દેવભૂમિ દ્વારકાઃ દલિત યુવકને જાહેરમાં માર મારનાર પાંચ લોકોની પોલીસે કરી ધરપકડ

તાજેતરમાં દેવભૂમિ દ્વારકાના ઓખા પંથકમાં એક દિલત યુવકને જાહેરમાં એક યુવકોના ટોળાએ ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.

તાજેતરમાં દેવભૂમિ દ્વારકાના ઓખા પંથકમાં એક દિલત યુવકને જાહેરમાં એક યુવકોના ટોળાએ ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.

  • Share this:
    તાજેતરમાં દેવભૂમિ દ્વારકાના ઓખા પંથકમાં એક દિલત યુવકને જાહેરમાં એક યુવકોના ટોળાએ ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોની ખુદ ડીવાયએસપીએ પુષ્ટી કરી હતી. પોલીસે વીડિયોના આધારે તમામ આરોપીઓ સામે એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરી હતી. આરોપીઓની ઓળખ પણ કરવામાં આવી હતી. આમ પોલીસે સિકંદરખાન પિરખાન પઠાણ, સલમાન પીરખાન પઠાણ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકામાં દલિત પર થયેલા અત્યાચાર મુદ્દે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. જિલ્લા પોલીસ વડાએ આ બાબતને ગંભીરતાથી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ સામે એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરાઇ હતી. દેવભૂમિ દ્વારકાના સુરજકરાડી સ્તારમાં દલિત સમાજના યુવાનને માર મારતો વિડીયો વાયરલ થયો હતો.આ ઘટનાના પડધા પડ્યા છે. આ સમગ્ર ઘટનાને એસ.પી.એ ગંભીરતાથી લઈને ડીવાયએસપીને તપાસ સોપી છે.

    દેવભૂમિ દ્વારકા જિલ્લના ઓખા પંથકમાં આવેલ સૂરજકરાડી વિસ્તારના દલિત પરિવારના યુવાનને કેટલાક માથાભારે શખ્સો દ્વારા તારીખ 28ના રોજ ક્રૂરતા પૂવર્ક માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો. આ અંગે એસ.પી.એ વીડિયો સત્ય હોવાનો સ્વીકાર કર્યો છે. અને આ અંગે આઈ.પી.સી.ની તેમજ એટ્રોસિટીની કલમ મુજબ ગુન્હો દાખલ કરી આરોપીને પકડવા તજવીજ હાથ ધરાઇ હતી. જેના પગલે આજે પોલીસે સિકંદરખાન પિરખાન પઠાણ અને સલમાન પિરખાન પઠાણ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.
    Published by:Ankit Patel
    First published: