Home /News /kutchh-saurastra /Video: આવી મોજ માટે તો દ્વારકા જ જવું રહ્યું! દ્વારકાધીશ મંદિર આસપાસના દરિયામાં જોવા મળ્યો કરંટ, 10-15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં

Video: આવી મોજ માટે તો દ્વારકા જ જવું રહ્યું! દ્વારકાધીશ મંદિર આસપાસના દરિયામાં જોવા મળ્યો કરંટ, 10-15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં

ગોમતીઘાટ ખાતે ઊંચા મોજા ઉછળ્યાં

Dwarkadhis Temple: યાત્રાધામ દ્વારકામાં આજે અમાસના દિવસે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. દ્વારાકાધીશ મંદિર અને તેની આસાપાસના દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળ્યા હતા.

દેવભૂમિ દ્વારકા: હવામાન વિભાગે (Meteorological Department) દક્ષિણ ગુજરાત સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આગાહીને પગલે આજે સવારથી સુરત શહેર અને દક્ષિણ ગુજરાત (South Gujarat rain forecast)માં વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ દેવભૂમિ દ્વારકા (Dwarkadhis Temple)ના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. આ દરમિયાન પ્રવાસીઓે પણ સમુદ્રના પાણીમાં મોજ માણી હતી.

10-15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા


મળતી માહિતી પ્રમાણે યાત્રાધામ દ્વારકામાં આજે અમાસના દિવસે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. દ્વારાકાધીશ મંદિર અને તેની આસાપાસના દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળ્યા હતા. એક અંદાજ પ્રમાણે પવિત્ર ગોમતીઘાટ પાસે આશરે 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. બીજી તરફ અમાસનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શને આવી પહોંચતા હોય છે. દરિયામાં કરંટ હોવાથી યાત્રિકોએ પણ ગોમતીઘાટ ખાતે સમુદ્રના ઊંચા મોજાની મજા માણી હતી. વીડિયોમાં યાત્રિકોને ગોમતીઘાટ ખાતે મજા માણતા જોઈ શકાય છે.



શહેરને પ્રદૂષિત કરતા લોકોની હવે ખેર નથી

અમદાવાદ શહેરમાં કેટલાક વેપારીઓ પોતાના ફાયદા માટે લોકોના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે. જેને લઈને જીપીસીબી (Gujarat Pollution Control Board)ને કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં PCBએ ઘટનાની ગંભીરતાને જોઈને જીપીસીબીને સાથે રાખી એક ખુલ્લા મેદાનમાં ગંદકી ફેલાવવા મામલે કાર્યવાહી કરીને એક વેપારીની ધરપકડ કરી લીધી છે. હાલ પીસીબીએ આરોપી સામે 284, 278 અને પર્યાવરણ સુરક્ષા અધિનિયમ 1986 કલમ 7,8,15(1) મુજબ ગુનો દાખલ કર્યો છે. આ ગુનામાં અન્ય કોઈ આરોપી સામેલ છે કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)

અમદાવાદમાં મોડી રાત્રે કર્ણાવતી ક્લબ સામે અકસ્માત

શહેરના (Ahmedabad accident) તાજેતરમાં જ ગોતા બ્રિજ પર કાર ચાલકની ટક્કર વાગતાં બ્રિજ પરથી નીચે પટકાતા દંપતીએ જીવ ગુમાવવાનો વખત આવ્યો હતો. આવી અનેક ઘટનાઓ બાદ કેટલાક લોકો છે કે, જે હજી પણ સુધારવાનું નામ લઈ રહ્યા નથી અને ગફલતભરી રીતે કાર ચલાવીને નિર્દોષ લોકોની જીદંગીને જોખમમાં મૂકતા હોય છે. આવો જ એક બનાવ શહેરના કર્ણાવતી કલબ નજીક (Karnavati accident) બન્યો છે. જેમાં બે નિર્દોષ યુવકોએ જીવ ગુમાવ્યો છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
First published:

Tags: Dwarka, ગુજરાત, વરસાદ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો