Home /News /kutchh-saurastra /

ઓમાનના સલાલા બંદરે ગેસ ગૂંગળામણથી ચાર યુવાનના મોત

ઓમાનના સલાલા બંદરે ગેસ ગૂંગળામણથી ચાર યુવાનના મોત

ઓમાનના સલાલા બંદરે ગેસ ગૂંગળામણથી ચાર યુવાનના મોત

ઓમાનના સલાલા બંદરે ચારેક માસ પૂર્વે દરિયાઇ તોફાનમાં ડૂબી ગયેલા વહાણને બહાર કાઢતા સમયે ગેસ ગળતર થતા દ્વારકા જિલ્લાના સલાયાના ચાર યુવાનોના મોત થયા

    ઓમાનના સલાલા બંદરે ચારેક માસ પૂર્વે દરિયાઇ તોફાનમાં ડૂબી ગયેલા વહાણને બહાર કાઢતા સમયે ગેસ ગળતર થતા દ્વારકા જિલ્લાના સલાયાના ચાર યુવાનોના મોત થયા છે. સલાયાના ચાર યુવાનોએ જીવ ગુમાવતા પરિવારમાં ઘેરા શોકની લાગણી અને નાના એવા ગામમાં ભારે અરેરાટી પ્રસરી છે.

    સલાયાના ચાર યુવાનો ઓમાનના સલાલા બંદરે ચારેક માસ પૂર્વે આવેલા વિનાશક દરિયાઇ તોફાનમાં પાણીની અંદર ગરક થયેલા વહાણ વલીદને ગુરૂવારના રાત્રે 2.30 કલાકની આસપાસ ક્રેઇનની મદદથી બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા હતાં. આ દરમિયાન વહાણની અંદર ભરાયેલા પાણીને પંપની મદદથી બહાર કાઢી રહ્યા હતાં ત્યારે એક યુવાન નીચે ફુટવાલ ફિટ કરવા ઉતર્યો હતો. જે થોડા સમય સુધી બહાર ન આવતા મદદ માટે અન્ય ત્રણેય યુવાનો નીચે ઉતર્યા હતાં પરંતુ વહાણની નીચે ગેસ ગળતરને કારણે ચારેય યુવાનોના ગૂંગળામણથી મોત નિપજ્યા હતાં.

    બનાવની ઓમાનની સિક્યુરિટી વિભાગને જાણ કરાતા જ તાકીદે સુરક્ષા જવાનોનો કાફલો દોડી આવ્યો હતો અને ચારેય યુવાન કિસન વિમલભાઇ ટીંબરાવારા (ઉ.વ.24), અક્ષય વિમલભાઇ ટીંબરાવારા (ઉ.વ.22), મૌસીમ જબાર કેર (ઉ.વ.23) અને હમીદ સલુ મોદી (ઉ.વ.40)ને બહાર કાઢીને સ્થાનિક હોસ્પિટલ ખસેડયા હતાં.પરંતુ તબીબે ચારેય યુવાનોના ઘટના સ્થળે મૃત્યુ થયાનું જણાવ્યું હતું.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Gas-leakage, Oman

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन