14મી ઓગસ્ટથી જગત મંદિર દ્વારકા અનલોકની ગાઇડલાઇન પ્રમાણે ખોલાશે 

14મી ઓગસ્ટથી જગત મંદિર દ્વારકા અનલોકની ગાઇડલાઇન પ્રમાણે ખોલાશે 
આજે નવમી છે અને તમામ કૃષ્ણ મંદિરોમાં હર્ષોલ્લાસનો માહોલ છે.

આજે નવમી છે અને તમામ કૃષ્ણ મંદિરોમાં હર્ષોલ્લાસનો માહોલ છે.

 • Share this:
  શ્રાવણ વદ અષ્ટમીની રાતે બાર વાગે જગત નાથ શ્રીકૃષ્ણનો જન્મ થાય છે. જ્યારે તેમનો જન્મ થાય છે ત્યારે શ્રીકૃષ્ણનો દેવકીના આઠમા પુત્ર રૂપે મામા કંસના કારાગારમાં જન્મ થવાનો હતો. શ્રીકૃષ્ણનો જન્મ કોઇ મુશ્કેલી વગર થાય એવી પ્રાર્થના અને પ્રતિક્ષા સાથે, એ જન્મને વધાવવા માટે આનંદોલ્લાસપૂર્વક દિવસભર ઉપવાસ કરવામાં આવે છે અને મધ્યરાત્રિએ જન્મ-પ્રાગટ્ય થયા બાદ બીજા દિવસે નવમીએ પારણાં કરીને ઉપવાસ છોડવામાં આવે છે. આજે નવમી છે અને તમામ કૃષ્ણ મંદિરોમાં હર્ષોલ્લાસનો માહોલ છે.

  સામાન્ય રીતે આજે નોમના દિવસે જગતમંદિર દ્વારકા ‘જય દ્વારિકાધીશ’ના નાદ સાથે સવારથી જ ગુંજી ઉઠ્તુ હોય છે. પરંતુ  વખતે ભક્તોએ ઓનલાઇન લાઇવમાંથી જ દર્શન કર્યા છે. જો તમે આજે દ્વારકાધીશના દર્શન ન કર્યા હોય તો તમે પણ કરીને ધન્ય બનો.  ઇતિહાસમાં પ્રથમ વખત કોરોના વાયરસના કારણે જગતમંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરવામાં આવ્યા હતા. ઓનલાઇન લિન્કમાં ભક્તોએ દ્વારકાધીશના દર્શન ઓનલાઇન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જન્માષ્ટમી નિમિત્તે દ્વારકા મંદિરનું લાઇવ પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું, જેથી ભક્તો ઘરે બેઠા દ્વારકાધીશના દર્શન કરી શકે. આ સાથે રાજ્યનાં અનેક મોટા મંદિરોએ આ નિર્ણય લોકહિતમાં લીધો હતો.  આ અંગે દ્વારકાધીશ જગતમંદિરના પૂજારીએ જણાવ્યું છે કે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ જગતમંદિરમાં ઉજવાતો હોય, ત્યારે તમામ પરંપરા અનુસરવામાં આવી. જે ભક્તો પોતાના ઘરે બેઠા ઘરમાં સ્થિત લાલાજીનો જન્મદિવસ ઉજવી શકે.

  આ પણ જુઓ -

  આ પણ વાંચો -  GUJCET 2020 માટે આજથી હોલ ટિકિટ થશે ડાઉનલોડ, જાણી લો ક્યાંથી કરાશે

  14 ઓગસ્ટથી મંદિર અનલોકની ગાઇડલાઇન પ્રમાણે ખોલાશે

  13 ઓગસ્ટે ગુરુવારે એટલે કે પારણાં(નંદોત્સવ)ના દિવસે સવારે 7 વાગ્યે પારણાંના દર્શન થયા હતા. સવારે 10.30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. ત્યારબાદ સાંજે આરતીના સમયે 5 વાગ્યે મંદિર ખોલવામાં આવશે. સંધ્યા આરતી સાંજે 7.30 વાગ્યે થશે. શયન આરતી રાત્રે 8.30 વાગ્યે થશે અને દર્શન રાતે 9.30 વાગ્યાથી બંધ કરવામાં આવશે. 14 ઓગસ્ટથી મંદિર અનલોકની ગાઇડલાઇન પ્રમાણે ભાવિકભક્તો માટે રાબેતા મુજબ ખોલવામાં આવશે.
  Published by:Kaushal Pancholi
  First published:August 13, 2020, 15:28 pm

  ટૉપ ન્યૂઝ