ભક્તિ કરતા હોય છે. ત્યારે ગોધરાના ચારણ વાલા લાખા ગઢવીએ એક અનોખી રીતે દ્વારકાધીશને રીઝવવાનો પ્રયત્ન કરતા હોય તેવું લાગી રહ્યું છે. વાલાભાઈ ઉલટા પગે ગોધરાથી દ્વારકા જઈ રહ્યા છે.

    દ્વારકાઃ લોકો અલગ-અલગ રીતે ભક્તિ કરતા હોય છે. ત્યારે ગોધરાના ચારણ વાલા લાખા ગઢવીએ એક અનોખી રીતે દ્વારકાધીશને રીઝવવાનો પ્રયત્ન કરતા હોય તેવું લાગી રહ્યું છે. વાલાભાઈ ઉલટા પગે ગોધરાથી દ્વારકા જઈ રહ્યા છે.

    મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના ગોધરા ચારણ સમાજનું ગૌરવ એવા ચારણ વાલા લાખા ગઢવીએ સમગ્ર ભારતના કલ્યાણ માટે તથા બધા જ દેશવાસીઓ માટે દ્વારકાધીશના દર્શન કરવા ઉલટા પગલે ચાલીને 625 કીમી અંતર કાપી ગોધરા તાલુકાના નરસીપૂર ગામથી અખિલ બ્રહ્માંડના માલિક જગતના નાથ એવા દ્વારકાધીશના દર્શન કરવા તથા સર્વ જગતના કલ્યાણ અર્થે ઉલટા પગલે ચાલીને દ્વારકા પહોંચશે. જેવો એક મહિના અને એક દિવસથી સતત ઉલટા પગે ચાલીને તેમની આ યાત્રા પૂર્ણ કરી રહ્યા છે.

    આ પણ વાંચોઃ હવે પાવાગઢ મંદિરે આ કામ કર્યુ તો પોલીસ ફરિયાદ થશે, જાણો તમામ માહિતી

    વાલા લાખા ગઢવીએ ગોધરા તાલુકાના નરસીપૂર ગામથી દ્વારકાધીશના આદેશથી પોતાના ગામથી ઉલટા પગે ચાલી કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકો અને ગૌમાતાની મોત થયેલી હોવાથી ભારતના કલ્યાણ અર્થે તેઓ ઉલટા પગે આ યાત્રા શરુ કરી હતી. એક માસથી તેઓ સતત આ ઉલટા પગે ચાલી તેઓ દ્વારકાધીશ મંદિરે પહોંચી ધ્વજા ચડાવશે અને ત્યારબાદ તેઓ ત્યાંથી સોમનાથ પહોંચશે અને યાત્રા પૂર્ણ કરશે. આ સમગ્ર યાત્રા કુલ 850 કિમીની યાત્રા થશે.



    વાલાભાઈ ગઢવીએ આ મામલે જણાવતા કહ્યુ હતુ કે, દેશના રક્ષણ માટે તેઓ દ્વારકાધીશના આદેશથી ઉલટા પગે દેશના રક્ષણ કાજે જઈ રહ્યા છે. નરસીપૂરથી નીકળ્યા બાદ ગામે ગામથી સેવકો તેમની સેવામાં મદદરૂપ થઇ રહ્યા છે. સતત ઉલટા પગે ચાલ્યા બાદ રાત્રિના સમયે થોડો વિસામો ખાધા બાદ ફરી તેઓ આ યાત્રા ચાલુ રાખે છે. આવતીકાલે તેઓ દ્વારકાધીશ મંદિરે પહોંચશે. તેમની સાથે રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારમાંથી સેવકો સેવામાં અવિરત સાથ આપી રહ્યા છે. તો અન્ય એક વૃદ્ધ પણ તેમની સાથે પદયાત્રામાં જોડાયા છે. આ પદયાત્રા ઉલટા પગે ચાલીને દ્વારકા બાદ સોમનાથ પહોંચીને પૂર્ણ થશે. ત્યારે દેશના રક્ષણ કાજે દેશના આવા વૃદ્ધ ચાલીને પદયાત્રા કરી રહ્યા છે જે એક ગૌરવની બાબત છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Devbhoomi Dwarka, Devbhumi dwarka News, Dwarka temple, Dwarkadhish mandir