Home /News /kutchh-saurastra /દ્વારકા: JCB ભડભડ સળગી ઉઠ્યું, બે દિવસ પહેલા જ જૂથ અથડામણમાં થયું હતું ફાયરિંગ

દ્વારકા: JCB ભડભડ સળગી ઉઠ્યું, બે દિવસ પહેલા જ જૂથ અથડામણમાં થયું હતું ફાયરિંગ

ખંભાળિયાના ભાડથર ગામ નજીક JCBમાં આગ લાગી હોવાનો વીડિયો સામે આવ્યો છેખંભાળિયાના ભાડથર ગામ નજીક JCBમાં આગ લાગી હોવાનો વીડિયો સામે આવ્યો છે.

Dwarka JCB burst: ખંભાળિયાના ભાડથર ગામ નજીક JCBમાં આગ લાગી હોવાનો વીડિયો સામે આવ્યો છે. અહીં બે દિવસ પહેલા થયેલી જૂથ અથડામણમાં 4 રાઉન્ડ ફાયરિંગ પણ કરાયું હતું.

દ્વારકા: ખંભાળિયાના ભાડથર ગામ નજીક JCBમાં આગ લાગી હોવાનો વીડિયો સામે આવ્યો છે. અહીં બે દિવસ પહેલા થયેલી જૂથ અથડામણમાં 4 રાઉન્ડ ફાયરિંગ પણ કરાયું હતું. તેવામાં હાલ જૂથ અથડામણને કારણે એક જૂથે JCBમાં આગ લગાડી હવોની વાતો વહેતી થઈ છે. આગમાં JCB બળીને ખાખ થયું હતું. ઘટના સ્થળની આસપાસના વિસ્તારમાં અગાઉથી જ પોલીસ બંદોબસ્ત હોવા છતાં JCB સળગતા અનેક સવાલો ઉભા થયા છે.

ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

હાલ ભાડથર ગામ પાસે જેસીબી મશીનમાં આગ લાગી હોવાનો વીડિયો સામે આવતાં અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. કેમ કે, અહીં બે દિવસ પહેલા જ અથડામણની ઘટના બની હતી. બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં ચાર રાઉન્ડ ફાયરિંગ પણ કરાયું હતું. જે બાદ અહીં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. તેમ છતાં અહીં જેસીબીમાં આગ લાગી હોવાની ઘટના બની છે. આ સાથે જ ચર્ચાએ જોર પડક્યો છે કે જૂથ અથડામણને કારણે એક જૂથે JCBમાં આગ લગાડી હવોની વાતો વહેતી થઈ છે.

આ પણ વાંચો: બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે ગોજારો અકસ્માત, ડ્રાઈવર-દર્દીના સગાનું મોત, 3 ઇજાગ્રસ્ત

કોણે લગાવી આગ?

જૂથ અથડામણમાં આ જેસીબી દ્વારા જ એક જૂથની કેબિનો તોડી પાડી હોવાની શક્યતા છે. જેસીબીમાં આગ આકસ્મિક કે કોઈ શખ્સો દ્વારા લગાવવામાં આવી છે કે કેમ, તે અકબંધ છે. આગથી સમગ્ર જેસીબી બળીને ખાખ થઇ ગયું છે. ઘટનાને પગલે ફરી એક વખત ગામમાં માહોલ ગરમાય નહીં તે માટે પોલીસ તૈનાત છે અને ચાંપતી નજર રાખી રહી છે.
First published:

Tags: Dwarka, Fire News, Gujarat News