Home /News /kutchh-saurastra /વિદેશ નહીં ગુજરાતના દરિયમાં ગેલ કરી રહી છે ડોલ્ફિન, જુઓ અદભૂત Video

વિદેશ નહીં ગુજરાતના દરિયમાં ગેલ કરી રહી છે ડોલ્ફિન, જુઓ અદભૂત Video

ડોલ્ફિન એક માત્ર દ્વારકાના દરિયા કિનારે જોવા મળે છે

Gujarat Viral video: મનુષ્યો સાથે આત્મિય સબંધ ધરાવતી ડોલ્ફિન દરિયામાં ઊછળકુદ કરતી જોવા મળી હતી. ઓખાનો દરિયા કિનારા પર વાતાવરણ ડોલ્ફિનને માફક આવતું હોવાથી અનેક યાત્રાળુંઓ માત્ર ડોલ્ફિન જોવા આવતા હોય છે.

દ્વારકા: ઓખાનાં (Dolphin in okha sea ) દરિાયમાં હિલ્લોળા લેતી ડોલ્ફિનનો (Dolphin Dance Video) એક શાનદાર વીડિયો સામે આવ્યો છે. જેમાં ડોલ્ફિન પાણીની બહાર આવે છે અને અંદર જાય છે તેવો વીડિયો (Video) સામે આવ્યો છે. ગુજરાત માહિતી ખાતાએ આ વીડિયો પોતાના ટ્વિટર પર અપલોડ કર્યો છે. જે લોકોને ઘણો જ ગમી રહ્યો છે.

સામાન્ય રીતે લોકો વિદેશમાં ડોલ્ફિનને જોવા માટે પૈસા ખર્ચતા હોય છે. ત્યારે ઓખાના મધદરિયે આવા નજારા અવાર નવાર બનતા હોય છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, સમુદ્રમાં ડોલ્ફિન મજાની ડૂબકીઓ મારી રહી છે. ડોલ્ફિન પાણીમાં શ્વાસ ન લઈ શકે એ માટે તે શ્વાસ લેવા માટે પાણીની બહાર આવે છે.



મનુષ્યો જેટલીજ બુધ્ધિઆંક ધરાવતી ડોલ્ફિન એક માત્ર દ્વારકાના દરિયા કિનારે જોવા મળે છે. ઓખા બેટના હનુમાન દાંડીથી 1 કિમી દૂરના દબદબા ટાપુ પર અનેક ડોલ્ફિનો ગેલ કરતી અવાર નવાર જોવા મળે છે. મનુષ્યો સાથે આત્મિય સબંધ ધરાવતી ડોલ્ફિન દરિયામાં ઊછળકુદ કરતી જોવા મળી હતી. ઓખાનો દરિયા કિનારા પર વાતાવરણ ડોલ્ફિનને માફક આવતું હોવાથી અનેક યાત્રાળુંઓ માત્ર ડોલ્ફિન જોવા આવતા હોય છે.
First published:

Tags: ગુજરાત, દ્વારકા