દેવભૂમિ દ્વારકાઃ દલિત યુવકના મારનો વીડિયો થયો વાયરલ

દેવભૂમિ દ્વારકામાં દલિત પર થયેલા અત્યાચાર મુદ્દે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. જિલ્લા પોલીસ વડાએ આ બાબતને ગંભીરતાથી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ સામે એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરાઇ છે.

દેવભૂમિ દ્વારકામાં દલિત પર થયેલા અત્યાચાર મુદ્દે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. જિલ્લા પોલીસ વડાએ આ બાબતને ગંભીરતાથી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ સામે એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરાઇ છે.

 • Share this:
  દેવભૂમિ દ્વારકામાં દલિત પર થયેલા અત્યાચાર મુદ્દે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. જિલ્લા પોલીસ વડાએ આ બાબતને ગંભીરતાથી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ સામે એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરાઇ છે. એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કેટલાંક માથાભારે શખ્સોએ એક યુવકને જાહેરમાં ઢોરમાર માર્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે વીડિયો સત્ય હોવાની પુષ્ટી કરી હતી. પોલીસના મતે વીડીયોમાં માર મારનાર સીંકદર પીરખાન તથા સલમાન પીરખાનની ઓળખ થઇ ગઇ છે. જલ્દીથી તેની અટકાયત કરી લેવાઇ છે.

  દેવભૂમિ દ્વારકાના સુરજકરાડી વિસ્તાર માં દલિત સમાજ ના યુવાનનેમાર મારતો વિડીયો વાયરલ થયો હતો.આ ઘટનાના પડધા પડ્યા છે.આ સમગ્ર ઘટનાને એસ.પી.એ ગંભીરતાથી લઈને ડીવાયએસપીને તપાસ સોપી છે.

  દેવભૂમિ દ્વારકા જિલ્લના ઓખા પંથકમાં આવેલ સૂરજકરાડી વિસ્તારના દલિત પરિવારના યુવાનને કેટલાક માથાભારે શખ્સો દ્વારા તારીખ 28ના રોજ ક્રૂરતા પૂવર્ક માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો. આ અંગે એસ.પી.એ વીડિયો સત્ય હોવાનો સ્વીકાર કર્યો છે. અને આ અંગે આઈ.પી.સી.ની તેમજ એટ્રોસિટીની કલમ મુજબ ગુન્હો દાખલ કરી આરોપીને પકડવા તજવીજ કરાઇ રહી છે. ટૂંક સમય માં જ આરોપી ઓને પકડી પાડવામાં આવશે.તેમ જણાવવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનામાં વીડિયોમાં માર મારનાર સીંકદર પીરખાન તથા સલમાન પીરખાનની ઓળખ કરી પકડવાની તજવીજ હાથધરાઈ હતી. અને આ ઘટનાની તપાસ ખાસ કિસ્સામાં ડી.વાય.એસ.પી.ને સોપી છે.
  Published by:Ankit Patel
  First published: