Home /News /kutchh-saurastra /Video: દ્વારકામાં પાણી પાણી: ખેતરો બેટમાં ફેરવાયા, લોકો હોડીમાં કરી રહ્યાં છે અવરજવર

Video: દ્વારકામાં પાણી પાણી: ખેતરો બેટમાં ફેરવાયા, લોકો હોડીમાં કરી રહ્યાં છે અવરજવર

દ્વારકાના ખેતરોમાં પાણી પાણી

Dwarka rainfall : હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને આઠમી અને નવમી જુલાઈના રોજ ભારે વરસાદ પડી શકે છે.

દ્વારકા : દરિયામાં લો પ્રેશર સર્જાતાં દ્વારકામાં (Dwarka rainfall) ઓરેન્જ એલર્ટ (Orange alert in Dwarka) આપવામાં આવ્યું હતુ. જેના પગલે નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર કરવાની સુચના આપવામાં આવી હતી. ત્યારે આજે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે દ્વારકાનાં કલ્યાણપુર અને રાવલ વિસ્તારના ખેતરો તળાવ બન્યા છે. ખેડૂતોને પોતાના ખેતરમાં જવા માટે હોડી લઇ જવાની ફરજ પડી છે.

દ્વારકામાં ધોધમાર વરસાદ વરસતાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખંભાળિયાના બેહ અને બારામાં કોઝવે પરથી પાણીના પ્રવાહમાં એક યુવક તણાયો હતો. સ્થાનિક સરપંચ અને તેમની ટીમે રેસ્ક્યું કરીને તેને બચાવી લેવામાં આવ્યો છે. સદનસીબે જાનહાનિ ટળી છે. આરોગ્ય શાખામાં ફરજ બજાવતો અક્ષય નામનો યુવક ઘશ્મસ્તા પુલમાં તણાતા સ્થાનિક સરપંચ અને તેમની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતુ.



હવામાન વિભાગની આગાહી પ્રમાણે, તારીખ 7 થી 9 જુલાઈ સુધીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હેડક્વાર્ટર ન છોડવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે. દ્વારકાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાવલ વિસ્તારના ખેતરો તળાવ બન્યા છે.

ધોધમાર વરસાદ બાદ જૂનાગઢના આ ડેમના નજારા પરથી નહીં હટાવી શકો નજર



ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની (Meteorological Department) આગામી પાંચ દિવસ માટે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને આઠમી અને નવમી જુલાઈના રોજ ભારે વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન આખા ગુજરાતમાં વરસાદ પડશે. પાંચ દિવસ દરમિયાન વલસાડ, નવસારી, કચ્છ, જામનગર અને દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે.
First published:

Tags: ગુજરાત, ચોમાસું, દ્વારકા, હવામાન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો