દ્વારકા: ૪૮ કલાકથી ઉપવાસ કરી રહેલા ખેડૂતોએ સરકારનું ઓપરેશન કર્યું

૬ માંગણીઓને લઈને સરકારનું નાટ્યાત્મક ઓપરેશન કરી અનોખો વિરોધ વ્યક્ત કર્યો...

૬ માંગણીઓને લઈને સરકારનું નાટ્યાત્મક ઓપરેશન કરી અનોખો વિરોધ વ્યક્ત કર્યો...

 • Share this:
  ખેડૂતોએ આજે સરકારનું ઓપરેશન કર્યું છે. છેલ્લા ૪૮ કલાકથી ઉપવાસ કરી રહેલા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખેડૂતોએ જુદી-જુદી ૬ માંગણીઓને લઈને સરકારનું નાટ્યાત્મક ઓપરેશન કરી અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે.

  દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખેડુતો જામખંભાળિયામાં ઉતર્યા ૭૨ કલાકના ઉપવાસ પર. આજે ઉપવાસ આંદોલનના ૪૮ કલાક વીત્યા બાદ પણ સરકાર દ્વારા દરકાર ન લેવાતા સરકારને ખેડૂતોએ નાટ્યાત્મક ગણાવી નાટ્યાત્મક રીતે સરકારનું ઓપરેશન કરી નાંખ્યુ.

  ખેડૂતોએ ઉપવાસ આંદોલનથી સરકારને આપેલા 72 કલાકના અલ્ટીમેટમ બાદ તેમજ ભીખ માગ્યા બાદ ઉપવાસી છાવણીમાં આજે ઓપરેશન થીયેટર ઉભુ કરી સરકારનું નાટ્યાત્મક ઓપરેશન કર્યુ હતુ.

  ખેડૂતોએ ભીખ માંગ્યા બાદ આજે બીજા દિવસે સરકારને નાટ્યાત્મક ગણાવી ઉપવાસી છાવણીમાં ઓપરેશન થીયેટર ઉભુ કરી સરકારનું નાટયાત્મક ઓપરેશન કર્યુ. ત્યારે દિવસેને દિવસે પોતાની માંગણીઓ લઈને બેઠલા ખેડૂતો સામે સરકાર કયારે જોશે તેની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે.

  ખેડૂત હિતરક્ષક સમિતિ પાલભાઈ આંબલીયાએ કહ્યું કે, આજે સંયુક્ત ખેડૂતોએ એક નાટક કર્યું. કારણકે નાટ્યાત્મક સરકાને નાટ્યાત્મક જવાબ હોય.એટલે કે નાટકનો અમારો મુખ્ય ઉદેશ્ય અથવા તો સરકાર ખેડૂત જે એકબીજાને કાયમી સંકળાયેલા છે.ખેડૂતોએ નિર્ધાર કર્યો નક્કી કર્યું, કે સરકારને ખરેખર મગજ છે.કે,નહી?એટલે નાટકનું નામ પણ હતું કે, સરકારના મગજનું ઓપરેશન સરકારને લઈ આવી ડોક્ટર પાસે લઇ જઈ અને એમનું ઓપરેશન કરવામાં આવ્યું.અને ઓપરેશન બાદ ડોકટરે પણ એવું જાહેર કર્યું કે, આ સરકારને ખેડૂતનું વિચારવા માટે કોઈ નશ જ નથી.એટલે તમે ખોટા પ્રયત્નો કરો છો. એટલે અમારા બુઝુર્ગ વડીલોએ સાથે સરકારનો ખરખરો પણ કર્યો. અને જે કાઠીયાવાડી સૌરાષ્ટ્રમાં કાયમી એક રીવાઝ છે, કે,ખરખરા વખતે કાણ પણ કરવામાં આવે એટલે સરકાની કાણ પણ કરી.
  Published by:kiran mehta
  First published: