Home /News /kutchh-saurastra /Gujarat Assembly Election 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી : દ્વારકા બેઠક પક્ષ માટે કપરી, પબુભા માણેક માટે આસાન

Gujarat Assembly Election 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી : દ્વારકા બેઠક પક્ષ માટે કપરી, પબુભા માણેક માટે આસાન

ગુજરાત ચૂંટણી 2022 (Gujarat Election 2022): ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં દ્વારકા બેઠક (Dwarka Assembly constituency) એક મામલે અલગ છે. રાજકીય પક્ષો માટે આ બેઠક કપરી છે તો કદાવર નેતા પબુભા માણેક માટે આસાન છે. આવો જાણીએ દ્વારકા બેઠકના રાજકીય ગણિત...

ગુજરાત ચૂંટણી 2022 (Gujarat Election 2022): ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં દ્વારકા બેઠક (Dwarka Assembly constituency) એક મામલે અલગ છે. રાજકીય પક્ષો માટે આ બેઠક કપરી છે તો કદાવર નેતા પબુભા માણેક માટે આસાન છે. આવો જાણીએ દ્વારકા બેઠકના રાજકીય ગણિત...

વધુ જુઓ ...
દ્વારકા વિધાનસભા ચૂંટણી (Dwarka assembly constituency) : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (gujarat assembly election 2022) જંગમાં ભાજપ (BJP), કોંગ્રેસ (Congress), આમ આદમી પાર્ટી (AAP) સહિત રાજકીય પાર્ટીઓ કામે લાગી છે. ચૂંટણી 2022 (Election 2022) ભારે રસાકસી વાળી બની રહેવાની અટકળો વચ્ચે અહીં એક એવી બેઠકની વાત કરીએ કે જ્યાં પાર્ટી ગમે તે હોય પરંતુ દબદબો એક કદાવર નેતાનો રહ્યો છે. હા, અહીં વાત છે દ્વારકા બેઠકની. આ બેઠક પર છેલ્લા ત્રણ દાયકાથી પબુભા માણેકનું પ્રભુત્વ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસના બેનરથી તો તેઓ ચૂંટાયા છે પરંતુ અપક્ષ તરીકે પણ તેઓ ચૂંટણી જીતી ચૂક્યા છે.

ગુજરાત વિધાનસભાની દ્વારકા બેઠકનો સમાવેશ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં થાય છે. દ્વારકા ગુજરાતની પ્રથમ રાજધાની હોવાનું માનવામાં આવે છે. શહેરનું નામ સંસ્કૃતમાં શાબ્દિક અર્થ "સ્વર્ગનું પ્રવેશદ્વાર" થાય છે. હિંદુઓ માટે એક મહત્વપૂર્ણ યાત્રાધામ તરીકે, દ્વારકામાં રુક્મિણી દેવી મંદિર, ગોમતી ઘાટ અને બેટ દ્વારકા સહિત અનેક નોંધપાત્ર મંદિરો આવેલા છે.

દ્વારકાના લેન્ડ એન્ડ પોઈન્ટ પર એક દીવાદાંડી પણ છે. આમ આ બેઠકનુ ધાર્મિક અને પ્રવાસનની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વ છે. આ બેઠક અંતર્ગત કલ્યાણપુર તાલુકા અને ઓખામંડલ તાલુકાનો સમાવેશ થાય છે. દ્વારકા એ જામનગર જિલ્લા અને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ વિધાનસભા મતદારક્ષેત્ર છે અને તે જામનગર સંસદીય/લોકસભા મતવિસ્તારનો એક ભાગ છે.

DAHOD ASSEMBLY CONSTITUENCY ELECTION 2022 RESULT
દાહોદ વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ


દ્વારકા મત વિસ્તારમાં કુલ 261861 મતદારો છે, જેમાં 136604 પુરૂષ, 125252 મહિલા અને 5 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દ્વારકા મતવિસ્તારમાં 58.88% મતદાન નોંધાયું હતું.

બેઠકના જાતિગત સમીકરણ

દ્વારકા વિધાનસભા બેઠક પર મુખ્યત્વે સવર્ણોનો દબદબો રહે છે. આંકડાકીય રીતે વાત કરવામાં આવે તો અહીં અનુસૂચિત જાતિ 6.78% અને અનુસૂચિત જનજાતિ 1.29% છે. જ્યારે સવર્ણ હિદુઓ 84.65% અને મુસ્લિમો 15.00% છે.

ત્રણ દાયકાથી જીતનો સિલસિલો

દ્વારકા બેઠકની વાત કરીએ તો અહીં પક્ષ કરતાં વ્યક્તિનું પ્રભુત્વ વધુ દેખાય છે. પબુભા માણેક એક એવા નેતા છે કે જે પાર્ટીના બેનર વગર અને બેનર સાથે વિજયી થયેલા છે.  તેઓ અપક્ષ તરીકે પણ જીત્યા છે. કોંગ્રેસમાં પણ જીત્યા છે અને બાદમાં ભાજપમાંથી પણ ચૂંટાયા છે. છેલ્લા ત્રણ દાયકાથી એમનું આ બેઠક પર પ્રભુત્વ રહ્યું છે.

સમીકરણ બદલાઇ પણ શકે

દ્વારકા વિધાનસભા બેઠક પર છેલ્લા ત્રણ દાયકાથી પબુભા માણેકનું રાજ છે. જોકે આ વખતે સમીકરણ બદલાઇ શકે છે એવી પણ અટકળો ઉઠી રહી છે. વય મર્યાદા અને નો રિપીટ થીયરીને પગલે તેઓને રિપીટ કરવા કે કેમ એ મુદ્દે ભાજપ અસમંજસની સ્થિતિમાં છે. 30 વર્ષથી ધારાસભ્ય પદે રહેલા પબુભા માણેકને પાર્ટી ટીકીટ આપશે કે કેમ તે અંગે અત્યારથી અટકળો તેજ બની છે.  30 વર્ષથી અપક્ષ કૉંગ્રેસ અને ભાજપ ત્રણેય પક્ષમાં પબુભા માણેક ચૂંટાતા રહ્યા છે.

ઉમેદવારને લઇને મૂંઝવણ!

ભાજપ જો નો રિપીટ થિયરી અપનાવે તો પબુભા માણેકનું પત્તુ કપાઈ શકે, સાથે ભાજપ માટે અહીં મજબૂત ઉમેદવાર ન હોઈ ભાજપ માટે કોયડો મૂંઝવણભર્યો મૂકાયું છે. પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ થયેલ છે. 3 વર્ષથી અહીં ધારાસભ્ય પદ ખાલી છે, કોર્ટે મેરામણ ગોરીયાની અરજીને અનુસંધાને ફોર્મમાં ક્ષતિ રહેવાના કારણે પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ કર્યું છે, આ મામલો હાલ સુપ્રિમ કોર્ટમાં પેન્ડિંગ છે.

મહેસાણા વિધાનસભા ચૂંટણી 2022 ગુજરાત ચૂંટણી પરિણામ
MEHSANA ASSEMBLY ELECTION GUJARAT ASSEMBLY ELECTION 2022 RESULT


પબુભા માણેક વિના ભાજપ પાસે કોઈ મજબૂત ઉમેદવાર નથી. જો પબુભા માણેકને ટીકીટ નહીં આપે તો તેમના પુત્રને ટીકીટ મળે તેવી ચર્ચા હાલ જોર પર છે. પબુભા માણેક માટે આ વખતે ચૂંટણી પણ આસાન નથી કેમ કે આ વખતે આપ પાર્ટી પણ પોતાનો મજબૂત ચહેરો મેદાનમાં ઉતારશે. આવા સમયે પબુભા માણેક માટે જીત આસાન તો નહીં હોય.

દ્વારકા વિધાનસભા બેઠક ચૂંટણી પરિણામ
વર્ષવિજેતા ઉમેદવારનુ નામપક્ષ
1962હરિદાસ કાનાણીઆઈએનસી
1967કે જી રાઈચુરાઆઈએનસી
1972ગોરિયા મરખી જેઠાઆઈએનસી
1975ગોરિયા મરખી જેઠાઆઈએનસી
1980ત્રિવેદી લીલાબેનઆઈએનસી
1985પબારી જમનાદાસઆઈએનડી
1988વી આર નાથાભાઈઆઈએનસી
1990પબુભા માણેકઆઈએનડી
1995પબુભા માણેકઆઈએનડી
1998પબુભા માણેકઆઈએનડી
2002પબુભા માણેકઆઈએનસી
2007પબુભા માણેકભારતીય જનતા પાર્ટી
2012પબુભા માણેકભારતીય જનતા પાર્ટી
2017પબુભા માણેકભારતીય જનતા પાર્ટી

2017ની ચૂંટણીમાં પબુભા માણેકને 73431 મત મળ્યા હતા, તેની સામે કોંગ્રેસના ઉમેદવારને 67692 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારની આ બેઠક પર 5739 મતોથી હાર થઇ હતી. 2017માં થયેલી ચૂંટણીમાં ભાજપના નેતા પબુભા માણેક ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એ સમયે પબુભા સામે કૉંગ્રેસના ધારાસભ્ય મેરામણ આહિર હતા, જેમની પબુભા સામે હાર થઈ હતી. એપ્રિલ 2019માં ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2017માં દ્વારકા બેઠક પર થયેલી વિધાનસભાની ચૂંટણીને રદ કરી દીધી હતી.

દ્વારકા વિધાનસભા બેઠક પર વિવાદ

2019માં આહિરે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી કે પબુભા માણેકનું ઉમેદવારીપત્રક અધૂરું અને ક્ષતિયુક્ત હતું. જેથી આ ચૂંટણીને રદ કરવામાં આવે અને તેમને ન ચૂંટાયેલા જાહેર કરવામાં આવે. આ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે દ્વારકા બેઠક પરની ચૂંટણીને રદ કરી દીધી હતી, પરંતુ આહિરને ચૂંટાયેલા જાહેર કર્યા ન હતા.

એ વખતે ગુજરાત હાઈકોર્ટમાં પબુભા માણેકની લીગલ ટીમે રજૂઆત કરી હતી કે તેમને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે ચાર અઠવાડિયાંનો સમય આપવામાં આવે અને ત્યાં સુધી ચુકાદાનો અમલ મોકૂફ રાખવામા આવે. જોકે, હાઈકોર્ટે ચુકાદો મોકૂફ રાખવાની વાતને નકારી કાઢી તેમને 'ગેરલાયક' ઠેરવ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે પબુભા માણેક સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે, પરંતુ સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી કોઈ ચુકાદો ના આપે ત્યાં સુધી માણેક ગેરલાયક ઠરેલા ગણાશે. આમ, સુપ્રીમ કોર્ટે પબુભા માણેકને ગેરલાયક ઠેરવતા ચુકાદા સામે સ્ટે આપવાનો ઇન્કાર કર્યો હતો, જેને લઈને વિધાનસભા 2022માં આ બેઠકને લઈને પરિસ્થિતી અસમંજસ ભરી રહેશે.

દ્વારકા બેઠક પર એક હથ્થુ શાસન કરતા પબુભા માણેકને કોર્ટ દ્વારા ગેરલાયક ઠેરવતાં ઉભી થયેલ સ્થિતિ ભાજપ માટે કેટલેક અંશે મુસીબત બની શકે એમ છે. એમના વિકલ્પ તરીકે કોઇ કદાવર નેતા પર પસંદગી કરવી આસાન નથી એ સંજોગોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ બેઠક પર કરેલી મહેનત ફળી શકે એવા ઉજળા સંકેત છે. જોકે આ બેઠક પર કોનું પલ્લુ ભારે રહે છે એ તો સમય જ બતાવશે.

વિધાનસભા બેઠકોની ચૂંટણી અંગેની રસપ્રદ વિગતો જાણો

વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  |
First published:

Tags: Assembly Election 2022, Dwarka, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો