દેવભૂમી દ્વારકા: જામખંભાળિયામાં શાક-ભાજી વાવતા ખેડૂતો રાતા પાણીએ રડ્યા

 • Share this:
  દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.પાકની માવજત કર્યા બાદ ખેતરેથી માર્કેટિંગયાર્ડમાં પાકને લાવવા લઇ જવાના ટ્રાન્સપોર્ટેશનના પણ રૂપિયા માથે પડી રહ્યા છે. શાકભાજીના ભાવ પુરતાં પ્રમાણમાં ના મળતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેતરોમાં મોંઘાદાટ બિયારણો અને દવાઓથી શાકભાજીનો પાક લીધા બાદ હવે આ પાક પશુઓને ખવડાવવાનો વારો આવ્યો છે.

  દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામખંભાળિયામાં શાક-ભાજી વાવતા ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. ઉનાળામાં પોતાના ખેતરોમાં મોંઘાદાટ બિયારણો અને દવાઓથી શાકભાજીનો પાક લીધા બાદ આ પાકને લઈને આ શાકભાજી લઈને જયારે ખેડૂત માર્કેટયાર્ડમાં પહોચે છે. ત્યાં મોટાભાગના શાકભાજીનો ભાવ માત્ર કિલે ૧ થી ૨ રૂપીયા જ મળે છે....૫ થી ૧૦ કિલો પેકિંગના ૫ રૂપિયાથી માંડીને વધુમાં વધુ ૧૭ રૂપિયા જ મળે છે.

  રીંગણા, કોબી, કાકડી, ભીંડી, મરચા સહિતના શાકભાજી રીટેલ બજારમાં તો ૧૦ થી ૧૫ રૂપિયે કિલો મળે છે. પરંતુ આ પાકને લેનાર જગતના તાતને માત્ર મહેનત-મજુરી બાદ ૧ થી ૨ રૂપિયા જ મળે છે. પાકની માવજત કર્યા બાદ ખેતરે થી માર્કેટિંગયાર્ડમાં પાકને લાવવા લઇ જવાના ટ્રાન્સપોર્ટેશનના પણ રૂપિયા માથે પડી રહ્યા છે. જેથી ખેડૂતો આ પાકને પોતાના નશીબને રોઈને પશુઓને ખવડાવી રહ્યા છે.

  આ વર્ષે વરસાદમાં પણ જોઈ તેવો નથી આવ્યો અને ખેડૂતોનું વર્ષ નબળું જવાની ભીતિ છે. ત્યારે માંડ-માંડ બે છેડા ભેગા કરી ખેડૂતોએ શાક-ભાજી વાવ્યા પણ આ શાકભાજીના ભાવ ખેડૂતોને રાતાપાણીએ રોવડાવી રહ્યા છે. જેથી ખેડૂતો પોતાના નશીબ પર રોઈને આ શાકભાજી પશુઓને ખવડાવી રહ્યા છે.
  Published by:kiran mehta
  First published: