દેવભૂમિ દ્વારકા : કલ્યાણપુરમાં થયેલી પ્રૌઢાની હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે સોનુ અને માકઇલની ધરપકડ કરી

જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને આ અંંગે માહિતી આપી હતી.

ખંડેરમાં દારૂ પીતા શખ્સોની આદતે ભાંડો ફોડી દીધો, ડોગ સ્ક્વૉડની મદદ લેતા ધીરે ધીરે ક્રાઇમ પગેરૂં મેળવવામાં સફળ રહી પોલીસ

  • Share this:
    ગોવિંગ કરમુર, દેવભૂમિ દ્વારકા :  દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના કલ્યાણપુર (Kalyanpur village) ગામે ગઈ કાલે બાલવી માતાજીના મંદીર પાસે રહેતા જટાશંકરભાઇ વેલજીભાઇ ભોગાયતાના રહેણાંક મકાનથી બાજુમાં થોડે દુર આવેલ ખંઢેરમાંથી તેના પત્ની જયાબેનની (Murder of Old Woman) હત્યા કરેલી લાશ મળી આવી હતી. પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી, દારૂ તેમજ ચોરી કરવાના આદી એવા સોનુ અને માઇકલની ધરપકડ કરી છે. મૃતક મહિલાને  માથામાં પત્થરના ( બોથડ પદાર્થ ) થી કુરતાપુર્વક હત્યા નીપજાવેલનો અરેરાટી ભર્યો બનાવ બનેલ હતો. આ બનાવની જાણ થતા પોલીસ અધિક્ષક સુનિલ જોશી તથા ડીવાય એસપી , સ્પેશ્યલ સેલ એલ.સી.બી. , એસ.ઓ.જી. સ્થાનીક પોલીસનો સ્ટાફ માણસો તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયા હતા અને બનાવ વિશે માહીતી મેળવતા પ્રથમ કોઇ ફળદાયક માહીતી મળેલ નહોતી. જેથી પોલીસ અધિક્ષક સુનીલ જોષીએ તમામની અલગ અલગ આઠ ટીમો બનાવી તપાસનો જુદી જુદી દિશામાં દોર ચાલુ કરી હતી.

    દરમિયાન આ ખંઢેરમાં અસામાજિક પ્રવૃતિ ( દારૂ પીવાની ) ચાલતી હોય જેથી આ ખંઢેરમાં આવી અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમોમાં સોનુ તથા માલો ઉર્ફે માઇકલ તથા ફીરોજ ઉર્ફે ટીનો તથા અજીત મહારાજ વિગેરે અસામાજિક પ્રવૃતિ કરતા તત્વોના નામો સામે આવેલ જેથી આ તમામ ઇસમોની અલગ અલગ ટીમો દ્વારા શોધખોળ ચાલુ કરેલ તથા ડોગ સ્કોડ સાથે એક ટીમને રવાના કરીને હત્યા કરી નાશી જનાર ઇસમોના પગેરૂ દબાવવાનો સઘન પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો :  સ્થાનિક સ્વરાજની ચૂંટણી : કૉંગ્રેસે અમદાવાદ મનપાના જંગ માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, જાણો કોન મળી Ticket

    જે દરમીયાનમાં પોલીસ ડોગ ટ્રેકીંગ કરતા કરતા ઉપરોકત નામવાળા પૈકી સોનુના ઘરે પાસે થઇને સ્મશાન - કબ્રસ્તાન તરફ રવાના થયેલ . તાત્કાલીક ટીમ દ્વારા સોનું નામના ઇસમની શોધખોળ કરતા સોનું મળી આવતા યુકિત પ્રયુકિત અને આગવી ઢબે ( ૧ ) સોન બ્રીજેશસિંગ રાજપુત ઉ.વ -23 રહે . હાલ કલ્યાણપુર મુળ રહે હુશેનપુરા તા . ફતીયાબાદ જી આગ્રા ( યુ.પી ) ની પુછપરછ કરતા જાણવા મળ્યું કે , સોનું અને ફીરોજ આમદભાઇ બ્લોચ અને તેની સાથેના અન્યો ઉપર જણાવેલ નામવાળાઓ આ ખંઢેરમાં છાની છુપી રીતે દારૂ પીતા હોવાની વિગત જણાવી હતી,

    ગઈકાલના રોજ બપોરના સુમારે ઉપરોકત પૈકીના સોનું , માલો ઉર્ફે માઇકલ તથા અજીત મહારાજ ત્રણેય જણાઓ ખંઢેર વાળા પડતર મકાનમાં દારૂ પીવા પ્રવૃતિ માટે ભેગા થયેલ દરમિયાનમાં મરણ જનાર જયાબેન ખંઢેરમાં પહોચી જઇને આ કોઇની માલીકનું મકાન હોય અને દારૂ પીવાની પ્રવૃતિ કરવાની આકરા શબ્દોમાં ના પાડેલ અને પોલીસમાં ફરીયાદ કરવાનું જણાવ્યું હતું.

    ત્યારબાદ તમામ ઇસમો દારૂ પીધા વગર ખંઢેર - મકાનેથી ચાલ્યા ગયેલ . પરંતુ આ બનાવ બાબતે સોનું તથા માઇકલને મનમાં લાગી આવેલ તેમણે બંનએ પ્રોઢાનો નિકાલ કરવાનું નકકી કર્યું હતું. ત્યારબાદ ગઇકાલ સાંજના ચારેક વાગ્યાના સમારે સોનુ તથા ફીરોજ ઉર્ફે ટીનો આમદભાઇ બ્લોચ બંને ખંઢેરની પાસે તથા મરણજનાર જયાબેનના ઘરની બાજુમાં રહેતા બલબીરભાઇના રહેણાંક મકાન ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા.

    બલબીરભાઇના મકાન પર મારેલ તાળુ તોડી ચોરી કરી રહેલ હતા . ત્યારે મકાનમાં રહેલ હવા ( નાની ) બારીમાંથી બંનેને ચોરી કરતા મરણ જનાર જયાબેન જોઇ જતા તેણે તેના પડોશમાં રહેતા સોનુને પડકારીને કહેલ કે , તમે બીરબલભાઇની ગેરહાજરીમાં તેના મકાનમાં ઘુસી ગયેલ છો . અને જો ચોરીની ફરીયાદ થશે તો હું તમને પોલીસમાં પકડાવી દઇશ.

    આ પણ વાંચો :  સુરત : વેપારીએ ઘરકામ માટે ગોંધી રાખેલી યુવતીનું રેસ્ક્યૂ, અપહરણ કરાયેલી યુવતીનો 3 હજારમાં થયો હતો 'સોદો'

    તેમ આકરા શબ્દોમાં ઠપકો આપતા બેને ત્યાંથી નીકળી ગયેલ . અગાઉ સોનુએ મરણ જનાર જયાબેન પાસેથી રૂ .10,000 / - અઠવાડીયા માટે ઉછીના લીધેલ પરંતુ સોનુએ આ પૈસા સમયસર પરત કરેલ ન હોય બપોરએ ખંઢેરમાંથી તમામને રવાના કરેલ ત્યારે જણાવેલ કે સોનુ ને બીજા ખર્ચ કરવા પૈસા મળે છે . મારા પૈસા પરત આપતો નથી . જેથી મરણ જનાર પોલીસમાં રજુઆત કરશે . જેથી મરણ જનારની પોલીસમાં પકડાવી દેવાની તમામ વાતનું મનદુઃખ રાખી સોનું એ માલો ઉર્ફે માઇકલ સાથે વૃધ્ધા જયાબેનને ધરે ચોરી કરવાના ઇરાદે ઘુસી જઇને તેણીને મારી નાખીને ઘરમાંથી મળી આવતી મોટી રકમની ચોરી બંનએ સરખા ભાગ વહેચી લેવાનું નકકી કર્યુ હતું.

    આ પણ વાંચો : વડોદરા : GujCTOCના કેસમાં ફરાર કુખ્યાત અસલમ બોડિયો ઝડપાયો, 62 ગુનાઓની છે ક્રાઇમ કુંડળી

    બંને સાડા પાંચ વાગ્યાના સુમારે જયાબેનના ઘર પાસે પહોચેલ અને માલો ઉર્ફે માઇકલ ગલીમાં ધ્યાન રાખવા ઉભેલ તથા સોનું જયાબેનના કમ્પાઉન્ડ વોલના જાપાનું તાળુ તોડી ફળીયામાં અંદર જતો રહેલ અને જાપો અંદરથી બંધ કરી દીધેલ અને જયાબેનના ઘરનું તાળુ તોડી ચોરી કરવા માટે ઘુસવા માટે પ્રયત્ન કરતા જયાબેન આવી જતા જયાબેનએ પોતાનો જાપો અંદરથી બંધ જોતા બીજી તરફથી ફળીયામાં કોણે છે તે જોવા પ્રયત્ન કરેલ દરમીયાનમાં સોનું દીવાલ કુદીને બહાર આવતા જયાબેન સોનું ને જો ગયેલ અને રકઝક થતા સોનું એ તેના ડાબા હાથેથી જયાબેનનું ગળું પકડી લીધેલ અને જમણા હાથે પાસે પડેલ મોટો પત્થર ઉપાડી જયાબેનના માથામાં કપાળના ભાગે જોરથી મારીને ઇજા કરી હતી. આ ઘટનામાં પ્રોઢાનું મોત થયું હતું. જોકે, ખંઢેરમાં દારૂ પીવાની ના પાડનાર આ શખ્સોએ પ્રોઢાની હત્યા કરી પરંતુ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા.
    Published by:Jay Mishra
    First published: