ગલ્ફ ઓફ એડનમાં સર્જાયેલ ડિપ્રેશનના કારણે આગામી 24 કલાક ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે. જેથી માછીમારોને આગામી 48 કલાક ગલ્ફ ઓફ એડન,પશ્ચિમ સેન્ટ્રલ અને દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર નજીક ન જવાની સુચના આપવામાં આવી છે. ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયામાં નહીવત અસર જોવા મળશે. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
જામનગર જામનગરના બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. અને માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે કારણ કે દરિયામાં પવનની ઝડપ વધવાની શક્યતા હોવાથી માછીમારો સમુદ્ર નજીક ન જાય તેવી સૂચના આપવામાં આવી છે.
અમરેલી અમરેલીના જાફરબાદ બંદર પર 2 નંબરનું સીગ્નલ લગાવવામાં આવ્યું છે. દરીયામાં પવનની ઝડપ વધવાની સંભાવનાના કારણે આ સિગ્નવ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ ફિશરીજ વિભાગ દ્વારા તકેદારી રાખવા બંદર વિસ્તાર એલર્ટ કરવામાં આવ્યો છે.