ડ્રોનનો નજારો : દ્વારકાનું જામરાવલ ગામ બેટમાં ફેરવાયું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

News18 Gujarati
Updated: July 8, 2020, 3:33 PM IST
ડ્રોનનો નજારો : દ્વારકાનું જામરાવલ ગામ બેટમાં ફેરવાયું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
ગામનું દ્રશ્ય.

સતત વરસાદને કારણે દ્વારકાનાં અનેત દામોની સ્થિતિ ગંભીર, ઘરમાં પાણી ભરાતા લોકો પરિવાર સાથે છત પર રહેવા મજબૂર બન્યા.

  • Share this:
જામનગર : સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ (Monsoon 2020) કરી છે. સૌરાષ્ટ્ર (Saurashtra)માં અત્યાર સુધી સિઝનનો 50 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. જ્યારે રાજ્યમાં સરેરાશ 25 ટકા જેટલો વરસાદ પડ્યો છે. દેવીભૂમી દ્વારકા (Devbhoomi Dwarka)ના કલ્યાણપુર અને ખંભાળીયામાં વરસાદે એવું તો હેત વરસાવ્યું છે કે નદી-નાળા છલકાયા છે. સાથે જ અનેક ગામોમાં પૂરની સ્થિતિ પણ ઊભી થઈ છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરનું જામરાવલ ગામ (Jamraval Village) બેટમાં ફેરવાયું છે. ગામના અમુક મકાનોમાં પાંચથી છ ફૂટ પાણી ભરાઈ ગયા છે.

ઉપરવાસમાં વરસાદે કારણે ગઈકાલે મંગળવારે રાત્રે ગામની પરિસ્થિતિ ખૂબ ગંભીર થઈ ગઈ હતી. બુધવારે વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાનું શરૂ થઈ ગયું હતું. સાની તેમજ વર્તુ-1 અને વર્તુ-2 ડેમના પાણી ગામમાં ઘૂસી જવાથી લોકો છત પર રહેવા માટે મજબૂર બન્યા હતા.

ફક્ત ગામ જ નહીં પરંતુ આસપાસના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા. ન્યૂઝ 18 ગુજરાતીના રિપોર્ટર હરિન માત્રાવાડિયા આ ગામ ખાતે પહોંચ્યા હતા. તેમણે ગામના લોકો સાથે વાતચીત કરી હતી. ગામના લોકોએ જણાવ્યું હતું કે દર વર્ષે તેમના ગામમાં આવી જ રીતે પાણી ઘૂસી જાય છે. આ મામલે તંત્ર તરફથી કોઈ પગલાં નથી લેવામાં આવતા.

ગામ લોકોના કહેવા પ્રમાણે જિલ્લામાં આવેલો સાની ડેમના દરવાજા ખુલ્લા હોવાથી જામરાવલ ઉપરાંત આસપાસનાં 10થી 12 ગામોમાં પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ઘૂસવાને કારણે લોકો પોતાની છત પર રહેવા મજબૂર બન્યા છે. ત્યાં સુધી કે લોકોના ઘરોમાં રહેતો તમામ સામાન પણ પલળી ગયો છે. એક દિવસથી અનેક ઘરોમાં ચુલા પણ નથી સળગ્યા.

જામરાવલનાં સ્થાનિક લોકોએ વધુમાં જણાવ્યું કે, એવું નથી કે સાની ડેમમાંથી આ વરસાદી પાણી પહેલી વખત આવ્યું છે. આ તો દર વર્ષે આવે છે. અમને આના કારણે ઘણી તકલીફ થાય છે. અનેકવાર અમે તંત્રમાં પણ રજૂઆત કરી પરંતુ કોઇ કામગીરી કરવામાં આવતી નથી.
Published by: Vinod Zankhaliya
First published: July 8, 2020, 3:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading