દ્વારકા : કલ્યાણપુરમાં રહેતી પરપ્રાંતિય મહિલાએ ચાર હાથ, ચાર પગ ધરાવતા મૃત શિશુને જન્મ આપ્યો હતો. આ મૃત નવજાતને જોઇને પરિવાર સહિત ડૉક્ટરો પણ અચંબિત રહી ગયા હતા. પરપ્રાંતિય 24 વર્ષનાં સંગીતાબેન શ્રમિક મહિલા છે. તેમણે ખંભાળિયા સરકારી હૉસ્પિટલમાં મૃત બાળકને જન્મ આપ્યો છે. હાલ તેઓ સ્વસ્થ છે.
ખંભાળિયા સરકારી હૉસ્પિટલમાં એક મહિલાએ ચાર પગ અને ચાર હાથવાળા મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ મહિલા મજૂરી માટે કલ્યાણપુરના કેશુપર ગામે રહે છે. આ મહિલાએ ક્યારેય ગર્ભવતી થયા બાદ તબીબી ચેકઅપ કરાવ્યું ન હતું. આ અંગે તબીબી વર્તુળમાં ચર્ચા છે કે મહિલાના બાળકને ગર્ભમાં કોઇ ખામી રહી જતા આવા બાળકનો જન્મ થયો છે. તબીબ અને નર્સિંગ સ્ટાફ દ્વારા મહિલાની નોર્મલ ડિલેવરી કરાવવામાં આવી હતી. તબીબોના જણાવ્યાં પ્રમાણે, આ મહિલાને આ પહેલા પણ ત્રણ સંતાન છે. મહિલાની હાલ તબિયત સારી છે.
સરકારી હૉસ્પિટલ
રાજસ્થાનના ટોંક જિલ્લાના દડાવતા ગામમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. 21 સપ્ટેમ્બર 2019ના રોજ રાજસ્થાનના ટોંક જિલ્લાના દડાવતા ગામમાં એક બાળકીનો જન્મ થયો હતો.
આ પણ જુઓ -
" isDesktop="true" id="1015148" >
આ બાળકીના શરીર સાથે અન્ય એક બાળકનું શરીર ચોંટેલું હતું. બાળકીના 4 હાથ-પગ હતા અને ધડ સાથે અન્ય એક અર્ધવિકસિત ભ્રૂણ હતું. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણી જ વાયરલ થઇ હતી.