Home /News /kutchh-saurastra /દેવભૂમિ દ્વારકા ડ્રગ્સ કેસ: 350 કરોડ રૂપિયાનાં ડ્રગ્સ મામલે વધુ બે આરોપીની ધરપકડ
દેવભૂમિ દ્વારકા ડ્રગ્સ કેસ: 350 કરોડ રૂપિયાનાં ડ્રગ્સ મામલે વધુ બે આરોપીની ધરપકડ
દેવભૂમિ દ્વારકા ડ્રગ્સ કેસમાં વધુ બેની ધરપકડ
દ્વારકાનાં રૂપેણ બંદરથી અલી કારાએ એક માસ પહેલાથી જ ખરીદેલ ફારૂકી બોટ મારફતે ડ્રગ્સ આવ્યું હતું . અને બોટ મારફત ડ્રગ્સ લાવવા માટે કારા બંધુએ વધુ 2 આરોપી સલીમ અને ઈરફાન જસરાયાને હાયર કરી તેમને સમુદ્ર માર્ગે રૂપેણબંદરથી ફિશિંગનું ટોકન કઢાવવી સમુદ્ર માર્ગે જખૌ મોકલ્યા હતા
આ ખુલાસા પ્રમાણે, દ્વારકાનાં રૂપેણ બંદરથી અલી કારાએ એક માસ પહેલાથી જ ખરીદેલ ફારૂકી બોટ મારફતે ડ્રગ્સ આવ્યું હતું . અને બોટ મારફત ડ્રગ્સ લાવવા માટે કારા બંધુએ વધુ 2 આરોપી સલીમ અને ઈરફાન જસરાયાને હાયર કરી તેમને સમુદ્ર માર્ગે રૂપેણબંદરથી ફિશિંગનું ટોકન કઢાવવી સમુદ્ર માર્ગે જખૌ મોકલ્યા હતા પરંતુ ડિલિવરીમાં મોડું થતા સલીમ જસરાયા તથા ઈરફાન જસરાયાએ ત્યાંથી ટોકન મેળવી સમુદ્રમાં જઇ પાકિસ્તાની જળ સીમમાં જઈ ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હતો અને તે બાદ ફારૂકી નામની બોટ મારફત ગુજરાતનાં સલાયા બંદરે 9 તારીખે આવ્યા હતા.
આ બોટ દ્વારા લાવવામાં આવેલો ડ્રગ્સનો તમામ જથ્થો અલી કારા અને સલીમ કારાને સોંપ્યો હતો. આમ હાલ 315 કરોડનાં ડ્રગ્સ મામલે આજરોજ નવાં 2 વધુ આરોપી ઝડપાતા અત્યાર સુધી કુલ 5 આરોપીઓ ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયા હતા અને આ નવા ઝડપાયેલા બન્ને આરોપીને પણ કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગણી કરી આગળ તપાસ વધારવામાં આવશે. જે અંગે આજે પોલીસ વડા સુનિલ જોશીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ સમગ્ર માહિતી આપી હતી.
આ પહેલાં મુંદ્રા પોર્ટ પરથી મળ્યું હતું 3 હજાર કિલોનું ડ્રગ્સ સમગ્ર મામલે મળતી માહિતી પ્રમાણે આ ડ્રગ્સનો જથ્થો 66 કિલો છે. જેમા 16 કિલો હેરોઇન છે. જ્યારે 50 કિલો એમડી ડ્રગ્સ છે. દેવભૂમિ દ્વારકાનાં આરધના ધામ પાસેથી ઝડપાયેલાં આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની થાય છે. આ પેહલી વખત નથી જ્યારે ગુજરાતમાં દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ થયો છે. હાલમાં જ મુંદ્રામાંથી 3 હજાર કિલોનું ડ્રગ્સ ઝડપાયું છે. અને હવે દ્વારકાનાં દરિયા કિનારાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર