Home /News /kutchh-saurastra /બેટ દ્વારકામા 'ઓપરેશન ક્લીનઅપ'નો આવ્યો અંત, 8 કરોડથી વધુના દબાણો કરાયા દૂર

બેટ દ્વારકામા 'ઓપરેશન ક્લીનઅપ'નો આવ્યો અંત, 8 કરોડથી વધુના દબાણો કરાયા દૂર

'ઓપરેશન ક્લીનઅપ'માં અનેક નામચીન શખ્સોના ગેરકાયદે દબાણો પણ તોડી પાડવામા આવ્યા છે.

Dwarka Illegal construction: સાત દિવસ સુધી ચાલેલી કાર્યવાહી બાદ આઠમા દિવસે જનજીવન રાબેતા મુજબ શરૂ થતા ઓખાથી બેટને જોડતી યાત્રિકો માટેની ફેરી બોટ સર્વિસ શરૂ કરવામા આવી છે.

    બેટ દ્વારકામા વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલી મેગા ડિમોલિશનની કામગીરી આખરે પૂર્ણ થઇ ગઇ છે. સતત 7 દિવસ સુધી ચાલેલી કાર્યવાહીમા 2 લાખ 90 હજાર ફૂટ જમીન પરના 8.55 કરોડથી વધુની કિંમતના દબાણો દૂર કરવામા આવ્યા છે. જેમાં સરકારી જમીન પરના 45 ધાર્મિક સ્થાનો તેમજ 95થી વધુ કોમર્શિયલ અને રહેણાક દબાણોને હટાવાયા છે.

    'ઓપરેશન ક્લીનઅપ'માં અનેક નામચીન શખ્સોના ગેરકાયદે દબાણો પણ તોડી પાડવામા આવ્યા છે. સાત દિવસ સુધી ચાલેલી કાર્યવાહી બાદ આઠમા દિવસે જનજીવન રાબેતા મુજબ શરૂ થતા ઓખાથી બેટને જોડતી યાત્રિકો માટેની ફેરી બોટ સર્વિસ શરૂ કરવામા આવી છે. ઈદના તહેવારને જોતા પોલીસ દ્વારા 3 જુલુસને મંજૂરી આપવામા આવી છે. જો કે અનિચ્છનીય બનાવ અટકાવવા માટે સુરક્ષાના ભાગરૂપે બેટ દ્વારકામા પોલીસ બંદોબસ્ત યથાવત રાખવામા આવ્યો છે.



    જણાવી દઇએ કે, બેટ દ્વારકા ખાતે મેગા ઓપરેશન ચાલી રહ્યું હતું. પોલીસ દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી કરી છે. ગેરકાયદેસર દબાણ થયેલા કોમર્શિયલ, રહેણાક તેમજ ધાર્મિક સ્થાનો નજીક તંત્ર દ્વારા બુલડોઝર ફેરવાઇ ગયું છે, આ બેટ દ્રારકામાંથી કેટલાક શકમંદોને પોલીસ પૂછપરછ માટે ડિટેઇન કરાયા હતા. ઉપરાંત બેટ દ્રારકા સહિતના અન્ય નિર્જન ટાપુ પર મેગા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: રાજસ્થાનના યુવાનોનું બેરોજગારી મુદ્દે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે બલ્લાબોલ

    બેટ દ્વારકાના દાંડી હનુમાન પાછળના વિસ્તારમાં આવેલ શેખપીર દરગાહ, કમર અલી દરગાહ અને વઘરો પીર દરગાહ, જુમો પીર દરગાહનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Devbhumi dwarka, Dwarka, ગુજરાત, દ્વારકા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन