દ્વારકાઃ આગામી 31મી જાન્યુઆરીના રોજ ચંદ્રગ્રહણ હોવાને કારણે સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિરે પ્રેસનોટ બહાર પાડીને આ અંગેની માહિતી આપી છે.
મંદિર તરફથી કહેવામાં આવ્યું છે કે, 31મી જાન્યુઆરી, 2018 મહાસુદ પૂનમ અને બુધવારના રોજ ચંદ્રગ્રહણ હોવાથી શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. યાદીમાં કહેવામાં આવ્યું છે કે ચંદ્રગ્રહણના દિવસે સાંજે 4 વાગ્યા પછી મંદિર બંધ રહેશે.
31મી જાન્યુઆરીએ દર્શનનો સમય આ પ્રમાણે રહેશે
- સવારે 5:30 કલાકે મંગળા આરતી
- સવારે 5:30થી 11:30 સુધી દર્શન કરી શકાશે
- 11:30 થી 2:00 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે
- 2:00 થી 4:00 શયન દર્શન કરી શકાશે
- સાંજે 4:00 પછી મંદિર બંધ રહેશે
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર