Hardik Parmar, Dwarka: જગત મંદિર દ્વારકાધીશ ખાતે અવાર નવાર તેમના ભક્તો પગ પાળા ચાલીને આવી ભગવાન દ્વારકાધીશને દર્શન કરતાં હોઈ છે અને મન્નત કરતા હોય છે , પરંતુ આ વખતે એક ખૂબ જ અલગ અને ઇતિહાસમાં પ્રથમ વખત બનતી ઘટના સામે આવી હતી જેમાં ભગવાન દ્વારકાધીશના પરમ ભક્ત એવા કચ્છના મહાદેવભાઈ દેસાઈ દ્વારા જ્યારે સમગ્ર રાજ્યમાં લંપી વાયરસનો કહેર વરસી રહ્યો હતો ત્યારે પોતાની ગૌ માતાઓને આ રોગથી ભગવાન દ્વારકાધીશ બચાવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી અને તમામ ગાયો સુરક્ષિત રેહસે તો તે તમામ ગાયોને પગ પાળા ભગવાન દ્વારકાધીશને દર્શન કરવા લાવિસે તેવી મન્નત કરવામાં આવી હતી.
ત્યારે આ ગંભીર લમ્પી વાઇરસ દરમિયાન તેમના એક ગૌ વંશ ને કોઈ રોગ નહિ થતાં તેઓ કચ્છથી તેમની 25 ગાયોને દ્વારકા પગ પાળા લાવી ભગવાન દ્વારકાધીશના દર્શન કરાવ્યા હતા અને દ્વારકાધિસ મંદિરની પ્રદક્ષિણા પણ કરી હતી.
યાત્રાધામ દ્વારકામાં ગત રાત્રે કરછ વિસ્તારનાં મહાદેવ ભાઈ દેસાઈ પોતાની માનતા ઉતારવા 25 ગાયોને લય 450 કિલોમીટર ચાલી દ્વારકા આવી પહોંચ્યા હતા ત્યારે રાત્રિના દેવસ્થાન સમિતિની ઓફિસના અધિકારીની ખાસ મંજુરીથી 25 ગૌ માતા અને મહાદેવ ભાઈ સાથેના 5 ગો-સેવકોએ જગત મંદિરની પરિક્રમા કરી દર્શન કરી પોતાની માનતા પૂરી કરી હતી . ત્યારે આ તકે પૂજારી દ્વારા ગૌ માતાને આશીર્વાદરૂપે ઉપવસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર