કારમુર ગોવિંદ, દેવભૂમિ દ્વારકા: રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ સતત સામે આવી રહી છે. સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષાના દાવા કરવામાં આવી રહ્યા છે, તેની વિપરીત નરાધમો દ્વારા મહિલા અત્યાચારની ઘટનાઓને અંજામ આપવામાં આવતા લાગી રહ્યું છે કે, હવસખોરોને કાયદાની કે પોલીસની બીક રહી નથી. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ છે. શક્તિ નગર ગ્રામ પંચાયતના મહિલા સદસ્યના પતિ 42 વર્ષીય આધેડ વ્યક્તિએ યુવતી પર બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીની અટકાયત કરી તપાસ શરૂ કરી.
પ્રાપ્ત માહિતી અનુસરા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના શક્તિ નગર વિસ્તારમાં રહેતા આધેડ ઇસમે યુવતીને સ્કૂલ સાફ કરવા જવાનું કહી તેના ઘરે લઈ જઈને રૂમ બંધ કરી ફડાકા જીંકીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ખંભાળીયા પોલીસ મથકે નોંધાઇ છે.
રાજકોટ: PSI રાણા પર ઘાતક છરાથી હુમલો, હાજર લોકોએ હુમલાખોરને ઝડપી આપ્યો મેથીપાક
આ ઘટના બાદ જીતુભાઇ બારોટની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જીતુભાઈએ 19 વર્ષીય યુવતીને બપોરે બોલાવી હતી અને બાદમાં દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે સમગ્ર બનાવને પગલે ખંભાળીયા પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદને લઈ બે સંતાનના પિતા અને ગ્રામ પંચાયતના મહિલા સદસ્યના પતિ સામે આઈપીસી કલમ 323, 342 અને 376 તેમજ એટ્રોસીટી એક્ટની કલમ મુજબ ગુન્હો નોંધી એસ.સી.એસ.ટી સેલના ડીવાય એસપી સમીર શારડા અને તેની ટીમ વધુ તપાસ ચલાવી રહ્યા છે. હાલમાં આરોપીને પહેલા કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો અને રિપોર્ટ આવ્યા બાદ વધુ પૂછપરછ કરી તપાસ શરૂ કરવામાં આવશે.