દ્વારક: તહેવારોમાં દ્વારકાધીશ મંદિરના દર્શન સમયમાં ફેરફાર થયો છે. 24 ઓક્ટોબરે મંગળા આરતી 5:30 કલાકે થશે. જ્યારે બપોરે 1થી 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. 5 વાગ્યે ઉત્થાપન દર્શન થશે, ત્યાર બાદ 8 વાગે હાંટડીના ખાસ ઉત્સવ દર્શન અને રાત્રે 9:45 કલાકે મંદિર બંધ થશે. ગ્રહણના દિવસે એટલે કે 25 તારીખે સાંજે 7 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. સાંજે 7થી 11 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શક્શે. જ્યારે 26 અને 27 તારીખે મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. 26 તારીખે 6 વાગ્યે અને 27એ સવારે 6:30 કલાકે આરતી થશે. જ્યારે બીજી નવેમ્બરે સવારે 11:30 કલાકે વિશેષ ગોવર્ધન પૂજા અને સાંજે 5થી 7 વિશેષ અન્નકૂટના દર્શનનું આયોજન છે. દીપાવલી પર્વને લઈને દ્વારકાધીશ જગત મંદિરના દર્શનના સમયમાં ફેરફાર રહેશે, 23મીના રોજ દિવસે શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ રહેશે.
તારીખ 24 રૂપચૌદશ તેમજ દીપાવલીના દિવસે
- મંગલા આરતી સવારે 5:30 વાગ્યે - બપોરે 1થી 5 સુધી મંદિર બંધ - 5 વાગ્યે ઉત્થાપન દર્શન. 8 વાગ્યે હાંટડીના ખાસ ઉત્સવ દર્શન - રાત્રે 9:45 કલાકે મંદિર બંધ
તારીખ 2 નવેમ્બરના દિવસે વિશેષ અન્નકૂટ દર્શનનો લાભ રહેશે. તે દિવસે મંગલા આરતી સવારે 6 વાગ્યે બાદ 11 :30 વાગ્યે વિશેષ ગોવર્ધન પૂજા થશે. બપોરે 1થી 5 મંદિર બંધ રહેશે. 5થી 7 વાગ્યા સુધી ખાસ અન્નકૂટ દર્શન બાદ 9:45 કલાકે મંદિર બંધ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર