Home /News /kutchh-saurastra /Dwarka: ગુજરાતના મુખ્ય શનિદેવ હાથલામાં ઉમટ્યો માનવ સાગર, જુઓ વીડિયો

Dwarka: ગુજરાતના મુખ્ય શનિદેવ હાથલામાં ઉમટ્યો માનવ સાગર, જુઓ વીડિયો

X
શનિવાર

શનિવાર ઉપરાંત અમાસ હોવાથી દ્વારકામાં શનિ મહારાજના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્ત

શનિદેવના મુખ્ય ત્રણ સ્થાનકો આવેલા છે જેમાં મહારાષ્ટ્રમાં શિંગણાપુર, રાજસ્થાનમાં કર્પાસન અને ગુજરાતમાં હાથલા છે.

Kishor chudasama, dwarka: ભાણવડ પંથકમાં આવેલ હાથલા શનિ મહારાજ મંદિર એ લાખો ભક્તોના શ્રદ્ધાના અખૂટ સમુદ્ર સમાન છે. અહીં દરરોજ શ્રદ્ધાળુઓ શનિ મહારાજને શિશ ઝુકાવે છે. ત્યારે શનિવારી અમાસનું વિશેષ મહત્વ હોવાથી મંદિરએ ભક્તોનો સાગર ઉમટ્યો હતો. શનિ દેવના વાર શનિવાર ઉપરાંત અમાસ હોવાથી શનિ મહારાજના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

કડકડતી ઠંડી વચ્ચે પણ શનિ મહારાજના સાનિધ્યમાં દૂરદૂરથી ભક્તો આવ્યા હતા. જે ને લઈને મંદિર પરીષરમાં દર્શનાર્થીઓની લાંબી કરાતો જોવા મળી હતી.


શનિદેવ મંદિરનો ઇતિહાસ !

મુદગલ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઇ શનિ મહારાજ હાથી પર બિરાજમાન થઇને જે જગ્યાએ પ્રગટ થયા તે સ્થળ એટલે હસ્તીન સ્થળ, પ્રાચીનકાળનું હસ્તીન સ્થળ, મધ્યકાળમાં હત્થીથલ અને અર્વાચીનકાળમાં હાથલા કે, જ્યાં શનિદેવ હાથી પર બિરાજમાન થઇને પ્રગટ થયા હતા તે આજનુ ભાણવડ તાલુકાનું હાથલા ગામ. દેવભૂમિ દ્વારકાના હાથલા ગામે આવેલ શનિ મંદિર કે જેને શનીદેવનુ જન્મસ્થળ ગણવામાં આવે છે.ભારતમાં શનિદેવના મુખ્ય ત્રણ સ્થાનકો આવેલા છે.



મહારાષ્ટ્રમાં શિંગણાપુર, રાજસ્થાનમાં કર્પાસન અને ગુજરાતમાં હાથલા. શિંગણાપુર અને કર્પાસનમાં આવેલા શનિદેવના સ્થાનકો 12મી સદીના હોવાનું મનાય છે. જ્યારે હાથલાનું સ્થાનક 9 મી સદીનું હોવાનું મનાય જાણવા મળે છે.



આમ ત્રણેય સ્થાનકોમાં સૌથી પૌરાણિક શનિદેવના જન્મસ્થાન તરીકે પૂજાય છે. પુરાતત્વ દ્વારા રક્ષીત સ્મારકમાં શનિદેવ હાથી પર બિરાજમાન હોય તેવી પ્રતિમા સાથે સાડા સાત અને અઢી વર્ષની પનોતીની પ્રતિમાઓ પણ આ મંદિરમાં આવેલી છે. મંદિરની લાક્ષણિકતા છે કે તે સ્મશાનભૂમિમાં આવેલું છે આ મંદિરની વિશેષતા કહી શકાય કે અહીંયા બાળકોથી લઇને વૃધ્ધો સુધી ફક્ત પુરૂષો નહીં પરંતુ મહિલાઓ પણ શનિ મંદિરમાં અંદર નીજ મંદિરમાં જઇને શનિદેવના દર્શન કરી શકે છે. શનિદેવના હાથલા ખાતે આવેલ મંદિરમાં શનીદેવ બાળ સ્વરુપમાં હોય અને શનીદેવ સપરિવાર અહી બિરાજતા હોવાથી મહિલાઓને પણ નિજમંદિર સુધી જઈને દર્શન સહિતની છુટ આપવામાં આવી છે.

First published:

Tags: Dwarka, Local 18, Shanidev, જામનગર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો