Home /News /kutchh-saurastra /Assembly election: વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો પ્રજા સમક્ષ સંકલ્પ પત્ર જાહેર, 125 પ્લસ ટાર્ગેટ

Assembly election: વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો પ્રજા સમક્ષ સંકલ્પ પત્ર જાહેર, 125 પ્લસ ટાર્ગેટ

ગુજરાત કોગ્રેસ

Gujarat Congress Assembly election: શિબિરમાં ઉપસ્થિત 500થી વધુ ડેલીગેટ (Delegate) સમક્ષ પ્રવર્તમાન સમસ્યાઓ, જનતા લક્ષી મુદ્દાઓ અને કોંગ્રેસ પક્ષના (Congress party) અભિગમ રજૂ કરવામાં આવ્યો હતો.

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા (Devbhumi dwarka) ખાતે કોંગ્રેસની ત્રીદિવસીય ચિંતન શિબિરના (congress chintan shibir) અંતિમ દિવસે સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો. શિબિરમાં ઉપસ્થિત 500થી વધુ ડેલીગેટ (Delegate) સમક્ષ પ્રવર્તમાન સમસ્યાઓ, જનતા લક્ષી મુદ્દાઓ અને કોંગ્રેસ પક્ષના (Congress party) અભિગમ રજૂ કરવામાં આવ્યો હતો. 2022 ચૂંટણીમાં 125 પ્લસના ટાર્ગેટ સાથે કોંગ્રેસ વિધાનસભા ગૃહથી (Assembly) લઇ રસ્તાઓ સુધી જન આંદોલન શરૂ કરશે.

કોંગ્રેસ પક્ષની ત્રણ દિવસની દ્વારકા ચિંતન શિબિરમાં પ્રજાને પડતી મશ્કેલી – પ્રવર્તમાન સ્થિતિ પર વિસ્તૃત જુથ ચર્ચા બાદ સમસ્યા અને કોંગ્રેસ પક્ષનો અભિગમ - દ્વારકા સંકલ્પ પત્ર જાહેર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, મોંઘવારીમાંથી મુક્તિ આપવા માટે રાંધણ ગેસ સિલિન્ડરલની કિંમત રૂપિયા 500 થી વધુ ન ચુકવવી પડે તે સુનિશ્વિત કરાશે. રહેણાંકના વીજબિલમાં વપરાશ આધારીત મફત અથવા રાહત દરે વીજળી આપવાની જોગવાઈ કરવામાં આવશે. મિલકત વેરો - વ્યવસાય - પાણી વેરાનાં દરોમાં ઘટાડો કરી નાગરિકો મોંઘવારીમાંથી રાહત અપાશે. ગુજરાતની જનતાને મોંઘવારીનાં મારથી મુક્તિ અપાવવા અન્ય શ્રેત્રોમાં સંશોધન કરીને આગામી દિવસોની યોજનાઓ બનાવવામાં આવશે.

વધુમાં જગદીશ ઠાકોરે જણાવ્યુ હતું કે શિક્ષણના વ્યાપારીકરણ થકી થતા શોષણમાંથી વાલીઓને મુક્તિ આપવા માટે પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી “મહાત્મા ગાંધી શિક્ષણ સંકુલ” મોડલ શિક્ષણ સંકુલ સ્થાપવામાં આવશે. કન્યાઓ માટે સ્નાતક સુધી શિક્ષણ મફત આપવામાં આવશે. શિક્ષણનો અધિકાર કાયદાનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. રોજગાર લક્ષી શિક્ષણના અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. વર્તમાન સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે દેવાદાર બનેલા ખેડૂતોને શોષણમાંથી મુક્તિ આપવા, “ખેડૂતના દેવા માફ અને વીજળી બીલ હાફ” યોજના અમલ કરવામાં આવશે, વર્તમાન જમીનમાપણી તાત્કાલિક ધોરણે પહેલી કેબીનેટ મીટીંગમાં રદ કરવામાં આવશે, તમામ ખેતપેદાશોની ચુસ્તપણે ટેકાના ભાવે (MSP) ખરીદી કરવામાં આવશે, દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટર પાંચ રૂપિયા સબસીડી આપવામાં આવશે, ખેતીના ઓજારો, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ પરનો GST રદ કરવા કેન્દ્ર સરકાર પર દબાણ કરાશે.

વધુમા પ્રદેશ કોગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતુ કે રાજ્યની કથળી ગયેલ આરોગ્ય સેવાને સુદ્રઢ કરવા માટે સમગ્ર રાજ્યના તમામ PHC, CHC સરકારી દવાખાનાનું આધુનિક અને પર્યાપ્ત સુવિધાઓ સાથે નવીનીકરણ કરવામાં આવશે, તમામ સ્તરે ડોક્ટરો, સુપર સ્પેશ્યાલીટી ડોક્ટરો, પેરામેડીકલ સ્ટાફ ભરતી કરવામાં આવશે. શહેરી વિસ્તારોમાં વોર્ડ કક્ષાએ “સેવા, નિદાન, સારવાર” આપતા ‘ત્રિરંગા કલીનીક’ સ્થાપવામાં આવશે, કોવિડના તમામ મૃતક પરિવારજનોને ચાર લાખની સહાય તુરંત પૂરી પાડવામાં આવશે. કોવિડમાં સરકારી કર્મચારીઓ-કોરોના વોરીયર્સ નિધન થયું હોય તે પરિવારને એક વ્યક્તિને નોકરી આપવામાં આવશે.

કથળેલ કાયદો વ્યવસ્થાની સ્થિતિને સુધારવા માટે તાત્કાલિકપગલાં ભરવામાં આવશે. સાથોસાથ સત્તાનો દુરુપયોગ અને સત્તા વાળાની દાદાગીરીને ડામી દઈને કાયદા સમક્ષ સમાનતા સુનિશ્વિત કરવામાં આવશે અને ખાસકરીને મહિલાઓ આર્થિક પછાતવર્ગ, એસસી, એસટી, ઓબીસી અને લઘુમતીની સુરક્ષા સુનિશ્વિત કરવામાં આવશે. રાજ્યના પોલીસદળના આધુનિકરણ દ્વારા પુરતી નિમણુક કરાશે. પોલીસકર્મીઓના શોષણ પર રોક લગાવી પૂરતા પગાર ગ્રેડ અને સુવિધાઓ માટે પ્રાવધાન કરાશે, રાજ્યમાં ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી વાપેલા ભ્રષ્ટાચારને નાબુદ કરવા માટે સરકારી હિસાબમાં 100 % પારદર્શિતા લાગુ કરવામાં આવશે, બેફામ બનેલ અમલદારશાહીને લગામ લગાવવા માટે કડક પગલાં લેવામાં આવશે અને ભાજપના કુસાસનમાં અત્યાર સુધી તમામ ભ્રષ્ટાચારની તપાસ કરીને જવાબદારો પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે.

ભાજપ સરકાર મોટા ઉઘોગપતિઓને છાવરવાની નીતિઓને કારણે ગુજરાતની કરોડરજ્જુ સમાન લઘુ અને મધ્યમ કક્ષાના ઉઘોગ પાયમાલ થઈ ગયા છે. ગુજરાતની આ ધરોહરને સજીવન કરવા માટે ચોક્કસ નીતિ ઘડવામાં આવશે, ભાજપાની જનવિરોધી નીતિઓને કારણે ઉભી થયેલી અસામાનતાની ખાઈને દુર કરવા માટે ઠોસ પગલા ભરવામાં આવશે. રાજ્યના નાના વેપારી ઉઘોગને ટેક્ષ ટેરેરીઝમમાંથી મુક્તિ અપાવીને કર માળખાને સરળ બનાવવામાં આવશે, વર્ષે 10 લાખ નવી રોજગારીની તકોનું સર્જન કરાશે. જરૂરીયાતમંદ પરિવારોને આત્મનિર્ભર બનાવવા માટે “ન્યાય યોજના” અંતર્ગત વાર્ષિક 70 હજાર રૂપિયાની સીધી મદદ કરવામાં આવશે, જૂની 2004 ની પેન્શન યોજના પુનઃલાગુ કરવામાં આવશે.

અનુસુચિત જાતી, અનુસુચિત જનજાતી માટે ફાળવેલા નાણા સંપૂર્ણપણે તેજ હેતુ માટે ઉપયોગ કરવામાં આવશે, જંગલના જમીનના કાયદાનું સંપૂર્ણપણે અમલ કરવામાં આવશે, વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓને પારદર્શકતા સાથે અમલ કરવાનું સુનિશ્વિત કરાશે.  ગુજરાતના ૧૬૦૦ કી.મી. ના દરિયાની સુરક્ષા અને ત્યાં વસતા પરિવારોને શિક્ષણ, આરોગ્ય, ઘરનું ઘર સહિત અનેક પ્રશ્નો અંગે ભાજપા સરકાર કુભકર્ણની નિંદ્રામાં ઉંઘી રહી છે. દરિયા ખેડૂને (માછીમાર) ને તમામ પ્રકારની સુરક્ષા આપવાને બદલે માત્ર જાહેરાત કરવામાં આવે. છે. જળ, જંગલ અને જમીન પોતાના માનીતા ઉધોગગૃહોને નજીવા પૈસે સોંપી દઈને રાજ્યની તિજોરીને અને ભાવી પેઢીને ભારે નુકસાન ભાજપ સરકાર કરી રહી છે, ભાજપની ખોટી નીતિના કારણે બેરોજગારી આસમાને છે ત્યારે યુવાનોને રોજગારી મળે અને નવી તકોનું સર્જન થાય તે માટે 10 લાખ નવી નોકરીઓનું સર્જન કરાશે.

સરકારના વિવિધ વિભાગોમાં 5 લાખથી વધુ ખાલી જગ્યાઓને ભરવા માટે “સમયબદ્ધ રીતે ભરતી કેલેન્ડર” જાહેર કરવામાં આવશે, ભાજપના શાસનમાં સરકારી ભરતીમાં થયેલી ગેરરીતી-પેપરફૂટવાની ઘટનાઓ અંગે હાઈકોર્ટના સીટીંગ જજના વડપણ હેઠળ તપાસપંચની નિમણુંક કરીને સંડોવાયેલા સામે કડક પગલા ભરવાનું સુનિશ્વિત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ-રાજકોટ : ગુપ્તાંગમાં મરચું ભરવાનો ટ્રેન્ડ! પ્રથમ પત્નીએ બીજી પત્નીના ગુપ્તાંગ સહિતના ભાગોમાં ભર્યું મરચું

ગુજરાતની મહિલા સ્વાભિમાન, સ્વાવલંબન, શિક્ષા, સમ્માન, સુરક્ષા અને આરોગ્યને સુનિશ્વિત કરવા માટે નક્કર પગલા ભરવામાં આવશે. “બેટી બચાવો બેટી પઢાવો” ને માત્ર જાહેરાતો સુધી સીમિત ના રાખીને ખરા અર્થમાં તે દિશામાં પગલા ભરાશે, મહિલાઓને કુપોષણમાંથી મુક્તિ અને મહિલા સ્વરોજગાર માટે વિવિધ યોજનાઓ દ્વારા સશક્ત ગુજરાતના નિર્ધારમાટે નીતિ લવાશે, ભાજપ સરકારની અણઘડનીતિ, ભ્રષ્ટાચારી રીતરસમમાંથી નગરો/મહાનગરોમાં ગેરકાયદેસર બાંધકામમાં ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ માટે પાયાની સુવિધાઓ સુનિશ્વિત કરાશે.

આ પણ વાંચોઃ-પતિ પત્ની ઔર વો! અમદાવાદઃ લગ્નના 12 વર્ષે પત્નીને પતિની પ્રેમિકાની જાણ થઈ, રંગેહાથ ઘરમાંથી બંને પકડાયા

સાથોસાથ શહેરીજનો સંતુલિત વિકાસ માટે ઈન્ટીગ્રેટેડ પોલીસી રજૂ કરાશે. શહેરી નાગરીકો માટે પ્રફુલિત જીવન ધોરણ માટે નિષ્ણાતોના સહયોગથી વિશેષ નીતિ ઘડાશે. શહેરી વિસ્તારોની પ્રદુષિત નદીઓ સાબરમતિ, તાપી, વિશ્વામિત્રી સહિતની નદીઓના શુદ્ધિકરણ માટે અને વાયુ પ્રદુષણમાંથી મુકિત માટે પારદર્શકનીતિ લવાશે. પ્રોપટીટેક્ષ સહિતના તમામ ભારે કરવેરાનું મૂલ્યાંકન કરીને કરમાળખું સરળ કરાશે, ભાજપ સરકારની નીતિઓને લીધે રાજ્યના યુવાનોનું શોષણ થઈ રહ્યું છે ત્યારે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરાશે, મોંઘમારીના દર સાથે લઘુત્તમ વેતન સુનિશ્વિત કરાશે.

આંગણવાડી, આશાવર્કરો, મધ્યાનભોજનના કર્મચારીઓને શોષણમાંથી મુક્તિ આપીને તેમના વેતનમાં લઘુતમ વેતન લાગુ કરાશે. અને જે કર્મચારીના 10 વર્ષ કરતા વધુ સમયથી નોકરી કરતા હશે તો તેઓને કાયમી કરાશે, “દ્વારકા ચિંતન શિબિર”માં ચર્ચાયેલા વિવિધ મુદ્દો પર ધ્યાન કેન્દ્રિત કરી, પૂર્ણ અભ્યાસ દ્વારા, યોગ્ય યોજનાઓનું મૂલ્યાંકન કરી, આગળની નીતિ સમયાંતરે કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતની જનતા સમક્ષ મુકવામાં આવશે, કોંગ્રેસપક્ષ ગુજરાતની જનતાને એક વાતનો વિશ્વાસ આપવા માંગે છે કે, પ્રજાના હિતોને ધ્યાનમાં રાખીને સમસ્યાઓના નિરાકરણ માટે યોગ્ય કાર્યક્રમો દ્વારા આગામી દિવસમાં પ્રજાલક્ષી સ્વચ્છ અને કાર્યદક્ષ સરકાર આપવા કોંગ્રેસ પક્ષ પ્રતિબધ છે.
Published by:Ankit Patel
First published:

Tags: Ahmedabad news, Congress Gujarat, Gujarati news, ગુજરાત કોંગ્રેસ