Home /News /kutchh-saurastra /Dwarka: મુંબઈથી દ્વારકા દર્શને આવેલ એક જ પરિવારના 4 લોકો દરિયામાં ડૂબ્યા, એકનું મોત
Dwarka: મુંબઈથી દ્વારકા દર્શને આવેલ એક જ પરિવારના 4 લોકો દરિયામાં ડૂબ્યા, એકનું મોત
આજ રોજ પૂનમ હોઈ દરિયામાં રહેલ ભરતીના કારણે આ દુર્ઘટના બની હતી.
Dwarka: મુંબઈથી દ્વારકા દર્શને આવેલ એક જ પરિવારનાના 4 લોકો દરિયામાં નહાવા પડતા ડૂબ્યા હતા. ફાયર વિભાગ તેમજ પોલીસ જવાનની સતર્કતાના કારણે અન્ય લોકોનો બચાવ થયો છે.
દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં પંચ કુઈ વિસ્તારમાં એક જ પરિવારનાના 5 લોકો દરિયામાં ડૂબ્યા હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. મુંબઈથી દ્વારકા દર્શને આવેલ એક જ પરિવારના 5 લોકો દરિયામાં નહાવા પડ્યા હતા જેઓ એક સાથે જ ડૂબવા લાગ્યા હતા. જોકે દ્વારકા ફાયર વિભાગની ટીમ દ્વારા તમામ 5 વ્યક્તિનું રેસ્ક્યું કરાયું હતું. જેમા એક વ્યક્તિની હાલત ગંભીર ગોવાથી તેમને સ્થાનિક હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
આજ રોજ પૂનમ હોઈ દરિયામાં રહેલ ભરતીના કારણે આ દુર્ઘટના બની હતી. પરંતુ પંચકુઇ વિસ્તારમાં ડૂબવાથી એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મુંબઈથી દ્વારકા દર્શને આવેલ એક જ પરિવારનાના 4 લોકો દરિયામાં નહાવા પડતા ડૂબ્યા હતા. ફાયર વિભાગ તેમજ પોલીસ જવાનની સતર્કતાના કારણે અન્ય લોકોનો બચાવ થયો છે.
ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. ભારે બફારા બાદ લગભગ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અરબી સમુદ્રમાં ચક્રવાતને પગલે તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર