ખંભાળિયા : લોખંડની સીડી વીજ તારને અડકી જતા યુવકનું મોત, વિચલિત કરતો CCTV વીડિયો

News18 Gujarati
Updated: October 21, 2020, 5:26 PM IST
ખંભાળિયા : લોખંડની સીડી વીજ તારને અડકી જતા યુવકનું મોત, વિચલિત કરતો CCTV વીડિયો
આ દુર્ઘટનામાં 23 વર્ષીય યુવકનું મોત થયું હતું.

ખંભાળિયાના હંજડાપર ગામનો બનાવ, મોતનો રૂવાંડા ઊભા કરી નાંખતો સીસીટીવી વીડિયો સામે આવ્યો

  • Share this:
જામખંભાળિયા : 'ન જાણ્યુ જાનકી નાથે કાલે શું થવાનું' આ ઊક્તિ અચનાક થતા અકસ્માતો કે અચનાક આવી પડતી આપદા માટે વરાતી હોય છે. જોકે, તમે જામખંભાળિયાનો (JamKhambhaliya) આ વીડિયો જોશો તો તમને પમ આ ઊક્તિ સાર્થક થતી લાગશે. અહીંયા હંજડાપર (Hanjadapar) ગામે એક યુવકને ચાલતા ચાલતા મોત મળ્યું છે. પોતાના કામે લાગેલો યુવક લોખંડની સીડી ઢસડીને જઈ રહ્યો હતો, સીડી ઊપરથી પસાર થતા (CCTV of Khambhaliya Elecctrict current death) વીજ વાયરને અડકઈ ગઈ વીજળીના તારનો કરન્ટ સીડીની આરપાર ઉતર્યો અને ઘડીના છઠ્ઠા ભાગમાં હાલતા ચાલતા યુવકનું મોત નીપજ્યું. જોકે, વિચલિત કરતી આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના હંજડાપર ગામે એક યુવક પેટ્રોલપમ્પ નજીક કામ કરી રહ્યો હતો. તે લાંબી લોખંડની સીડી ઢસડીને આગળ લઈ જઈ રહ્યો હતો ત્યારે આ સીડીનો ઊપરનો ભાગ વીજ વાયરને અડકી ગયો હતો. સીડી જેવી વીજ વાયરને અડકી તેમાં આરપાર કરન્ટ પસાર થચો હતો અને યુવક ઝટકો ખાઈને પડી ગયો હતો.

આ પણ વાંચો :  જેતપુર : ભરબજારે 40 લાખના સોનાની લૂંટ, વેપારીની આંખમાં મરચાની ભુકી નાખી ગઠિયા છૂમંતર

આ બનાવ નજરે જોનાર વ્યક્તિ નજીકમાં પહોંતે તે પહેલાં તો કરન્ટના કારણે યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક યુવક 23 વર્ષનો જ હતો અને તેના આવા અણધાર્યા નીધનથી તેના પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું. જોકે, યુવકને પ્રાથમિક સારવાર પણ આપી શકાય નહોતી કારણ કે ઇલેક્ટ્રિક લાઇનનો કરન્ટ એટલો ભારે હતો કે તેનું સીડી પર જ મોત થયું હતું.આ પણ વાંચો :  સુરત : જીલાની બ્રિજ પર મોતના કૂવાનો ખેલ કરતા લબરમૂછિયા ઝડપાયા, જોખમી સ્ટન્ટનો વીડિયો

આ ઘટના તમામ લોકો માટે ચેતવણીરૂપ છે. રોજબરોજના જીવનમાં જ્યારે કોઈ વ્યક્તિ આ પ્રકારે ઇલેક્ટ્રિક શોક પસાર થઈ શકે તેવા પદાર્થોની હેરાફેરી કરતી હોય ત્યારે સાવચેતી વર્તવી અનિવાર્ય છે. પોતાના કામધંધે આવેલા આ યુવકે સ્વપ્ને પણ નહીં વિચાર્યુ હોય કે આ લોખંડની સીડી 'સ્વર્ગની સીડી' બની જશે. સીસીટીવી વીડિયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે આ યુવકને ઝટકો લાગતા જ તે ઢળી પડ્યો અને પ્રાણનું પંખેરૂં ઊડી ગયું
Published by: Jay Mishra
First published: October 21, 2020, 5:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading