Home /News /kutchh-saurastra /ગુજરાતમાં યૂપીવાળી: બેટ દ્વારકામાં નશાના કાળા કારોબારથી બનાવેલી મિલ્કત પર બુલડોઝર ફેરવાયું

ગુજરાતમાં યૂપીવાળી: બેટ દ્વારકામાં નશાના કાળા કારોબારથી બનાવેલી મિલ્કત પર બુલડોઝર ફેરવાયું

નશાનો કારોબાર કરનારાઓના ઘર પર બુલડોઝર ફેરવાયું

Bet Dwarka: નશાનો કારોબાર કરનારાઓના ઘર પર દબાણના બુલડોઝર ફેરવામાં આવ્યા છે. એક વર્ષ પહેલા ડ્રગ્સના ગુનામાં પકડાયેવા આરોપીના ઘર પર આજે બુલડોઝર ફેરવામાં આવ્યું. 2019માં કચ્છના જખૌમાંથી પકડાયેલા ડ્રગ મામલે રમજાન ગની પલાણી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

વધુ જુઓ ...
બેટ દ્વારકા: બેટ દ્વારકામાં ડ્રગ્સની કાળી કમાણીનો નાશ કરવામાં આવ્યો છે. નશાનો કારોબાર કરનારાઓના ઘર પર દબાણના બુલડોઝર ફેરવામાં આવી રહ્યા છે. એક વર્ષ પહેલા ડ્રગ્સના ગુનામાં પકડાયેવા આરોપીના ઘર પર આજે બુલડોઝર ફેરવામાં આવ્યું છે. બેટ દ્વારકામાંથી એક વર્ષ પહેલા ડ્રગ્સનો મોટો કરોબાર કરતો એક આરોપી ઝડપાયો હતો. 2019માં કચ્છના જખૌમાંથી પકડાયેલા ડ્રગ મામલે રમજાન ગની પલાણી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેને જેલની સજા પણ આપવામાં આવી હતી.




આરોપીના ઘરની દિવાલો ધડાધડ તોડી પડાવામાં આવી


ત્યારે ડ્રગ્સના ગુનામાં પકડાયેલા આરોપીના ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે. હાલ આરોપીના ઘરની દિવાલો ધડાધડ તોડી પડાવામાં આવી છે. આરોપીનું ઘર દબાણમાં હોવાથી તેના ઘર પર બુલડોઝર ફેરવીને ઘરને ધરાશાહી કરવામાં આવ્યું છે. હાજી ગની ગીલાનીના ડ્રગ ડીલર પુત્ર રમજાનના મકાન દબાણમાં હોવાથી તેને બુલડોઝર દ્વારા હટાવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ચાણક્ય એક્ટિવ, કમલમ ખાતે બેઠકોનો ધમધમાટ

રમજાનના મકાનને જમીનદોસ્ત કરી દેવાવામાં આવ્યું


બેટ દ્વારકાના પાંજપર વિસ્તારમાં આવેલા મકાન પર બુલડોઝર ફેરવી દેવાયવામાં આવ્યું છે. બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનના બીજા દિવસે રમજાનના મકાનને જમીનદોસ્ત કરી દેવાવામાં આવ્યું છે. મહત્વનું છે કે 2019માં કચ્છના જખૌમાંથી પકડાયેલા ડ્રગ મામલે રમજાન ગની પલાણી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો, જેની કાર્યવાહીમાં હાલ રમજાન જેલમાં કેદ છે. નશાના કાળા કારોબારથી બનાવેલી તેની મિલ્કત પર બુલડોઝર ફરવી દેવામાં આવ્યુ છે.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો