Home /News /kutchh-saurastra /Krishna Janmashtami: પાંચ ગુગળી બ્રાહ્મણે દ્વારકા મંદિરની રક્ષા કાજે વિધર્મીઓ સામે લડીને વીરગતિ પામ્યા હતા
Krishna Janmashtami: પાંચ ગુગળી બ્રાહ્મણે દ્વારકા મંદિરની રક્ષા કાજે વિધર્મીઓ સામે લડીને વીરગતિ પામ્યા હતા
મંદિરની રક્ષા કાજે વિધર્મીઓ સામે લડીને વીરગતિ પામ્યા હતા.
Dwarka Mandir: જગતમંદિર દ્વારિકા પર વિધર્મીઓ દ્વારા જે નુકશાન પહોચાડવામાં આવ્યું હતું. તેમજ જે ભાઈઓએ મંદિરની રક્ષા કાજે બલિદાન આપ્યાં હતાં તે સહિતની બાબતો અંગે દ્વારિકા સર્વ સંગ્રહ ગુજરાત રાજ્ય છઠ્ઠી ઇતિહાસ પરિષદ દ્વારકા પુસ્તકમાં ઉલ્લેખ જોવા મળે છે.
દ્વારકા : વર્ષોથી વિધર્મીઓ હિન્દુ ધર્મના મંદિરો દેવસ્થાનો પર ચડાઈ કરતા આવ્યા છે. સોમનાથ મંદિર (Somnath Temple) ઉપર વિધર્મીઓએ ચડાઈ કરી હોવાનું સૌ કોઈ જાણે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે, ઇસવીસન 1241માં અમદાવાદથી મહમદ શાહ દ્વારા દ્વારિકાધીશનું મંદિર તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે રાણા ઠાકર (Rana Thakar) પરિવારના પાંચ ગુગળી બ્રાહ્મણો વીરગતિ પામ્યા હતા.
ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં દ્વારિકાના ગુગળી બ્રાહ્મણ કપિલ ભાઇએ જણાવ્યું હતું કે, વિરજી ઠાકર, નથુ ઠાકર, કરસન ઠાકર, વાલજી ઠાકર, તેમજ દેવજી ઠાકર તેમજ તેમના એક બહેન મંદિરની રક્ષા કાજે વિધર્મીઓ સામે લડીને વીરગતિ પામ્યા હતા. વીરગતિ પામેલા તમામ લડવૈયાઓની સમાધિ જગત મંદિર દ્વારકાથી થોડીક દૂર આવેલી છે. સમય જતા આ સમાધિને મુસ્લિમ સમુદાય દ્વારા પંચપીર તરીકે ઓળખાવાનું શરૂ કરવામાં આવ્યું હતું. રાણા ઠાકર પરિવારના જે પાંચ ભાઈઓ વીરગતીએ પામ્યા હતા તેમની પત્નીઓ ગંગાબાઇ, કેસરબાઈ, મુલીબાઈ, કસ્તુરબાઈ અને સોનીબાઈએ સવંત 1297ના કારતકવદ તેરસ બુધવારના રોજ સતી થયા હતા. તેમના પાળિયા આજે પણ ગોમતીઘાટ પાસે જોવા મળે છે. જે હાલ પાંચ પાંડવની ડેરી તરીકે પણ ઓળખવામાં આવે છે.
આજે પણ આપણા સનાતન સંસ્કૃતિના તમામ ઉત્સવોમાં મંદિરની રક્ષા કાજે પોતાના જીવ પણ ન્યોછાવર કરનાર પાંચેય ભાઈઓને યાદ કરવામાં આવે છે. ગુગળી જ્ઞાતિ પરિવાર દ્વારા પીતાંબર અર્પણ કરી નૈવેદ્ય પણ ધરાવવામાં આવ્યો છે. નવરાત્રી પૂર્ણ થયા બાદ જ્યારે ગરબાને લઈ નગર પરિક્રમા કરવામાં આવે છે. ત્યારે આ સ્થળ પર જ્યારે ગરબા સાથે લોકો પહોંચે છે. ત્યારે આ વીરોની સમાધીને ગરબાની પવિત્ર જ્યોતના દર્શન પણ કરાવવામાં આવે છે. હાલ આ જગ્યાએ દર મંગળવાર અને શનિવારના દિવસે સાંજે 5 વાગ્યે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે.
જગતમંદિર દ્વારિકા પર વિધર્મીઓ દ્વારા જે નુકશાન પહોચાડવામાં આવ્યું હતું. તેમજ જે ભાઈઓએ મંદિરની રક્ષા કાજે બલિદાન આપ્યાં હતાં તે સહિતની બાબતો અંગે દ્વારિકા સર્વ સંગ્રહ ગુજરાત રાજ્ય છઠ્ઠી ઇતિહાસ પરિષદ દ્વારકા પુસ્તકમાં ઉલ્લેખ જોવા મળે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર