Home /News /kutchh-saurastra /Dwarka: દ્વારકામાં રામનવમીના દિવસે ધ્વજા સળગાવવા બાબતે હોબાળો, લોકોએ આરોપીને પકડી પોલીસ હવાલે કર્યો
Dwarka: દ્વારકામાં રામનવમીના દિવસે ધ્વજા સળગાવવા બાબતે હોબાળો, લોકોએ આરોપીને પકડી પોલીસ હવાલે કર્યો
રાજ્યમાં શાંતિને આગ ચાપવાનો પ્રયાસ થઇ રહ્યો હોય તેમ વિચિત્ર પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે.
Dwarka: રામનવમીના દિવસે દ્વારકાના ભઠાણ ચોક વિસ્તારમાં એક ઇસમ દ્વારા ધ્વજા સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન ભીડે તેને મેથીપાક ચખાડયો હતો અને પોલીસ હવાલે પણ કર્યો છે. આ સાથે જ ભીડે આરોપી યુવક સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.
ગુજરાત (Gujarat)માં જાણે શાંતિના દુશ્મનો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આજે આખા દેશમાં રામનવમી (Ramnavami)ની ભવ્ય ઉજવણી થઇ રહી છે ત્યારે ગુજરાતમાં હિંમતનગર (Himmatnagar) અને ખંભાતના શક્કરપુરામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો અને જેના પગલે પોલીસ દ્વારા બંને વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ ભીડને વેરવિખેર કરવા માટે પોલીસ દ્વારા ટીયરગેસના સેલ પણ છોડાયા હતા. ત્યારે હવે ભગવાન શ્રીકૃષ્ણ (Lord Krishna)ની નગરી દ્વારકા (Dwarka)માં પણ ધજા સળગાવી દેવાની ઘટના સામે આવી છે.
રામનવમીના દિવસે દ્વારકાના ભઠાણ ચોક વિસ્તારમાં એક ઇસમ દ્વારા ધ્વજા સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન ભીડે તેને મેથીપાક ચખાડયો હતો અને પોલીસ હવાલે પણ કર્યો છે. આ સાથે જ ભીડે આરોપી યુવક સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. ધજા સળગાવનાર યુવક વિધર્મી હોવાનું સામે આવ્યુ છે અને આજે રામનાથ કોવિંદ પણ દ્વારકાધીશના મંદિરે આવ્યા હતા તેથી ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો.
જણાવી દઇએ કે, રાજ્યમાં શાંતિને આગ ચાપવાનો પ્રયાસ થઇ રહ્યો હોય તેમ વિચિત્ર પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ દ્વારકાધીશના મંદિરે દર્શન માટે આવ્યા હતા. તેના પછી સાંજે દ્વારકાના ભઠાણ ચોક વિસ્તારમાં એક અસમે ધજા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કેટલાક યુવાનોએ આ જોતા જ આરોપી યુવકને મેથીપાક ચખાડયો હતો અને પોલીસના હવાલે કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.
ઉલ્લેખનિય છે કે, સાબરકાંઠાના હિંમતનગરમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. પથ્થરમારાના પગલે બે પોલીસકર્મી સહિત ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન પાંચથી વધારે વાહનોને આગચંપી કરાઈ હતી. ત્યાં જ બીજી ઘટના ખંભાતના શક્કરપુરામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કર્યો હતો. અહીં રામનવમીની શોભાયાત્રા નીકળી હતી ત્યારે બે જુથો વચ્ચે પથ્થરમારો થયો હતો. અહીં લઘુમતી સમાજના લોકોના વિસ્તારમાંથી રામનવમીની શોભાયાત્રા નીકળી હતી તે દરમિયાન પથ્થરમારો થયો હતો અને જેના કારણે શોભાયાત્રામાં ભગદડ મચી જવા પામી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર