દ્વારકામાં હત્યાનો ભેદ ઉકેલાયો, પત્ની અંગે ખોટી માંગણી કરતા પતિએ ઓળખીતાનું કાઢ્યું કાસળ

દ્વારકામાં હત્યાનો ભેદ ઉકેલાયો, પત્ની અંગે ખોટી માંગણી કરતા પતિએ ઓળખીતાનું કાઢ્યું કાસળ
દેવભૂમિ દ્વારકાના એસપી, સુનિલ જોશી

આરોપીએ ગુનામાં વપરાયેલ લાકડી પણ રજૂ કરી હતી.

 • Share this:
  કરમૂર ગોવિંદ, દ્વારકા : કુરંગા ગામ પાસે વાડી વિસ્તારમાં પાંચમી ફેબ્રુઆરીના રોજ બોથડ પદાર્થ માથામાં મારેલી પુરુષની લાશ (dead body) મળી હતી. જે બાદ દેવભૂમિ દ્વારકા પોલીસે ગણતરીના દિવસોમાં જ આ હત્યાનો (murder) કેસની ગૂંથ્થી સૂલજાવી દીધી છે. મૃતક વાલાભાઈ હાથીયાની હત્યા તેમના ઓળખીતા રામશી માલદેભાઈ વાઘેલાએ જ કરી હોવાનું સામે આવ્યું છે. મૃતકે આરોપી રામશીભાઇની પત્ની (wife) અંગે ખરાબ વાત કરી હતી જેનાથી ઉશ્કેરાયને આરોપીએ મૃતકને લાકડી અને પથ્થરથી માર માર્યો હતો. જેમાં તેનું મૃત્યું નીપજ્યું હતું. દ્વારકા પોલીસે (Dwarka Police) આરોપીને ઝડપી પાડીને કોવિડ 19ની (Covid 19) ગાઈડલાઈન મુજબ કોરોના રિપોર્ટ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  ટીમો બનાવીને આરોપીની તપાસ કરી હતી  દ્વારકા નજીક કુરંગા ગામે વાડી વિસ્તારમાં રહેતા વાલાભાઈ હાથીયાને (ઉ.વ. 30) અજાણ્યા માણસો દ્વારા માથાના ભાગે બોથડ પદાર્થ વડે માર મારી, ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરેલી લાશ ગત 5મી ફેબ્રુઆરીના રોજ મળી આવી હતી. જેનો દ્વારકા પોલીસ મથકે આઈપીસી કલમ 302 અને જીપી એક્ટ 135 કલમ મુજબનો ગુનો નોંધ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા એસપીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી આ અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં દ્વારકા જિલ્લા એલસીબી, એસઓજી અને જિલ્લાના ડીવાય એસપી, એસટી એસસી સેલના ડીવાય એસપી દ્વારકા પોલીસ સહિતની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.  આ રીતે ઝડપાયો આરોપી

  દેવભૂમિ દ્વારકાના એસપી, સુનિલ જોશીના જણાવ્યાં પ્રમાણે, શંકાસ્પદ લોકોની તપાસમાં કુરંગા ગામના ઝૂંપડામાં રહેતા અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન રામશી માલદેભાઈ વાઘેલાની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યા હતા. તેમણે પોલીસ સામે કબૂલાત કરી હતી કે, તેમણે લાકડી તેમજ પથ્થરના ઘા ઝીંકીને વાલાભાઇની હત્યા કરી હતી. આરોપીએ કબૂલાતમાં જણાવ્યું હતું કે, આરોપી અને મરણ જનાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મૃતકે આરોપીની પત્નીને લઈ આવવાની વાત કરી હતી.

  ચેતજો! માત્ર અમદાવાદની બેંકોમાં છેલ્લા ત્રણ મહિનામાં જમા થઇ લાખોની ડુપ્લિકેટ નોટો, તમારી પાસે તો નથી આવી ને?

  જ્યારે આરોપીને આ વાતનુ લાગી આવ્યા બાદ ઉશ્કેરાઇ ગયો હતો. જે બાદ મરણ જનારને માર માર્યો હતો અને બદલો લેવાની દાનતથી પથ્થર અને લાકડીના ઘા મારી હત્યા નિપજાવી હોવાની કબૂલાત કરી હતી. આરોપીએ ગુનામાં વપરાયેલ લાકડી પણ રજૂ કરી હતી.

  ગરમી શરૂ થતા પહેલા માત્ર પાંચ મિનિટ અને બે રૂપિયામાં કરો જાતે જ ACની સર્વિસ, જાણો પ્રોસેસ

  જે બાદ સમગ્ર મામલે દ્વારકા જિલ્લા એસઓજી, એલસીબી, દ્વારકાની સ્થાનિક પોલીસ સહિત ડીવાય એસપી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આરોપીને પકડી વધુ કાર્યવાહી કરવામાં આવી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:February 09, 2021, 10:42 am

  ટૉપ ન્યૂઝ